Champions Trophy 2025, IND vs Aus 1st Semi-Final Match Score (ભારત વિ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ સ્કોર) : ભારત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પહોંચી ગયું છે. વિરાટ કોહલીના 84, શ્રેયસ ઐયરના 45 અને કેએલ રાહુલના અણનમ 42 રનની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 264 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2023ના વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો લઇ લીધો છે. મેચમાં 84 રન કરનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ભારતે સતત ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા 2013 અને 2017માં ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત હવે 9 માર્ચે દુબઈમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટિવન સ્મિથ અને એલેક્સ કેરીએ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે. વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાને 2-2 વિકેટ. જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, કૂપર કોનોલી, સ્ટિવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, તનવીર સંઘા.