ICC Chairman Jay Shah : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના (આઈસીસી) અધ્યક્ષ જય શાહે આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા આઈઓસી સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિત (આઈઓસી) અધ્યક્ષ કિર્સ્ટી કોવેંટ્રી સાથે મુલાકાત કરી હતી. બંનેએ 2028 લોસ એન્જેલસ ઓલિમ્પિક્સની તૈયારી વિશે અને ક્રિકેટની ઓલિમ્પિક રમતોમાં વાપસી અંગે ચર્ચા કરી હતી.
ક્રિકેટની 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં વાપસી થઇ રહી છે
તેમણે અત્યાર સુધી આ ક્ષેત્રે થયેલી પ્રગતિ અને ઓલિમ્પિક ગેમના વિકાસમાં ક્રિકેટ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે એ વિષે ચર્ચા કરી હતી. આ પહેલા જય શાહે આ વર્ષની શરૂઆતમાં બ્રિસબ્રેનમાં આઈઓસી અધ્યક્ષ કોવેંટ્રી સાથે મુલાકાત કરી હતી. ક્રિકેટની 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં વાપસી થઇ રહી છે. આ પહેલા 1900માં એકમાત્ર મેચના રુપમાં ક્રિકેટ પેરિસ ઓલિમ્પિકનો ભાગ રહી હતી.
જય શાહે શું કહ્યું
જય શાહે એક્સ (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે આઈઓસી અધ્યક્ષ કિર્સ્ટી કોવેંટ્રી સાથે મળીને LA28 ક્ષેત્રે એની તૈયારીઓ અને ક્રિકેટની ઓલિમ્પિક રમતોમાં વાપસી અંગે ચાલી રહેલી ચર્ચાઓને આગળ વધારવાનો આનંદ થયો. અમે અત્યાર સુધી થયેલી પ્રગતિ અને ઓલિમ્પિક ચળવળના વિકાસમાં ક્રિકેટ ભજવી શકે તેવી મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.
લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં છ ટીમો (પુરુષ અને મહિલા) ભાગ લેશે. જેમાં અમેરિકાને યજમાન હોવાના કારણે પ્રવેશ મળશે.





