IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી ભારત 3જી વખત ચેમ્પિયન બન્યું, ન્યુઝીલેન્ડને 4 વિકેટે રગદોળ્યું

Champions Trophy 2025, IND vs NZ 1st Final Match (ભારત વિ ન્યુઝીલેન્ડ ક્રિકેટ સ્કોર) : રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે.

Written by Ajay Saroya
Updated : March 09, 2025 23:08 IST
IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી ભારત 3જી વખત ચેમ્પિયન બન્યું, ન્યુઝીલેન્ડને 4 વિકેટે રગદોળ્યું
IND vs NZ Champions Trophy 2025 Final Match: ભારત વિ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચ.

Champions Trophy 2025, INDIA Champion IND vs NZ 1st Final Match Live Cricket Score Online (ભારત વિ ન્યુઝીલેન્ડ લાઈવ ક્રિકેટ સ્કોર) : રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ટાઇટલ મેચમાં ટોસ જીતીને ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ તેઓ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવવામાં સફળ રહ્યા. લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી, પરંતુ તે પછી અચાનક વિકેટો પડી જવાથી કિવી ટીમે મેચમાં વાપસી કરી હતી.

જોકે, અંતે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની જોડીએ સાવધાનીપૂર્વક રમીને ટીમને જીત તરફ લઈ ગયા પરંતુ ભારતીય ટીમને જીત માટે 11 રનની જરૂર હતી તે પહેલાં હાર્દિક 18 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી કેએલ રાહુલ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતીય ટીમને 49 ઓવરમાં વિજય અપાવીને પરત ફર્યા હતા.

ભારત ચેમ્પિયન બનતાં દેશમાં દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયો

ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતુ. આજે ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટ્રોફીની ફાઈનલ રમશે. ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે દેશભરમાં પ્રાર્થના અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. કાશી, મથુરા, અયોધ્યાના તમામ ધાર્મિક સ્થળો પર લોકો હવનની પૂજા કરી રહ્યા છે અને જીતની કામના કરી રહ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઇનલ મેચમાં રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ

2000માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટની ફાઇનલ રમાઇ હતી. ભારત ફાઇનલમાં ચાર વિકેટથી હારી ગયું હતું. 2003માં વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને હતા. આ મેચ 23 માર્ચ, રવિવારે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું.

ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, કીવી પહેલા બેટીંગ કરશે

ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચની ટોચમાં ન્યુઝીલેન્ડે ટોચ જીત બેટીંગ કરવાનું પસંદ કર્યું છે. ભારત પહેલા બોલિંગ કરશે. ન્યુઝીલેન્ડનો ક્રિકેટ મેટ હેનરી ઇજાગ્રસ્ત થતા ફાઇનલ મેચ રમશે નહીં.

ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની જીત માટે PM મોદી સહિતે શું કહ્યું? અહીં વાંચો

રોહિત શર્મા બેસ્ટ કેપ્ટન

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મેન્સ કેટેગરીની તમામ ICC ટુર્નામેન્ટ – WTC (2023), વનડે વર્લ્ડ કપ (2023), ટી20 વર્લ્ડ કપ (2024) અને ચેમ્પિયન ટ્રોફી (2025)ની ફાઇનલ મેચમાં પહોંચના પ્રથમ કેપ્ટન છે.

Live Updates

IND vs NZ Live Score: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ભવ્ય વિજય

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે વધુ એક ICC ટાઇટલ જીત્યું, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું.

IND vs NZ Live Score: હાર્દિક પંડ્યા આઉટ

હાર્દિક પંડયા 18 બોલમાં 18 રન બનાવીને આઉટ થઈ ગયો છે. હવે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. ભારતને જીતવા માટે 9 રનની જરૂર છે.

