Champions Trophy 2025, India (IND) vs Australia (AUS) Semi-Final Live Streaming And Telecast: અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ચાલી રહી છે અને તે તેના બીજા પડાવમાં પણ પહોંચી ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ગ્રુપ-સ્ટેજની તેમની ત્રણેય મેચો જીતીને ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું છે. ભારતે ગ્રુપ Aની તેની અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. સ્ટીવ સ્મિથની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પણ ફોર્મમાં ચાલી રહેલી રોહિત બ્રિગેડને હરાવવાનો પ્રયાસ કરશે.
આજે મંગળવારે બપોરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ભારત વિ ઓસ્ટ્રેલિયા મેગા મેચ પહેલા લાઇવ સ્ટ્રીમિંગ વિગતો પર એક નજર.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચ ક્યારે છે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ મંગળવારે (04 માર્ચ) રમાશે.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ક્યાં રમાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 IST માં ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ કયા સમયે શરૂ થશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસનો સમય બપોરે 2:00 વાગ્યાનો છે.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચનું તમે ભારતમાં કઈ ટીવી ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયા મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ) અને સ્પોર્ટ્સ 18 નેટવર્ક (સ્પોર્ટ્સ 18- 1, સ્પોર્ટ્સ 18- 1 એચડી, સ્પોર્ટ્સ18- 3, સ્પોર્ટ્સ18- 2) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ કઈ OTT ચેનલ પર ભારતમાં લાઈવ સ્ટ્રીમ થઈ શકે છે?
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ભારતમાં JioHotstar વેબસાઇટ અને એપ્લિકેશન પર ક્યારે લાઇવ સ્ટ્રીમ કરી શકાય છે?
ભારત વિ ઓસ્ટ્રેલિયા
હેડ ટુ હેડઃ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 ODI ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 57માં જીત મેળવી છે, જ્યારે 84માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. દસ મેચ અનિર્ણિત રહી છે. ઓસ્ટ્રેલિયા ICC ODI સ્પર્ધાઓમાં પણ આગળ છે. તેણે 17માંથી 10 જીત્યા છે. જો કે, ખાસ વાત એ છે કે 2020 થી બંનેએ 7-7 મેચ જીતી છે.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતનો એકમાત્ર પરાજય એવી રમતમાં થયો હતો જેમાં તેમના સ્પિનરો એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતના કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 20 ઓવરમાં કુલ 99 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા.
રોહિત શર્મા 2023 પછી એકમાત્ર એવો ખેલાડી છે જેણે ODIમાં 1-10 ઓવરમાં 1000થી વધુ રન બનાવ્યા છે. 2023 થી ODIમાં આ તબક્કે ઓછામાં ઓછા 100 રન બનાવનાર 100 ખેલાડીઓમાંથી, માત્ર ટ્રેવિસ હેડનો જ રોહિત શર્મા કરતા વધુ સારો સ્ટ્રાઈક-રેટ (130.48) છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હરહિત સિંહ.
આ પણ વાંચોઃ- ચેમ્પિયન્સ ટ્રોફી : ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં ચાર સ્પિનર રમશે કે નહીં? રોહિત શર્માએ આપ્યો આવો જવાબ
ઓસ્ટ્રેલિયન ટીમ
જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, સ્પેન્સર જોહ્ન્સન, સીન એબોટ, એરોન કોન હાર્દી, સ્પેન્સર જોનસન, સીન એબોટ.