/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/ICC-Rules-Change.jpg)
આ નવા નિયમો 1 ઓક્ટોબર 2022થી લાગુ કરી દેવામાં આવશે( તસવીર - આઈપીએલ)
ICC Rules Change 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC)ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં કેટલાક ફેરફાર (ICC Rules)કર્યા છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2022થી લાગુ કરી દેવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં (T20 world cup 2022) આ નવા નિયમો જોવા મળશે.
બોલ ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વર્ષથી વધારે સમયથી બોલને થૂંક લગાવી ચમકાવવા પર પ્રતિબંધ છે. કોરોના મહામારી આવ્યા પછી આના પર પ્રતિબંધ લાગ્યો હતો. હવે તેના પર પ્રતિબંધ હટાવી લીધો છે. હવે ખેલાડી પરસેવો લગાડી બોલ ચમકાવી શકે છે.
ક્રિઝ પર આવનાર નવા બેટ્સમેનને લઇને નિયમમાં ફેરફાર
કોઇ બેટ્સમેન આઉટ થયા પછી ક્રિઝ પર આવનાર નવા બેટ્સમેને ટેસ્ટ અને વન-ડેમાં બે મિનિટની અંદર સ્ટ્રાઇક લેવા માટે તૈયાર રહેવું પડશે. ટી-20માં આ નિયમ પહેલાની જેમ 90 સેકન્ડનો સમય યથાવત્ રાખવામાં આવ્યો છે. પહેલા બેટ્સમેન પાસે ટેસ્ટ અને વન-ડેમાં સ્ટ્રાઇક લેવા માટે 3 મિનિટનો સમય હતો. જે હવે ઘટાડી દીધો છે. જો ખેલાડી ટાઇમ પર ક્રિઝમાં આવવા નિષ્ફળ રહે તો ફિલ્ડિંગ કરનાર ટીમનો કેપ્ટન આઉટ માટે અપીલ કરી શકે છે.
પિચની અંદર રહીને રમવો પડશે શોટ
આ નિયમ પ્રમાણે શોટ રમતા સમયે બેટ્સમેનનું બેટ કે શરીર પિચની બહાર જતા રહે તો રન માનવામાં આવશે નહીં. આ બોલને ડેડ બોલ આપવામાં આવશે. જો કોઇ બોલ પર બેટ્સમેન મજબૂરીમાં પિચની બહાર જાય તો તે બોલ ના બોલ જાહેર કરવામાં આવશે.
બોલ ફેકતા સમયે ફિલ્ડિંગ ટીમ તરફથી મૂવમેન્ટ
બોલરના બોલ ફેંકતા પહેલા જો કોઇ ફિલ્ડર કોઇ પ્રકારની મૂવમેન્ટ કરે છે તો ડેડ બોલ માનવામાં આવશે અને બેટિંગ કરનારી ટીમને 5 રન પેનલ્ટી તરીકે મળશે. પહેલા ફક્ત ડેડ બોલ જાહેર કરવામાં આવતો હતો.
માંકડિંગ હવે ગણાશે રન આઉટ
જો કોઇ બોલર બોલ ફેંકતા પહેલા નોન સ્ટ્રાઇકર પર ઉભેલા ખેલાડીને ક્રિઝથી બહાર નીકળવા પર તેને માંકડિંગ કરીને આઉટ કરે છે તો તેને રન આઉટ માનવામાં આવશે. માંકડિંગને હવે અનફેયર પ્લે સેક્શનથી બહાર કરી દેવાયું છે અને હવે તેને રન આઉટના સેક્શનમાં નાખવામાં આવ્યું છે.
બોલ ફેંકતા પહેલા સ્ટ્રાઇકર તરફ થ્રો ફેંકવો
પહેલા બોલર બોલ ફેંકતા પહેલા બેટ્સમેનને ક્રિઝની બહાર જતો જોતો હતો તો તે સ્ટ્રાઇકરને રન આઉટ કરવાના પ્રયત્નમાં થ્રો કરી શકતો હતો. હવે આવું કરવા પર ડેડ બોલ કહેવામાં આવશે.
નિયત સમયમાં ઓવર પુરી ના કરવા પર લાગશે પેનલ્ટી
ટી-20માં આ નિયમ પહેલાથી લાગુ છે. હવે તેને વન-ડેમાં પણ લાગુ કરી દેવામાં આવશે. જો કોઇ ટીમ નિયત સમયમાં 50 ઓવર પુરી કરી શકે નહીં તો તેણે બાકી રહેલી ઓવર્સ ઇનફિલ્ડમાં એકસ્ટ્રા ફિલ્ડર રાખીને બોલિંગ કરવી પડશે. વન-ડેમાં આ નિયમ 2023માં આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પછી લાગુ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us