Under 19 World Cup 2026, IND vs AFG Semi Final : એરોન જ્યોર્જની સદી , ભારતનો અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પ્રવેશ

Under 19 World Cup 2026 IND U19 vs AFG U19 2nd Semi Final : એરોન જ્યોર્જની સદી (115), વૈભવ સૂર્યવંશી (68) અને આયુષ મ્હાત્રેની (62) અડધી સદીની મદદથી ભારતે અંડર 19 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો. ભારત હવે ફાઇનલમાં 6 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાશે

Under 19 World Cup 2026 IND U19 vs AFG U19 2nd Semi Final : એરોન જ્યોર્જની સદી (115), વૈભવ સૂર્યવંશી (68) અને આયુષ મ્હાત્રેની (62) અડધી સદીની મદદથી ભારતે અંડર 19 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો. ભારત હવે ફાઇનલમાં 6 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Under 19 World Cup 2026, IND vs AFG Semi Final Live

IND U19 vs AFG U19 2nd Semi Final Live Cricket Score : અંડર 19 વર્લ્ડ કપ 2026, ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ

Under 19 World Cup 2026 India vs Afghanistan 2nd Semi Final Cricket Score :  એરોન જ્યોર્જની સદી (115), વૈભવ સૂર્યવંશી (68) અને આયુષ મ્હાત્રેની (62) અડધી સદીની મદદથી ભારતે અંડર 19 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટે 310 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.1 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત હવે ફાઇનલમાં 6 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 

Advertisment
  • Feb 04, 2026 20:12 IST

    એરોન જ્યોર્જ 115 રને આઉટ

    એરોન જ્યોર્જ 104 બોલમાં 15 ફોર અને 2 સિક્સર સાથે 115 રને કેચ આઉટ થયો. ભારતે 300 રને ત્રીજી વિકેટ ગુમાવી. ભારતે 39.3 ઓવરમાં 300 રન પુરા કર્યા છે.



  • Feb 04, 2026 19:28 IST

    આયુષ મ્હાત્રે 62 રને આઉટ

    આયુષ મ્હાત્રે 59 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે 62 રને ઓમપઝાઇની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 202 રને બીજી વિકેટ ગુમાવી.



  • Advertisment
  • Feb 04, 2026 19:00 IST

    ભારત 200 રનને પાર

    ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી, આરોન જ્યોર્જ અને આયુષ મ્હાત્રે ની ધમાકેદાર બેટિંગને પગલે ભારતે 25 ઓવરમાં 200 રનનો આંકડો પાર કર્યો છે. વૈભવ 68 રન બનાવી આઉટ થયો છે. જ્યારે આરોન 64 રને અને મ્હાત્રે 60 રને મેદાનમાં છે. 25 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટ પર 201 રન છે. 



  • Feb 04, 2026 18:51 IST

    આયુષ મ્હાત્રે એ પણ ફિફ્ટી ફટકારી

    ભારતીય અંડર 19 ટીમના યુવા કેપ્ટન આયુષ મ્હાત્રે સ્ફોટક બેટીંગ કરતાં 43 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે પોતાની ફિફ્ટી પુરી કરી છે. અફઘાનિસ્તાન સામેની આ સેમીફાઇનલ મેચમાં ભારત તરફથી આ ત્રીજી ફિફ્ટી છે. આયુષ મ્હાત્રે, વૈભવ અને આરોન જ્યોર્જે ફિફ્ટી કરી છે. 



  • Feb 04, 2026 18:42 IST

    Aaron George: આરોન જ્યોર્જ એ ફટકારી ફિફ્ટી

    અફઘાનિસ્તાને આપેલ 311 રનના ટારગેટનો પીછો કરતાં ભારત તરફથી બીજી ફિફ્ટી નોંધાઇ છે. વૈભવ બાદ આરોન જ્યોર્જ એ પણ ફિફ્ટી ફટકારી છે. આરોન જ્યોર્જ 52 બોલમાં 8 ફોર અને 1 સિક્સ સાથે 51 રન કર્યા છે.



