વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ ફટકારી છે સૌથી વધારે અડધી સદી, નામ સાંભળીને ચોંકી જશો

World Cup 2023 Most Fifties : વર્લ્ડ કપ 2023માં બધી ટીમો 6-6 મેચો રમી ચુકી છે. હવે બધી ટીમોએ 3 મેચ રમવાની બાકી છે. હાલના તબક્કામાં જોઇએ તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદાર છે

World Cup 2023 Most Fifties : વર્લ્ડ કપ 2023માં બધી ટીમો 6-6 મેચો રમી ચુકી છે. હવે બધી ટીમોએ 3 મેચ રમવાની બાકી છે. હાલના તબક્કામાં જોઇએ તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદાર છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World Cup 2023 | World Cup

વન-ડે વર્લ્ડ કપ 2023 (Twitter/ICC Cricket World Cup)

World Cup 2023 Most Fifties : વર્લ્ડ કપ 2023માં બધી ટીમો 6-6 મેચો રમી ચુકી છે. હવે બધી ટીમોએ 3 મેચ રમવાની બાકી છે. હાલના તબક્કામાં જોઇએ તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદાર છે. 6 મેચો બાદ સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે શ્રીલંકાના પાથુમ નિશાંકાએ વિરાટ કોહલી, માર્કરામ અને બાબર આઝમને પાછળ રાખી દીધા છે.

Advertisment

પાથુમ નિશાંકાએ સૌથી વધારે 4 અડધી સદી ફટકારી

શ્રીલંકાના પાથુમ નિશાંકાએ 6 મેચમાં સૌથી વધારે 4 અડધી સદી ફટકારી છે. તેણે 57.80ની એવરેજથી 289 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર અણનમ 77 રન છે. તેણે 36 ફોર અને 3 સિક્સર ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ બીજા ક્રમે છે. તેણે 3 અડધી સદી ફટકારી છે. તેણે એક સદી પણ ફટકારી છે. વિરાટ કોહલી અને બાબર આઝમે પણ 3 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો - વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા છે સિક્સર કિંગ, જાણો ટોપ-10માં કોણ-કોણ છે સામેલ

વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે અડધી સદી ફટકારનાર પ્લેયર્સ

ક્રમપ્લેયર્સદેશમેચઅડધી સદી
1પાથુમ નિશાંકાશ્રીલંકા64
2એડન માર્કરામદક્ષિણ આફ્રિકા63
3વિરાટ કોહલીભારત63
4બાબર આઝમપાકિસ્તાન63
5ટોમ લથામન્યૂઝીલેન્ડ62
6ડેરેલ મિચેલન્યૂઝીલેન્ડ62
7અબ્દુલ્લા શફીકપાકિસ્તાન52
8અઝમતુલ્લાહ ઓમરજાઇઅફઘાનિસ્તાન62
9વિલી યંગન્યૂઝીલેન્ડ52
10રચિન રવિન્દ્રન્યૂઝીલેન્ડ62
Advertisment

વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે સદી ફટકારનાર પ્લેયર્સ

વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે સદી ફટકારનાર પ્લેયર્સની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટોન ડી કોક 3 સદી સાથે નંબર વન છે. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર અને ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર 2-2 સદી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. આ યાદીમાં ભારતના બે ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા સામેલ છે. બન્નેએ એક-એક સદી ફટકારી છે.

World Cup 2023 ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