/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Narendra-Modi-Stadium-1.jpg)
વન ડે વર્લ્ડ કપ 2023 - અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (ફાઇલ ફોટો)
ODI World Cup 2023 Schedule : આઈસીસી વન-ડે વર્લ્ડ કપ-2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કિકેટ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019ની વર્લ્ડકપ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. વર્લ્ડ કપની મેચો 10 સ્થળો પર રમાશે. મેજબાન ભારત પોતાના અભિયાનની શરુઆત 8 ઓક્ટોબરથી ચેન્નઇમાં પાંચ વખતની વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી કરશે.
ક્રિકેટ વર્લ્ડ કપની મેચો અમદાવાદ, બેંગ્લુરુ, મુંબઈ, ચેન્નઇ, દિલ્હી, લખનઉ, હૈદરાબાદ, કોલકાત્તા, પૂણે અને ધર્મશાળામાં મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 5 મેચ રમાશે. જેમાં ઓપનિંગ મેચ અને ફાઇનલનો પણ સમાવેશ થાય છે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચનો કાર્યક્રમ
5 ઓક્ટોબર - ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ
15 ઓક્ટોબર - ભારત વિ. પાકિસ્તાન
4 નવેમ્બર - ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા
10 નવેમ્બર - દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન
19 નવેમ્બર - ફાઇનલ
આ પણ વાંચો - 46 દિવસ સુધી ચાલશે ટૂર્નામેન્ટ, જુઓ વર્લ્ડ કપનો કાર્યક્રમ
ક્રિકેટ વન ડે વર્લ્ડ કપમાં ભારત કોની સામે રમશે
ભારત – ઓસ્ટ્રેલિયા – 8 ઓક્ટોબર, ચેન્નઈ
ભારત – અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત – પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત – બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પૂણે
ભારત – ન્યૂઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાળા
ભારત – ઇંગ્લેન્ડ- 29 ઓક્ટોબર, લખનઉ
ભારત – ક્લોલિફાયર – 2 નવેમ્બર, મુંબઈ
ભારત – સાઉથ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાત્તા
ભારત – ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગ્લુરુ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us