IND vs NZ Live Score: અક્ષર પટેલ આઉટ

અક્ષર પટેલના આઉટ થતાની સાથે જ ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. અક્ષર પટેલ 40 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો છે. હવે કેએલ રાહુલનો સાથ આપવા માટે ક્રિઝ પર હાર્દિક પંડ્યા આવ્યો છે. ભારતનો લાઈવ સ્કોર 203/5

IND vs NZ Live Score: શ્રેયસ ઐય્યર અડદી સદી ચૂક્યો

શ્રેયસ ઐય્યર 62 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો છે. 40 ઓવર પછી ભારતે 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા છે. અક્ષર પટેલ 28 રન બનાવીને ક્રીઝ પર હાજર છે અને કેએલ રાહુલ 2 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs NZ Live Score: રોહિત શર્મા આઉટ

ટીમ ઈન્ડિયાને રોહિત શર્માના રૂપમાં ત્રીજો ઝટકો મળ્યો છે. રચિન રવિન્દ્રની ઓવરમાં રોહિત શર્મા સ્ટમ્પ આઉટ થયો છે. રોહિત 83 બોલમાં 76 રન બનાવીન આઉટ થયો છે. હાલમાં ભારતનો લાઇવ સ્કોર 122/3.

IND vs NZ Live Score: શુભમન ગિલ બાદ વિરાટ કોહલી પણ આઉટ

20મી ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલી એલબીડબલ્યૂ આઉટ થયો છે. આમ કોહલીના સ્વરૂપમાં ભારતને બીજો ઝટકો મળ્યો છે. હાલમાં રોહિત શર્માનો સાથ આપવા માટે શ્રેયસ ઐય્યર આવ્યો છે.

IND vs NZ Live Score: શુભમન ગિલના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો

ન્યુઝીલેન્ડને 19મી ઓવરમાં પ્રથમ સફળતા મળી છે. મિચેલ સેંટનરે શુભમન ગિલની વિકેટ લીધી. ગિલ 50 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો છે. હવે ક્રિઝ પર રોહિત શર્માનો સાથ આપવા માટે વિરાટ કોહલી આવ્યો છે.

IND vs NZ Live Score: 18 ઓવરના અંતે ભારતનો લાઈવ સ્કોર 103/0

18 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટના નુક્સાન વિના 103 રન બનાવી લીધા છે. હીટમેન રોહિત શર્મા 62 બોલમાં 67 રન બનાવી ક્રિઝ પર છે ત્યાં જ શુભમન ગિલ 46 બોલમાં 29 રન પર રમી રહ્યો છે.

IND vs NZ Live Score: રોહિત શર્માની અડધી સદી

હીટમેન રોહિત શર્માએ 41 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. રોહિત શર્માએ આ દરમિયાન 5 ફોર અને 3 સિક્સર ફટકારી.

IND vs NZ Live Score: 8 ઓવર પછી ટીમ ઇન્ડિયાનો સ્કોર 59 રન

આઠ ઓવર પછી ભારતે એક પણ વિકેટના નુકસાન વિના 59 રન બનાવ્યા. રોહિત શાનદાર બેટિંગ કરી રહ્યો છે, તેણે 28 બોલમાં 47 રન બનાવ્યા છે. ત્યાં જ શુભમન પણ 7 રન બનાવીને તેને સારો સાથ આપી રહ્યો છે.

રોહિત શર્માએ પ્રથમ બોલ પર જ સિક્સર ફટકારી

IND vs NZ Live Score: હીટમેન રોહિત શર્માએ પ્રથમ બોલમાં જ સિક્સર ફટકારી. કેલી જેમીસિનની પ્રથમ ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ 9 રન બનાવી લીધા છે.

IND vs NZ Final LIVE Score: ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ

50 ઓવરના અંતે ન્યુઝીલેન્ડની ટીમે 7 વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે અને ભારતીય ટીમને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો છે.

IND vs NZ Live Score: શમીએ લીધી મોટી વિકેટ, ડેરિલ મિશેલ આઉટ

મોહમ્મદ શમીએ મોટી વિકેટ લીધી છે. ડેરિલ મિશેલને આઉટ કર્યો છે. મિશેલ 101 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં 46 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 212/6

IND vs NZ Live Score: ડેરિલ મિશેલ 91 બોલમાં અડધી સદી ફટકારી

42 ઓવર પછી ન્યુઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા. ડેરિલ મિશેલ સારી બેટિંગ કરી રહ્યો છે, તેણે અડધી સદી પૂર્ણ કરી છે. આ સદી દરમિયાન તેણે માત્ર એક ફોર ફટકારી છે.

IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી

વરુણ ચક્રવર્તીએ ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સ 52 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. હવે ક્રિઝ પર મિચેલ બ્રાસવેલ આવ્યો છે. ત્યાં જ ડેરિલ મિશેલ સારી બેટિંગ કરી રહ્યો છે અને તે 45 રન પર રમી રહ્યો છે.