  • Feb 04, 2026 18:39 IST

    ભારત સ્કોર: 20 ઓવર 1 વિકેટ 163 રન

    ભારતે 20 ઓવરના અંતે 1 વિકેટ પર 163 રન બનાવ્યા છે. આરોન જ્યોર્જ અને આયુષ મ્હાત્રે બંને 46 -46 રનના સ્કોર પર મેદાનમાં છે. બંને પોતાની ફિફ્ટી તરફ આગળ વધી રહ્યા છે. 



  • Feb 04, 2026 18:18 IST

    ભારત સ્કોર 15 ઓવર 128 રન

    ભારતનો સ્કોર 15 ઓવર બાદ 1 વિકેટ પર 128 રન છે. આરોન જ્યોર્જ 36 રને અને આયુષ મ્હાત્રે 22 રને મેદાનમાં છે.



  • Feb 04, 2026 17:57 IST

    વૈભવ સૂર્યવંશી 68 રને આઉટ

    વૈભવ સૂર્યવંશી સ્ફોટક ઇનિંગ રમી 68 રને કેચ આઉટ થયો. તેણે 33 બોલમાં 9 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. વૈભવ આઉટ થતાં આયુષ મ્હાત્રે મેદાનમાં આવ્યો છે. ભારતનો સ્કોર 10.3 ઓવરમાં 1 વિકેટ પર 92 રન છે. 



  • Feb 04, 2026 17:41 IST

    વૈભવ સૂર્યવંશીએ ફટકારી ફિફ્ટી

    ભારતીય સ્ફોટક યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર સ્ફોટક બેટિંગનો પરચો આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી મળેલા મોટા ટારગેટ સામે બેટિંગ કરતાં માત્ર 24 બોલમાં 7 ફોર અને 3 સિક્સ સાથે 52 રન બનાવી રમતમાં છે. ભારતનો સ્કોર 8 ઓવરમાં વિના વિકેટ 75 રન છે. વૈભવ અને આરોન મેદાનમાં છે.  



  • Feb 04, 2026 17:31 IST

    ભારત સ્કોર: 40 રન 5 ઓવર

    અફઘાનિસ્તાન તરફથી મળેલા 311 રનના ટારગેટ સામે ભારતીય ઓપનર આરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતર્યા છે. 5 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 36 રન છે. આરોન જ્યોર્જ 12 રને અને વૈભવ 26 રને મેદાનમાં છે. 



  • Feb 04, 2026 16:46 IST

    અફઘાનિસ્તાને ભારતને આપ્યો 311 નો ટારગેટ

    અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ પર 310 રન બનાવી ભારતને મોટો ટારગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી ફૈઝલ ખાન બાદ ઉઝેરુલ્લાહે પણ સદી ફટકારી. ઉઝેરુલ્લાહ 86 બોલમાં 12 ફોર અને 2 સિક્સ સાથે 101 રન બનાવી અણનમ રહ્યો.



  • Feb 04, 2026 15:56 IST

    ફૈઝલ શિનોઝાદાની સદી

    ફૈઝલ શિનોઝાદાએ શાનદાર બેટિંગ કરતા 86 બોલમાં 14 ફોર સાથે સદી ફટકારી. ફૈઝલ અને ઉઝેરુલ્લાહે ત્રીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવી દીધી છે.



  • Feb 04, 2026 15:47 IST

    અફઘાનિસ્તાન સ્કોર: 200 રન 2 વિકેટ

    અફઘાનિસ્તાન ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ટીમે 2 વિકેટ ગુમાવી દીધી છે પરંતુ ફૈઝલ અને ઉઝેરુલ્લાહે બાજી સંભાળી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. 40.2 ઓવરના અંતે ટીમનો સ્કોર 2 વિકેટ પર 201 રન છે. ફૈઝલ ખાન 79 બોલમાં 13 ફોર સાથે 91 રન બનાવી તેમજ ઉઝેરુલ્લાહ 54 બોલમાં 4 ફોર સાથે 32 રને રમતમાં છે. 



