Champions Trophy 2025, India (IND) vs New Zealand (NZ) Final Live Streaming And Telecast: ચેમ્પિયન ટ્રોફી 2025 જીતવા માટે ભારત અને ન્યુઝીલન્ડ ટીમ દુબઇમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા 12 વર્ષ બાદ ભારતને ચેમ્પિયન ટ્રોફી જીતાડશે કે નહીં તેના પર સૌની નજર છે. ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે બંને દેશોની ટીમે તનતોડ મહેનત કરી છે. ભારતીય સમય અનુસાર 2.30 વાગે આજે સંયુક્ત અરબ અમિરાતમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયા વિ ન્યુઝિલેન્ડ ફાઇનલ મેચ શરૂ થશે. જાણો ચેમ્પિયન ટ્રોફી ઈન્ડિયા વિ ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચનું લાઇવ સ્ટ્રિમિંગ ક્યાં થશે અને ક્યાં ફ્રીમાં જોવા મળશે.
ન્યુઝીલેન્ડ ટીમ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઉપખંડમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચતા પહેલા પાકિસ્તાનમાં ત્રિકોણીય સીરિઝ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે ત્રિકોણીય સીરિઝ અજેય રીતે જીતી લીધી હતી. જે પછી તે માત્ર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ ભારત સામે હારી ચૂક્યો છે.
આઇસીસીની મેચોમાં ખાસ કરીને નોકઆઉટમાં ભારત સામે ન્યુઝીલેન્ડનો શાનદાર રેકોર્ડ છે, અને તે અપસેટ સર્જવા માટે સક્ષમ છે. જોકે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ખુબ જ સંતુલિત અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં.
India vs New Zealand Champions Trophy Final Match Live Streaming Details In Gujarati: ભારત વિ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચ લાઇવ સ્ટ્રિમિંગની વિગત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ ક્યારે છે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ 9 માર્ચ, 2025ના રોજ યોજાશે.
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ ક્યાં રમાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ દુબઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત વિ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ કયા સમયે શરૂ થશે?
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસનો સમય બપોરે 2 વાગેનો છે.
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલો થશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ) અને સ્પોર્ટ્સ18 નેટવર્ક (સ્પોર્ટ્સ18- 1, સ્પોર્ટ્સ18- 1, સ્પોર્ટ્સ18- 3, સ્પોર્ટ્સ18- 2) પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચનું ભારતમાં કઈ ઓટીટી ચેનલ પર લાઇવ ટેલિકાસ્ટ થશે?
ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત વિ ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચનું ભારતમાં જિયોહોસ્ટાર વેબસાઇટ અને એપ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી શકે છે.