એશિયા કપનો કાર્યક્રમ જાહેર થતા જ પીસીબીએ ફસાવ્યો પેંચ, કહ્યું - વર્લ્ડ કપમાં ભારત આવવાની ગેરંટી આપી શકીએ નહીં

World Cup 2023 : પીસીબીના ચેરમેન નજમ સેઠીએ કહ્યું કે અમને પૂછવાનો કોઈ અર્થ નથી કે શું અમે અમદાવાદમાં રમીશું. પહેલા એ નક્કી થશે કે અમે જઈ રહ્યા છીએ કે નહીં, આ અમારી સરકાર નક્કી કરશે

World Cup 2023 : પીસીબીના ચેરમેન નજમ સેઠીએ કહ્યું કે અમને પૂછવાનો કોઈ અર્થ નથી કે શું અમે અમદાવાદમાં રમીશું. પહેલા એ નક્કી થશે કે અમે જઈ રહ્યા છીએ કે નહીં, આ અમારી સરકાર નક્કી કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ICC ODI World Cup 2023, Najam Sethi

નજમ સેઠીના જણાવ્યા અનુસાર કાર્યક્રમને રિલીઝ કરવામાં વિલંબ થઈ શકે છે કારણ કે પીસીબીને જવાબ આપવા માટે વધુ સમયની જરૂર છે (Twitter/Pakistan Cricket)

ICC ODI World Cup 2023 : એશિયા કપનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસી વન ડે વર્લ્ડ કપમાં ભાગ લેવા પેંચ ફસાવ્યો છે. ઇએસપીએનક્રિકઇન્ફોના મતે ચાલુ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી તેમના દેશની સરકારની મંજૂરી પર આધાર છે. ઇએસપીએનક્રિકઇન્ફોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના અધ્યક્ષ નજમ સેઠીના હવાલાથી લખ્યું કે બોર્ડે આ વર્ષે વન ડે વર્લ્ડ કપ માટે ડ્રાફ્ટ શેડ્યૂલ જાહેર કર્યા પછી આઇસીસીને પત્ર લખ્યો છે કે તે ફિક્ચર લિસ્ટને એકપક્ષીય રીતે મંજૂરી આપી શકે નહીં.

Advertisment

નજમ સેઠીએ કહ્યું કે અમે આઈસીસીને પત્ર લખ્યો છે કે અમે વર્લ્ડ કપના કાર્યક્રમને મંજૂર કે નકારી શકીએ નહીં. આ નક્કી કરવાનું કામ અમારી સરકારનું છે. તેમણે જ નિર્ણય કરવાનો છે. જ્યારે ભારતની વાત આવે ત્યારે તેમની સરકાર નક્કી કરે છે કે ક્યારે રમશે.

નજમ સેઠીએ કહ્યું કે અમને પૂછવાનો કોઈ અર્થ નથી કે શું અમે અમદાવાદમાં રમીશું. પહેલા એ નક્કી થશે કે અમે જઈ રહ્યા છીએ કે નહીં, પછી સરકાર નક્કી કરશે કે અમે ક્યાં જઈએ. અમારો નિર્ણય આ બે મહત્વપૂર્ણ શરતો પર નિર્ભર રહેશે.

પાકિસ્તાને 2016 પછી ભારતનો પ્રવાસ કર્યો નથી

ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર વનડે વર્લ્ડ કપ 2023 પાંચ ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે યોજાવાની છે. લીગ સ્ટેજ દરમિયાન પાકિસ્તાનને પાંચ સ્થળો પર રમવાનું છે. પાકિસ્તાને 2016ના ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતનો પ્રવાસ ખેડયો નથી. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે સંકેત આપ્યા હતા કે લંડનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, પરંતુ કાર્યક્રમ જાહેર થયો નથી.

Advertisment

આ પણ વાંચો - વન-ડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ લીક! જાણો ક્યારે રમાશે ભારતની મેચો

નજમ સેઠીના જણાવ્યા અનુસાર કાર્યક્રમને રિલીઝ કરવામાં વિલંબ થઈ શકે છે કારણ કે પીસીબીને જવાબ આપવા માટે વધુ સમયની જરૂર છે. આઇસીસીએ ભાગ લેનારા તમામ દેશોના બોર્ડ અને બ્રોડકાસ્ટર્સ સાથે મળીને વર્લ્ડ કપના પ્રવાસના કાર્યક્રમ અંગે અભિપ્રાય માગ્યો હતો. બીસીસીઆઇ કાર્યક્રમની જાહેરાત કરવાની તૈયારીમાં જ હતું પણ અમે તેમને કહ્યું હતુ કે સરકારની મંજૂરી વિના અમે તેની પુષ્ટિ કરી શકીએ તેમ નથી.

2016માં પીસીબીએ પાકિસ્તાન સરકાર પાસેથી મંજૂરી લીધી હતી

પાકિસ્તાન સરકાર તેમને ક્યારે જવાબ આપશે તે અંગે નજમ સેઠીએ કોઈ સમયમર્યાદા આપી ન હતી. આ જલ્દી થાય તેવી સંભાવના નથી. કારણ કે દેશ ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારી કરી રહ્યો છે. વર્ષ 2016માં પીસીબીએ પોતાની સરકાર પાસે મંજૂરી માંગી હતી. જે પછી ત્રણ સભ્યોની ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો જ્યાં પાકિસ્તાનને પોતાની મેચ રમવાની હતી. આ પછી પાકિસ્તાનની ધર્મશાલામાં રમાનાર મેચને કોલકાતા ખસેડવામાં આવી હતી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