IND vs NZ Live Score : કિવી ટીમનો સ્કોર 150 ને પાર

ન્યુઝીલેન્ડે ઇનિંગ્સની 35મી ઓવરમાં 150 રનનો આંકડો પાર કર્યો. ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સારી બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 46 રનની ભાગીદારી થઈ છે.

IND vs NZ Live Score : 32 ઓવરની રમત પૂર્ણ

32 ઓવરના અંતે ન્યુઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 143 રન બનાવી લીધા છે. નિયમિત અંતરાલે વિકેટ ગુમાવ્યા બાદ ગ્લેન ફિલિપ્સ અને ડેરિલ મિશેલે ઇનિંગ્સની કમાન સંભાળી છે અને 28 રનની ભાગીદારી નોંધાવી છે.

IND vs NZ Live Score : જાડેજાએ ટોમ લાથમને પેવેલિયન ભેગો કર્યો

પોતાની ત્રીજી ઓવરના બીજા બોલ પર રવિન્દ્ર જાડેજાએ ટોમ લાથમને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. હાલમાં ન્યુઝીલેન્ડનો લાઇ સ્કોર 108/4

IND vs NZ Live Score : જાડેજાની ઓવરમાં ભારતે રિવ્યૂ લીધો

રવિન્દ્ર જાડેજાએ 22મી ઓવર ફેંકી, જેમાં લાથમ બેટીંગ કરતાં બોલ મિસ કર્યો હતો અને પેડ પર લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ રિવ્યૂ લીધો હતો જોકે રિવ્યૂમાં બોલ વિકેટ મિસ કરી રહ્યો હતો જેથી અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ સ્કોર 22 ઓવરના અંતે 3 વિકેટ પર 104 રન છે.

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 21 ઓવર 102 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 21 ઓવરના અંતે 3 વિકેટ પર 102 રન છે. મિચેલ 17 અને લાથમ 13 રને બેટીંગ કરી રહ્યા છે. વરુણ ચક્રવર્તીએ 21મી ઓવર ફેંકી જેમાં માત્ર એક જ રન આપ્યો. ન્યૂઝીલેન્ડ ટીમની સરેરાશ રન રેટ 4.86 ચાલી રહી છે.

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 20 ઓવર 101 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 19 ઓવર 101 રન, 3 વિકેટ

મિચેલ 17 રન (34 બોલ) અને લાથમ 12 રન (20 બોલ)

રવિન્દ્ર જાડેજા 20મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ લાથમ – 1 રન

5 મો બોલ લાથમ – 0 રન

4 થો બોલ લાથમ – 0 રન

3 જો બોલ લાથમ – 0 રન

2 જો બોલ મિચેલ – 1 રન

1 લો બોલ મિચેલ – 0 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 19 ઓવર 99 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 19 ઓવર 98 રન, 3 વિકેટ

મિચેલ 16 રન (32 બોલ) અને લાથમ 11 રન (16 બોલ)

વરુણ ચક્રવર્તી 19મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ મિચેલ – 1 રન

5 ઠ્ઠો બોલ લાથમ – 1 રન

4 મો બોલ લાથમ – 0 રન

3 થો બોલ લાથમ – 0 રન

2 જો બોલ લાથમ – 2 રન

1 જો બોલ લાથમ – 0 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 18 ઓવર 95 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 18 ઓવર 95 રન, 3 વિકેટ

મિચેલ 15 રન (31 બોલ) અને લાથમ 8 રન (11 બોલ)

અક્ષર પટેલ 18મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ લાથમ – 1 રન

5 ઠ્ઠો બોલ લાથમ – 0 રન

4 મો બોલ મિચેલ – 1 રન

3 થો બોલ લાથમ – 1 રન

2 જો બોલ મિચેલ – 1 રન

1 જો બોલ લાથમ – 1 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 17 ઓવર 90 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 17 ઓવર 90 રન, 3 વિકેટ

મિચેલ 13 રન (29 બોલ) અને લાથમ 5 રન (7 બોલ)

કુલદીપ યાદવ 14મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ મિચેલ – 2 રન

