SA vs NZ Semi-Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં, હવે 9 માર્ચે ભારત સામે મુકાબલો

Champions Trophy 2025, SA vs NZ 2nd Semi-Final Match (દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ સ્કોર) : રચિન રવિન્દ્રના 101 બોલમાં 13 ફોર અને 1 સિક્સર સાથે 108 રન. કેન વિલિયમ્સનના 94 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 102 રન. દક્ષિણ આફ્રિકા ફરી એક વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં ચોકર સાબિત થયું, ડેવિડ મિલરની લડાયક અણનમ સદી

Champions Trophy 2025, SA vs NZ 2nd Semi-Final Match (દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ સ્કોર) : રચિન રવિન્દ્રના 101 બોલમાં 13 ફોર અને 1 સિક્સર સાથે 108 રન. કેન વિલિયમ્સનના 94 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 102 રન. દક્ષિણ આફ્રિકા ફરી એક વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં ચોકર સાબિત થયું, ડેવિડ મિલરની લડાયક અણનમ સદી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Champions Trophy 2025, SA vs NZ 2nd Semi-Final

Champions Trophy 2025 : ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને કેન વિલિયમ્સને સદી ફટકારી હતી (Pics : @BLACKCAPS)

Champions Trophy 2025, SA vs NZ 2nd Semi-Final Match Score (દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સ્કોર) : રચિન રવિન્દ્ર (108 )અને કેન વિલિયમ્સનની (102)સદી બાદ મિચેલ સેન્ટનરની (3 વિકેટ)શાનદાર બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 50 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટે 312 રન બનાવ્યા હતા.

Advertisment

ડેવિડ મિલરે 67 બોલમાં અણનમ 100 રન બનાવી લડાયક બેટિંગ કરી હતી પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકા ફરી એક વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં ચોકર સાબિત થયું છે. હવે 9 માર્ચને રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે.

દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

-ડેવિડ મિલરના 67 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 100 રન.

-ડેવિડ મિલરે 46 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-કાગિસો રબાડા 22 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી હેનરીની ઓવરમાં આઉટ.

-માર્કો જેન્સન 3 રને અને કેશવ મહારાજ 1 રને ફિલિપ્સનો શિકાર બન્યા.

-દક્ષિણ આફ્રિકાએ 35.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-વિયાન મુલ્ડર 13 બોલમાં 1 ફોર સાથે 8 રને બ્રેસવેલનો શિકાર બન્યો.

-માર્કરામ 29 બોલમાં 3 ફોર સાથે 31 રને રચિન રવિન્દ્રની ઓવરમાં કેચ આઉટ.

-હેનરિચ ક્લાસેન 7 બોલમાં 3 રન બનાવી સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો.

-રાસી વાન ડેર ડુસેને 66 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે સેન્ટનરની ઓવરમાં બોલ્ડ થયો.

-ટેમ્બા બાવુમા 71 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 56 રને સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ થયો.

Advertisment

-રાસી વાન ડેર ડુસેને 51 બોલમાં 3 ફોર અને 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-ટેમ્બા બાવુમાએ 64 બોલમાં 4 ફોર અને 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-દક્ષિણ આફ્રિકાએ 17.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રેયાન રિકલ્ટન 12 બોલમાં 4 ફોર સાથે 17 રન બનાવી હેનરીની ઓવરમાં કેચ આઉટ થયો.

આ પણ વાંચો - કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો

ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ

-દક્ષિણ આફ્રિકા તરફથી એનગિડીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. રબાડાએ 2 અને મુલ્ડરે 1 વિકેટ ઝડપી.

-ગ્લેન ફિલિપ્સના 27 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે અણનમ 49 રન.

-માઈકલ બ્રેસવેલ 12 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી આઉટ.

-ડેરીલ મિશેલ 37 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 49 રને એનગિડીની ઓવરમાં કેચ આઉટ થયો.

-ન્યૂઝીલેન્ડે 45.3 ઓવરમાં 300 રન પુરા કર્યા.

-ટોમ લાથમ 5 બોલમાં 4 રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.

-કેન વિલિયમ્સન 94 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 102 રને મુલ્ડરનો શિકાર બન્યો.

-કેન વિલિયમ્સને 91 બોલમાં 10 ફોર અને 2 સિક્સરની મદદથી સદી ફટકારી.

-રચિન રવિન્દ્ર 101 બોલમાં 13 ફોર અને 1 સિક્સર સાથે 108 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.

-ન્યૂઝીલેન્ડે 32 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-કેન વિલિયમ્સને 61 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

-ન્યૂઝીલેન્ડે 17.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રચિન રવિન્દ્રએ 47 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી.

-વિલ યંગ 23 બોલમાં 3 ફોર સાથે 21 રને એનગિડીની ઓવરમાં કેચ આઉટ થયો.

-ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

દક્ષિણ આફ્રિકા : ટેમ્બા બાવુમા (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુનગી એનગિડી.

ન્યૂઝીલેન્ડ : વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમ્સન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમિસન, વિલિયમ ઓ’રોર્ક.

સ્પોર્ટ્સ