વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ

World Cup 2023 Team India Schedule : ભારત પોતાના વર્લ્ડ કપના અભિયાનની શરુઆત 8 ઓક્ટોબરથી ચેન્નઇમાં પાંચ વખતની વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી કરશે, ભારત લીગ સ્ટેજમાં કુલ 9 મેચો રમશે

Written by Ashish Goyal
Updated : September 05, 2023 16:21 IST
વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ
World Cup 2023 Team India Schedule : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ (તસવીર - ટ્વિટર)

ODI World Cup 2023 Schedule : આઈસીસી વન-ડે વર્લ્ડ કપ-2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કિકેટ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019ની વર્લ્ડકપ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. વર્લ્ડ કપની મેચો 10 સ્થળો પર રમાશે. ભારત વર્લ્ડ કપની મેચ ક્યાં રમશે અને કોની સામે રમશે તે વિશે જાણકારી આપી રહ્યા છીએ.

8 ઓક્ટોબરથી ભારતના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત

યજમાન ભારત પોતાના વર્લ્ડ કપના અભિયાનની શરુઆત 8 ઓક્ટોબરથી ચેન્નઇમાં પાંચ વખતની વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી કરશે. ભારત લીગ સ્ટેજમાં કુલ 9 મેચો રમશે. અંતિમ લીગ મેચ ભારત 11 નવેમ્બરના રોજ ક્વોલિફાયર-1 સામે રમશે.

વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો

8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી15 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. ક્લોલિફાયર- 2, મુંબઈ5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા11 નવેમ્બર, ભારત વિ. ક્વોલિફાયર – 1, બેંગ્લુરુ

World Cup 2023 | ICC One Day Cricket Cup 2023 | Sports News In Gujarati
વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની મેચો

આ પણ વાંચો – વનડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 46 દિવસ સુધી ચાલશે ટૂર્નામેન્ટ

10 સ્થળો પર રમાશે મેચ

ક્રિકેટ વર્લ્ડ કપની મેચો અમદાવાદ, બેંગ્લુરુ, મુંબઈ, ચેન્નઇ, દિલ્હી, લખનઉ, હૈદરાબાદ, કોલકાત્તા, પૂણે અને ધર્મશાળામાં મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 5 મેચ રમાશે. જેમાં ઓપનિંગ મેચ અને ફાઇનલનો પણ સમાવેશ થાય છે. સેમિ ફાઇનલ મુંબઈ અને કોલકાતામાં રમાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 મેચો રમાશે

5 ઓક્ટોબર – ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ15 ઓક્ટોબર – ભારત વિ. પાકિસ્તાન4 નવેમ્બર – ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા10 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન19 નવેમ્બર – ફાઇનલ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