5 ઠ્ઠો બોલ લાથમ – 1 રન

4 મો બોલ મિચેલ – 1 રન

3 થો બોલ મિચેલ – 0 રન

2 જો બોલ મિચેલ – 0 રન

1 જો બોલ લાથમ – 1 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 16 ઓવર 85 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 16 ઓવર 81 રન, 3 વિકેટ

મિચેલ 10 રન (25 બોલ) અને લાથમ 3 રન (5 બોલ)

અક્ષર પટેલ 16મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ લાથમ – 1 રન

5 ઠ્ઠો બોલ લાથમ – 0 રન

4 મો બોલ લાથમ – 0 રન

3 થો બોલ મિચેલ – 1 રન

2 જો બોલ મિચેલ – 0 રન

1 જો બોલ મિચેલ – 0 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 15 ઓવર 83 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 15 ઓવર 83 રન, 3 વિકેટ

મિચેલ 9 રન (22 બોલ) અને લાથમ 2 રન (2 બોલ)

કુલદીપ યાદવ 14મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ મિચેલ – 1 રન

5 ઠ્ઠો બોલ મિચેલ – 0 રન

4 મો બોલ મિચેલ – 0 રન

3 થો બોલ મિચેલ – 0 રન

2 જો બોલ મિચેલ – 4 રન

1 જો બોલ લાથમ – 1 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 14 ઓવર 81 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 14 ઓવર 81 રન, 3 વિકેટ

મિચેલ 8 રન (17 બોલ) અને લાથમ 1 રન (1 બોલ)

અક્ષર પટેલ 14મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ મિચેલ – 0 રન

5 ઠ્ઠો બોલ મિચેલ – 0 રન

4 મો બોલ મિચેલ – 0 રન

3 થો બોલ મિચેલ – 0 રન

2 જો બોલ મિચેલ – 4 રન

1 જો બોલ મિચેલ – 0 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 13 ઓવર 77 રન 3 વિકેટ

ન્યૂઝીલેન્ડ 13 ઓવર 77 રન, 3 વિકેટ

મિચેલ 4 રન (11 બોલ) અને લાથમ 1 રન (1 બોલ)

કુલદીપ યાદવ 13મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ મિચેલ – 1 રન

5 ઠ્ઠો બોલ મિચેલ – 0 રન

4 મો બોલ મિચેલ – 0 રન

3 થો બોલ લાથમ – 1 રન

2 જો બોલ વિલિયમસન – કોચ એન્ડ બોલ્ડ

1 જો બોલ વિલિયમસન – 0 રન

IND vs NZ Live Score : વિલિયમસન આઉટ

કુલદીપ યાદવે ફરી મેજીક કરતાં વિલિયમસનને પવેલિયન ભેગો કર્યો છે. 13મી ઓવરના બીજા બોલ પર કોચ એન્ડ બોલ્ડ આઉટ કર્યો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 75 રન પર 3 વિકેટ છે.

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 12 ઓવર 75 રન 2 વિકેટ

ન્યૂઝીલેન્ડ 11 ઓવર 75 રન, 2 વિકેટ

મિચેલ 3 રન (8 બોલ) અને વિલિયમસન 11રન (12 બોલ)

કુલદીપ યાદવ 9મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ વિલિયમસન – 1 રન

5 ઠ્ઠો બોલ વિલિયમસન – 0 રન

4 મો બોલ મિચેલ – 1 રન

3 થો બોલ મિચેલ – 0 રન

2 જો બોલ મિચેલ – 0 રન

1 લો બોલ મિચેલ – 0 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 11 ઓવર 73 રન 2 વિકેટ

ન્યૂઝીલેન્ડ 11 ઓવર 73 રન, 2 વિકેટ

મિચેલ 2 રન (4 બોલ) અને વિલિયમસન 10 રન (10 બોલ)

કુલદીપ યાદવ 9મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ મિચેલ – 1 રન

5 ઠ્ઠો બોલ મિચેલ – 0 રન

4 મો બોલ વિલિયમસન – 1 રન

3 થો બોલ મિચેલ – 1 રન

2 જો બોલ મિચેલ – 0 રન

2 જો બોલ મિચેલ – વાઇડ

1 લો બોલ રવિન્દ્ર – ક્લિન બોલ્ડ

IND vs NZ Live Score : કુલદીપ યાદવે રવિન્દ્રને બોલ્ડ કર્યો

કુલદીપ યાદવે ફરી એકવાર જાદુ કર્યો. પહેલા બોલ પર રચિન રવિન્દ્રને ક્લિન બોલ્ડ કર્યો. ન્યૂઝીલેન્ડ 10 ઓવર 69 રન, 2 વિકેટ