  • Feb 04, 2026 15:26 IST

    અફઘાનિસ્તાન મજબૂત સ્થિતિમાં, સ્કોર 170 રન 2 વિકેટ

    અફઘાનિસ્તાન બંને ઓપનર આઉટ થયા છે પરંતુ ફૈઝલ ખાન અને ઉઝેરુલ્લાહની જોડી ભારતીય બોલરોને પરેશાન કરી રહી છે. 35 ઓવરના અંતે ટીમનો સ્કોર 2 વિકેટ પર 170 રન છે. જ્યારે ફૈઝલ ખાન 71 રને અને ઉઝેરુલ્લાહ 22 રન પર રમતમાં છે. 



  • Feb 04, 2026 15:04 IST

    અફઘાનિસ્તાન સ્કોર : 30 ઓવર 2 વિકેટ 145 રન

    અફઘાનિસ્તાન બેટ્સમેનો ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે. ટીમે 30 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 145 રનનો સ્કોર કર્યો છે. ફૈઝલ ખાન 57 રને અને ઉઝેરુલ્લાહ નિઝાઇ 11 રને મેદાનમાં છે. 



  • Feb 04, 2026 14:57 IST

    ફૈઝલ ખાને ફટકારી ફિફ્ટી

    અફઘાનિસ્તાન બેટ્સમેન ફૈઝલ ખાને ટી20 વર્લ્ડ કપમાં પોતાની ફિફ્ટી પુરી કરી છે. ભારતીય બોલરો માટે તે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ફૈઝલ ખાન 52 બોલમાં 8 ફોર સાથે 57 રન બનાવી રમતમાં છે. અફઘાનિસ્તાનનો સ્કોર 29 ઓવરમાં 2 વિકેટ પર 140 રન છે. 



  • Feb 04, 2026 14:43 IST

    અફઘાનિસ્તાનની બીજી વિકેટ પડી, ઓસ્માન સદાત આઉટ

    અફઘાનિસ્તાનની બીજી વિકેટ સાથે બંને ઓપનર પવેલિયન ભેગા થયા છે. ઓપનર ઓસ્માન સદાત 39 રન બનાવી આઉટ થયો છે. કનિષ્ક ચૌહાણની બોલિંગમાં દિપેશ દેવેન્દ્રનના હાથમાં કેચ આઉટ થયો. સદાત 70 બોલ રમ્યો જેમાં તેણે 3 ફોર સાથે 39 રન બનાવ્યા. સદાત આઉટ થતાં ઉઝૈરુલ્લાહ નિયાઝ મેદાનમાં આવ્યો છે. હાલમાં અફઘાનિસ્તાનનો સ્કોર 25 ઓવરમાં 2 વિકેટ પર 119 રન છે.



  • Feb 04, 2026 14:28 IST

    અફઘાનિસ્તાન સ્કોર: 94 રન 1 વિકેટ

    અફઘાનિસ્તાને પ્રથમ બેટીંગ લેતાં 20 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 1 વિકેટ પર 94 રન છે. ઓસ્માન સદાત 29 રન પર અને ફૈઝલ ખાન 29 રન પર રમતમાં છે.



  • Feb 04, 2026 14:24 IST

    ખાલિદ અહમદ 31 રન બનાવી આઉટ

    અફઘાનિસ્તાન તરફથી ઓપનિંગ બેટીંગ કરવા આવેલ ખાલિદ અહમદજાઇ 31 રન બનાવી દિપેશ દેવેન્દ્રનની બોલિંગમાં અભિષેક કૂંડુના હાથમાં કેચ આઉટ થયો.



