ICC Corruption Case : ICCનો 3 ભારતીય સહિત 8 સામે ભ્રષ્ટાચારનો આરોપ , બાંગ્લાદેશના પૂર્વ બેટ્સમેન અને પુણે ડેવિલ્સના માલિકને સસ્પેન્ડ કરાયા

ICC Charges corruption case Abu Dhabi T10 league : આઇસીસી એ કહ્યું કે, 'આ આરોપો 2021 અબુ ધાબી T10 ક્રિકેટ લીગ અને તે ટૂર્નામેન્ટમાં મેચોમાં ભ્રષ્ટાચાર- ફિક્સિંગ કરવાના પ્રયાસ સાથે સંબંધિત છે. જોકે, આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા

ICC Charges corruption case Abu Dhabi T10 league : આઇસીસી એ કહ્યું કે, 'આ આરોપો 2021 અબુ ધાબી T10 ક્રિકેટ લીગ અને તે ટૂર્નામેન્ટમાં મેચોમાં ભ્રષ્ટાચાર- ફિક્સિંગ કરવાના પ્રયાસ સાથે સંબંધિત છે. જોકે, આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ICC | ICC Corruption Case | Cricket news | Abu Dhabi T10 league | Sports news

આઇસીસી એ અબુ ધાબી ટી10 લીગની 2021 સિરીઝ દરમિયાન 3 ભારતીયો સહિત 8 વ્યક્તિઓ ભ્રષ્ટાચારનો આરોપ મૂકો છે. (Photo : icc-cricket.com)

ICC Charges corruption case Abu Dhabi T10 league : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અમીરાત T10 લીગની 2021 સિરીઝ દરમિયાન ભ્રષ્ટાચારના વિવિધ કેસોમાં ખેલાડીઓ, અધિકારીઓ અને 2 સહ-ટીમ માલિકો પરાગ સંઘવી અને કૃષ્ણ કુમાર ચૌધરી સહિત 8 લોકો પર આરોપ મૂક્યા છે. આ આરોપીઓમાં ત્રણ ભારતીય છે. પરાગ સંઘવી અને કૃષ્ણ કુમાર ચૌધરી ભારતીય ટીમ પુણે ડેવિલ્સના સહ-માલિક હતા.

Advertisment

ICCએ ક્યા ભારતીયો પર ભ્રષ્ટાચારનો આરોપ

આ સિરીઝમાં પુણે ડેવિલ્સના ખેલાડીમાંથી એક, બાંગ્લાદેશના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન નાસિર હુસૈન પર પણ લીગના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રીજા ભારતીય સંદીપ ધિલ્લોન છે. કૃષ્ણ કુમાર ચૌધરી પર કલમ 2.4.5, કલમ 2.4.6, કલમ 2.4.7 અને પરાગ સંધવી પર કલમ 2.2.1, કલમ 2.4.6 અને સની ધિલ્લોન પર કલમ 2.1.1, કલમ 2.4.4, કલમ 2.4.6ના ઉલ્લંઘનનો આરોપ છે.

2021 અબુ ધાબી T10 ક્રિકેટ લીગમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ

આઇસીસી એ કહ્યું કે, 'આ આરોપો 2021 અબુ ધાબી T10 ક્રિકેટ લીગ અને તે ટૂર્નામેન્ટમાં મેચોમાં ભ્રષ્ટાચાર- ફિક્સિંગ કરવાના પ્રયાસ સાથે સંબંધિત છે. જોકે, આ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ECBએ આ ટૂર્નામેન્ટ માટે આઇસીસીને ડેઝિગ્નેટેડ એન્ટી કરપ્શન ઓફિસર (DACO) તરીકે નિયુક્ત કર્યા હતા. આમ આ આરોપો ECB તરફથી મૂકવામાં આવી રહ્યા છે.

પરાગ સંઘવી, કૃષ્ણ કુમાર ચૌધરી અને સંદીપ ધિલ્લોન પર શું આરોપ છે?

પરાગ સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પાસાઓ પર સટ્ટો લગાવવાનો અને તપાસ એજન્સીને સહકાર ન આપવાનો આરોપ છે. કૃષ્ણ કુમાર ચૌધરી પર DACO થી બાબતો છુપાવવાનો આરોપ છે જ્યારે ધિલ્લોન પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. બાંગ્લાદેશ માટે 19 ટેસ્ટ અને 65 વન-ડે રમી ચૂકેલા નાસિર પર ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીને 750 ડોલરથી વધુની ભેટની માહિતી જાહેર ન કરવાનો આરોપ છે.

Advertisment

આ પણ વાંચો | ભારત – ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની ઘોષણા, જાણો ભારતીય ક્રિકેટ ટીમમાં કોને કોને સ્થાન મળ્યું

આઇસીસી દ્વારા અન્ય વ્યક્તિઓ જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં બેટિંગ કોચ અઝહર ઝૈદી, યુએઈના સ્થાનિક ખેલાડીઓ રિઝવાન જાવેદ અને સાલિયા સમન અને ટીમ મેનેજર શાદાબ અહેમદનો સમાવેશ થાય છે. ત્રણ ભારતીયો સહિત 5 લોકોને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપોનો જવાબ આપવા માટે આ વ્યક્તિઓને મંગળવારથી 19 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આઇસીસી ક્રિકેટ સ્પોર્ટ્સ