રચિન રવિન્દ્ર 37 રન (29 બોલ)

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 10 ઓવર 69 રન 1 વિકેટ

ન્યૂઝીલેન્ડ 10 ઓવર 69 રન, 1 વિકેટ

રચિન રવિન્દ્ર 37 રન (28 બોલ) અને વિલિયમસન 9 રન (9 બોલ)

વરુણ ચક્રવર્તી 9મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ વિલિયમ્સન – 2 રન

5 મો બોલ વિલિયમસન – 0 રન

4 થો બોલ રવિન્દ્ર – 1 રન

3 જો બોલ વિલિયમસન – 1 રન

2 જો બોલ રવિન્દ્ર – 1 રન

1 લો બોલ રવિન્દ્ર – 0 રન

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 9 ઓવર 64 રન 1 વિકેટ

ન્યૂઝીલેન્ડ 9 ઓવર 64 રન,

રચિન રવિન્દ્ર 35 રન (25 બોલ) અને વિલિયમસન 6 રન (6 બોલ)

મોહમ્મદ શમી 9મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ વિલિયમ્સન – 0 રન

5 મો બોલ વિલિયમસન – 0 રન

4 થો બોલ વિલિયમસન – 0 રન

3 જો બોલ વિલિયમસન – 4 રન

2 જો બોલ રચિન રવિન્દ્ર – 1 રન

1 લો બોલ વિલિયમસન – 1 રન

IND vs NZ Live Score : યંગ આઉટ

ન્યૂઝીલેન્ડ 8 ઓવર 58 રન, રચિન રવિન્દ્ર 34 રન (24 બોલ) અને યંગ 15 રન (23 બોલ)

વરુણ ચક્રવર્તી 8મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ વિલિયમ્સન – 1 રન

5 મો બોલ યંગ – લેગ બીફોર આઉટ

4 થો બોલ રચિન રવિન્દ્ર – 1 રન

3 જો બોલ રચિન રવિન્દ્ર – 2 રન

2 જો બોલ રચિન રવિન્દ્ર – શ્રેયસ ઐયરે કેચ છોડ્યો, 2 રન

1 લો બોલ રચિન રવિન્દ્ર – ડોટ

IND vs NZ Live Score : 7 ઓવર 51 રન

ન્યૂઝીલેન્ડ 7 ઓવર 51 રન, રચિન રવિન્દ્ર 29 રન (21 બોલ) અને યંગ 15 રન (19 બોલ)

મોહમ્મદ શમી 7મી ઓવર બોલ ટુ બોલ

6 ઠ્ઠો બોલ યંગ – 4 રન

5 મો બોલ યંગ – ડોટ

4 થો બોલ યંગ – ડોટ

3 જો બોલ રચિન રવિન્દ્ર – 1 રન

2 જો બોલ રચિન રવિન્દ્ર – ડોટ

1 લો બોલ રચિન રવિન્દ્ર – ડોટ

IND vs NZ Live Score : 6 ઓવર 46 રન

વરુણ ચક્રવર્તી છઠ્ઠી ઓવર બોલ ટુ બોલ (ન્યૂઝીલેન્ડ 5 ઓવર 46 રન, રચિન રવિન્દ્ર 28 રન (18 બોલ) અને યંગ 11 રન (17 બોલ)

6 ઠ્ઠો બોલ યંગ – ડોટ

5 મો બોલ રચિન રવિન્દ્ર – 1 રન

4 થો બોલ રચિન રવિન્દ્ર – 2 રન

3 જો બોલ રચિન રવિન્દ્ર – ડોટ

2 જો બોલ યંગ – 1 રન

1 લો બોલ યંગ – વાઇડ સાથે ચોગ્ગો

IND vs NZ Live Score : 5 ઓવર 37 રન

મોહમ્મદ શમી પંડ્યા પાંચમી ઓવર બોલ ટુ બોલ (ન્યૂઝીલેન્ડ 5 ઓવર 37 રન, રચિન રવિન્દ્ર 25 રન (14 બોલ) અને યંગ 9 રન (15 બોલ)