  • Feb 04, 2026 13:40 IST

    અફઘાનિસ્તાન સ્કોર: 34 રન વિના વિકેટ

    અફઘાનિસ્તાન ઓપનર ઓસ્માન સદત અને ખાલિદ રમતને આગળ વધારી રહ્યા છે. 8 ઓવરના અંતે ટીમનો સ્કોર 34 રન પહોંચ્યો છે. જેમાં સદત 14 અને ખાલિદ 20 રને રમતમાં છે. એમ્બ્રીશ અને હેનિલ પટેલે ચાર ચાર ઓવર ફેંકી છે. જેમાં અનુક્રમે 22 અને 12 રન આપ્યા છે. ભારતીય બોલરોને હજુ કોઇ સફળતા મળી નથી.



  • Feb 04, 2026 13:36 IST

    અફઘાનિસ્તાન સ્કોર: 2 ઓવર 10 રન

    હેનિલ પટેલે બીજા છેડેથી બીજી ઓવર ફેંકી. બીજી ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર વિના વિકેટ 10 રન થયો.



  • Feb 04, 2026 13:34 IST

    AFG પ્રથમ ઓવરમાં 6 રન

    ભારતીય બોલર એમ્બ્રીશે નવા બોલ સાથે પ્રથમ ઓવર ફેંકી હતી. જેમાં અફઘાનિસ્તાન અંડર 19 માટે ઉસ્માન સદાત અને ખાલિક અહમદઝાઇ ઓપનરમાં આવ્યા છે. પ્રથમ ઓવરમાં અફઘાનિસ્તાનનો સ્કોર વિના વિકેટ 6 રન થયો



  • Feb 04, 2026 12:44 IST

    અફઘાનિસ્તાને ટોસ જીત્યો, પહેલા બેટિંગ લીધી

    અફઘાનિસ્તાન કેપ્ટન મહેબૂબ ખાને ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે પ્રથમ ફિલ્ડીંગ કરવા અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આજની પીચ સારી દેખાઇ રહી છે. 



  • Feb 04, 2026 12:36 IST

    અફઘાનિસ્તાન યુ-19 ટીમ

    અફઘાનિસ્તાન યુ-19 ટીમ જોઇએ તો ફૈઝલ ખાન, વહિદુલ્લાહ ઝદ્રન, મેહબૂબ ટાસ્કિન, અકિલ ખાન, રોહુલ્લાહ આરબ, ખાલિદ અહમદજાઇ, ઉઝેરુલ્લાહ મીયા ખીલ, નઝીફુલ્લાહ અમીરી, અબ્દુલ અઝીઝ ખાન, નૂરિસ્ટાની ઓમરઝાઇ, ખાતિર સ્ટેનીક્ઝાઇ, સલામ ખાન અહમદજાઇ, ઝુએતુલ્લાહ શાહિન અને ઓસ્માન સદત પૈકી પ્લેઇંગ 11 બની શકે છે. 



  • Feb 04, 2026 12:33 IST

    India U-19 ટીમ

    આજે રમાનાર ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ માટે ઇન્ડિયા યુ-19 ટીમ જોઇએ તો આરોન જ્યોર્જ, વૈભવ સુર્યવંશી, આયુશ મ્હાત્રે, વેદાંત ત્રિવેદી, વિહાન મનોજ મલ્હોત્રા,  અભિગ્યન અભિષેક કૂંડુ, કનિષ્ક ચૌહાન, અંબરિશ આરએસ, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન અને હેનિલ પટેલ



  • Feb 04, 2026 11:53 IST

    IND U19 vs AFG U19 2nd Semi Final Live : ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ

    અંડર -19 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. વિજેતા ટીમ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડે પ્રથમ સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. તેણે 5 માંથી 5 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમે 5 માંથી 4 મેચ જીતી છે.



વૈભવ સૂર્યવંશી ક્રિકેટ સ્પોર્ટ્સ