ICC New Rule In Cricket : આઈસીસી આવતા મહિનાથી કેટલાક નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં હવે વન ડે ફોર્મેટમાં પણ હવે એક જ બોલથી મેચો રમાઈ શકે છે. આઈસીસીએ સદસ્ય દેશોને મોકલેલા પોતાના સંદેશમાં કહ્યું કે વા નિયમો જૂનથી ટેસ્ટ મેચોમાં અને જુલાઈમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે.
નવા નિયમ અંતર્ગત બાઉન્ડ્રી લાઇન પર કેચ તેમજ ડીઆરએસ ક્લોઝ સિવાય કનસશન રિપ્લેશમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવશે. આઈસીસી ટેસ્ટ ક્રિકેટ પછ વન ડે ક્રિકેટને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે એક બોલથી 35થી 50 ઓવર સુધી બોલિંગ થશે, જેથી જૂના બોલથી બોલરોને રિવર્સ સ્વિંગ મળી શકે.
વન ડેમાંથી હવે બીજો બોલ દૂર કરવાની વાત ચાલી રહી
વન ડેમાંથી હવે બીજો બોલ દૂર કરવાની વાત ચાલી રહી છે. હાલ વન ડેમાં એક ઈનિંગમાં બે બોલનો ઉપયોગ થાય છે, પરંતુ સુધારેલા નિયમ પ્રમાણે હવે વન ડેની શરુઆત 2 બોલથી થશે, પણ મેચ ખતમ એક બોલથી થશે.
ક્રિકબઝના મતે હવે વન-ડે ક્રિકેટમાં 1થી 34 ઓવરના ગાળામાં બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ 34 ઓવર પૂરી થયા બાદ એટલે કે 35મી ઓવર શરૂ થયા પહેલા બોલિંગ ટીમ 35થી 50 ઓવર માટે ઉપયોગમાં લેવાયેલા બે બોલમાંથી એક બોલની પસંદગી કરશે. પસંદ કરેલા બોલનો ઉપયોગ મેચના બાકીના ભાગ માટે બંને છેડા પર કરવામાં આવશે. સિવાય કે તેને બદલવાની જરૂર હોય તો.
મેચ રેફરીને પાંચ કનકશનના વિકલ્પના નામ આપવાના રહેશે
વન ડેમાં જો કોઈ મેચ 25 ઓવર કે તેથી ઓછી (વરસાદની સ્થિતિમાં) હોય તો આ મેચમાં માત્ર એક જ નવા બોલનો ઉપયોગ કરવામાં આવશે. કનકશન નિયમોમાં પણ કેટલાક સુધારા કરવામાં આવશે. રમનાર ટીમોએ મેચ શરૂ થાય તે પહેલા મેચ રેફરીને પાંચ કનકશનના વિકલ્પના નામ આપવાના રહેશે. ટીમોએ વિકેટકિપર, બેટ્સમેન, સીમ બોલર, સ્પિનર અને ઓલરાઉન્ડરનું નામ લેવું પડશે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 ક્વોલિફાયર-2, પંજાબ વિ મુંબઈ વચ્ચે ફાઇનલમાં પહોંચવા જંગ
આઈસીસીએ કહ્યું કે અપવાદરૂપ સંજોગોમાં જ્યારે ખેલાડીને ઈજા થાય છે અને તેને બદલવાની જરૂર પડે છે, ત્યારે મેચ રેફરી પરિસ્થિતિનો સામનો કરશે અને પાંચ નિયુક્ત રિપ્લેસમેન્ટ ખેલાડીઓમાંથી એકને બદલવાનું વિચારશે. આ સ્થિતિમાં, સમાન પ્રોટોકોલ હાલના પ્રોટોકોલને લાગુ પડશે.
આઇસીસીની રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે બાઉન્ડ્રી લાઇન કેચ અને ડીઆરએસ પ્રોટોકોલમાં નિયમમાં ફેરફારની જાણ પછીથી કરવામાં આવશે. હાલના નિયમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલને લાગુ પડશે, જે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લોર્ડ્સમાં 11 જૂનથી શરૂ થશે. આ ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે તારીખ 2 જુલાઈથી શરુ થઈ રહેલી ક્રિકેટ સિરિઝની સાથે જ વન ડે ના નવા નિયમની શરુઆત થશે.