6 ઠ્ઠો બોલ યંગ – 1 રન

5 મો બોલ યંગ – ડોટ

4 થો બોલ રચિન રવિન્દ્ર – 1 રન

3 જો બોલ રચિન રવિન્દ્ર – ઓફ સાઇડ કટ ચોગ્ગો

2 જો બોલ રચિન રવિન્દ્ર – મિડ ઓન પર ચોગ્ગો

1 લો બોલ યંગ – 1 રન

IND vs NZ Live Score : 4 ઓવર 26 રન

હાર્દિક પંડ્યા ચોથી ઓવર

6 ઠ્ઠો બોલ રચિન – લેગ સાઇડ ચોગ્ગો

6 ઠ્ઠો બોલ રચિન – વાઇડ

5 મો બોલ રચિન -ઓફ સાઇડ ચોગ્ગો

4 થો બોલ રચિન – લેગ સાઇડ છગ્ગો

3 જો બોલ યંગ – લેગ સાઇડ ફ્લિક 1 રન

2 જો બોલ યંગ – ડોટ

1 લો બોલ યંગ – ડોટ

IND vs NZ Live Score : 3 ઓવર 10 રન

ન્યૂઝીલેન્ડ સ્કોર 3 ઓવરમાં વિના વિકેટ પર 10 રન છે. યંગ અને રચિન બેટીંગ કરી રહ્યા છે.

IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડ 6 રન

ન્યૂઝીલેન્ડ પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યું છે. 2 ઓવરના અંતે વિના વિકેટ પર સ્કોર 6 રન છે. યંગ અને રવિન્દ્ર બેટીંગ કરી રહ્યા છે.

ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત બોલિંગ કરશે, મેટ હેનરી મેચ નહીં રમે

ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચની ટોચમાં ન્યુઝીલેન્ડે ટોચ જીત બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. ભારત પહેલા બેટિંગ કરશે. ન્યુઝીલેન્ડનો ક્રિકેટ મેટ હેનરી ઇજાગ્રસ્ત થતા ફાઇનલ મેચ રમશે નહીં.

IND vs NZ Champions Trophy Final Live Score: હવામાન કેવું રહેશે?

એક્યુવેધર એપ મુજબ, રમત દરમિયાન દુબઇમાં તાપમાન 32 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાની ધારણા છે. આ સ્થળે બીજી ઇનિંગમાં ઝાકળ પડ્યું નથી. તાપમાન આટલું ઊંચું હોવાથી અને ફાઇનલનું દબાણ હોવાથી ટોસ જીતનારી ટીમો પહેલા બેટિંગ કરવાનો અને રન બનાવવાનો નિર્ણય લઈ શકે છે.

Champions Trophy Final Live: મેટ હેનરી રમશે?

મેટ હેનરી ભારત વિરુદ્ધ 5 વિકેટ લીધા હતા. તે સાઉથ આફ્રિકની વિરુદ્ધ સેમીફાઇનલમાં ઇજાગ્રસ્ત થયો હતો. તે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમશે કે નહીં તેના વિશે સસ્પેન્સ છે. નાથન સ્મિથ કે જેકબ ડફીને તક મળી શકે છે.

રોહિત શર્મા બેસ્ટ કેપ્ટન

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મેન્સ કેટેગરીની તમામ ICC ટુર્નામેન્ટ – WTC (2023), વનડે વર્લ્ડ કપ (2023), ટી20 વર્લ્ડ કપ (2024) અને ચેમ્પિયન ટ્રોફી (2025)ની ફાઇનલ મેચમાં પહોંચના પ્રથમ કેપ્ટન છે.

ભારત ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચ ક્યારે શરૂ થશે?

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ દુબઇમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 2.30 વાગે શરૂ થશે. જો કે તેની પહેલા 2 વાગે ટોસ થશે.

ભારતની જીત માટે દેશભરમાં પૂજા પ્રાર્થના અને હવન

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ મેચને લઇ દેશભરમાં રોમાંચનો માહોલ છે. ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ મેચમાં ભારતની જીત માટે દેશભરમાં ઠેર ઠેર પૂજા પ્રાર્થના અને હવન થઇ રહ્યા છે. લોકો ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે આજે દુબઇમાં ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ મેચ

ભારત ન્યુઝીલન્ડ વચ્ચે આજે દુબઇમાં ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આજે બપોરે 2.30 વાગે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ શરૂ થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