/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/team-india-1-1.jpg)
ભારતીય પ્લેયર્સ (તસવીર - બીસીસીઆઈ)
ICC ODI Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ICC એ નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી જેમાં પાકિસ્તાનની ટીમ નીચે સરકી ગઈ છે. ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં હારને કારણે પાકિસ્તાનને આ હાર સહન કરવી પડી હતી. એટલું જ નહીં આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમને ફાયદો થયો અને બીજા સ્થાને પહોંચી ગઈ. જ્યારે બધી ભારતીય ક્રિકેટ ટીમ ટોચ ઉપર છે.
પાકિસ્તાન ત્રીજા સ્થાને છે
ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે 5 વિકેટથી પરાજય બાદ પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકાના હાથે 2 મેચની વનડે શ્રેણીમાં 0-2થી હારી ગઈ હોવા છતાં, આ ટીમ રેન્કિંગમાં બીજા સ્થાને આવી હતી.
તાજેતરની રેન્કિંગ અનુસાર પાકિસ્તાનના હવે 107 રેટિંગ પોઈન્ટ છે જ્યારે ઓસ્ટ્રેલિયાના 110 રેટિંગ પોઈન્ટ છે. આ સિવાય ત્રિકોણીય શ્રેણીમાં તમામ મેચ જીતનાર ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે અને તેના 105 રેટિંગ પોઈન્ટ છે.
ભારતીય ટીમ પ્રથમ સ્થાને છે
ICC ODI રેન્કિંગમાં ભારતીય ટીમનો દબદબો યથાવત છે અને ટીમ ઈન્ડિયા લાંબા સમયથી નંબર વન પર છે. ટીમ ઈન્ડિયાના હાલમાં 119 રેટિંગ પોઈન્ટ છે અને તેમને નંબર વન પરથી હટાવવા કોઈ પણ ટીમ માટે આસાન લાગતું નથી.
રેટિંગ ટેબલ
| ક્રમ | ક્રિકેટ ટીમ | રેટિંગ પોઈન્ટ |
| 1 | ભારત | 119 |
| 2 | ઓસ્ટ્રેલિયા | 110 |
| 3 | પાકિસ્તાન | 107 |
| 4 | ન્યૂઝીલેન્ડ | 105 |
| 5 | સાઉથ આફ્રિકા | 100 |
| 6 | શ્રીલંકા | 99 |
| 7 | ઈંગ્લેન્ડ | 92 |
| 8 | અફઘાનિસ્તાન | 86 |
| 9 | બાંગ્લાદેશ | 81 |
આ પણ વાંચોઃ-આઈપીએલ 2025 : પ્રશંસકો હવે મોબાઇલ પર મફતમાં આઈપીએલ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ નહીં જોઇ શકે, જાણો કેમ
ભારત સિવાય દક્ષિણ આફ્રિકા તાજેતરની ODI રેન્કિંગમાં 5માં નંબરે છે જેના 100 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા પાકિસ્તાનમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની એકપણ મેચ જીતી શક્યું નથી અને આ ટીમ ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઈ હતી. પોતાની ધરતી પર 2-0ની વનડે શ્રેણીમાં કાંગારૂ ટીમનો ક્લીન સ્વીપ કરનાર શ્રીલંકાની ટીમ 99 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ 7મા, બાંગ્લાદેશ 8મા અને અફઘાનિસ્તાન 9મા ક્રમે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us