T20 World Cup 2022: ટી-20 વર્લ્ડ કપમાં કઇ-કઇ ટીમ બની છે ચેમ્પિયન, જાણો રસપ્રદ ફેક્ટ

T20 World Cup 2022: ટી-20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે

T20 World Cup 2022: ટી-20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

આ ટી-20 વર્લ્ડ કપની આઠમી સિઝન છે

ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ ટી-20 વર્લ્ડ કપની આઠમી સિઝન છે. સૌ પ્રથમ 2007માં દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ રમાડવામાં આવ્યો હતો. તમને અહીં અત્યાર સુધીના બધા જ ટી-20 વર્લ્ડ કપ વિશે જણાવી રહ્યા છીએ. જેમાં કોણ ચેમ્પિયન બન્યું હતું અને ફાઇનલમાં કેટલો સ્કોર થયો હતો.

Advertisment

ટી-20 વર્લ્ડ કપ 2007

સૌ પ્રથમ 2007માં દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ રમાડવામાં આવ્યો હતો. જેમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારતની યુવા ટીમ ચેમ્પિયન બની હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતનો 5 રને વિજય થયો હતો.

ટી-20 વર્લ્ડ કપ 2009

2009માં ઇંગ્લેન્ડમાં બીજા ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 138 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. પાકિસ્તાનનો 8 વિકેટે વિજય થયો હતો.

ટી-20 વર્લ્ડ કપ 2010

2010માં વેસ્ટ ઇન્ડીઝમાં વર્લ્ડ કપ યોજાયો હતો. ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ટકરાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 147 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 17 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 148 રન બનાવી લીધા હતા. ઇંગ્લેન્ડનો 7 વિકેટે વિજય થયો હતો.

Advertisment

ટી-20 વર્લ્ડ કપ 2012

2012માં શ્રીલંકામાં વર્લ્ડ કપ યોજાયો હતો. ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાની ટીમ ટકરાઇ હતી. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 18.4 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. વેસ્ટ ઇન્ડીઝનો 36 રને વિજય થયો હતો.

ટી-20 વર્લ્ડ કપ 2014

2014માં બાંગ્લાદેશમાં વર્લ્ડ કપ યોજાયો હતો. ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમ ટકરાઇ હતી. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 17.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. શ્રીલંકાનો 6 વિકેટે વિજય થયો હતો.

ટી-20 વર્લ્ડ કપ 2016

2016માં ભારતમાં વર્લ્ડ કપ યોજાયો હતો. ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડની ટીમ ટકરાઇ હતી. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝનો 4 વિકેટે વિજય થયો હતો.

ટી-20 વર્લ્ડ કપ 2021

2021માં દુબઈમાં વર્લ્ડ કપ યોજાયો હતો. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાઇ હતી. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ઓસ્ટ્રેલિયાનો 8 વિકેટે વિજય થયો હતો.

સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