ટેસ્ટમાં સ્લો ઓવર રેટ પર 5 રનની પેનલ્ટી, થૂંક લગાવવા પર પર નહીં બદલાય બોલ પણ કિંમત ચુકવવી પડશે

ICC Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મેન્સ ક્રિકેટમાં પ્લેઈંગ કન્ડિશનમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ સિવાય બોલ પર થૂંકવાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે

Written by Ashish Goyal
Updated : June 26, 2025 15:04 IST
ટેસ્ટમાં સ્લો ઓવર રેટ પર 5 રનની પેનલ્ટી, થૂંક લગાવવા પર પર નહીં બદલાય બોલ પણ કિંમત ચુકવવી પડશે
ICC Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મેન્સ ક્રિકેટમાં પ્લેઈંગ કન્ડિશનમાં કેટલાક ફેરફાર કર્યા છે (તસવીર - બીસીસીઆઈ)

ICC Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મેન્સ ક્રિકેટમાં પ્લેઈંગ કન્ડિશનમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોકનો વ્હાઈટ બોલ ક્રિકેટની જેમ ઉપયોગ થઈ રહ્યો છે. હવે સ્લો ઓવર રેટ માટે ટીમો પર 5 રનનો દંડ થઈ શકે છે. આ સિવાય બોલ પર થૂંકવાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોલ પર થૂંકવા પર પ્રતિબંધ યથાવત છે, પરંતુ હવે આમ કરવા પર બોલ બદલવાનું ફરજિયાત રહેશે નહીં, પરંતુ આમ કરવા પર 5 રનનો દંડ ફટકારવામાં આવશે.

ટેસ્ટમાં સ્ટોપ ક્લોકનો ઉપયોગ

ઈએસપીએનક્રિકઈન્ફોના મતે વ્હાઈટ બોલના ફોર્મેટમાં સ્ટોપ ક્લોકને દાખલ કર્યાના એક વર્ષ બાદ આઇસીસીએ તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. સ્લો ઓવર રેટ લાંબા સમયથી આ ફોર્મેટમાં સમસ્યા છે. નિયમ અનુસાર ફિલ્ડિંગ કરનારી ટીમે ઓવર પૂરી થયાની એક મિનિટની અંદર જ ઓવર શરુ કરવા માટે તૈયાર રહેવું પડશે.

જો તેઓ આમ નહીં કરે તો તેમને અમ્પાયરો તરફથી બે ચેતવણી મળશે. તે ચેતવણીઓ બાદ અમ્પાયર બોલિંગ ટીમ પર પાંચ રનની પેનલ્ટી ફટકારશે. આ બંને ચેતવણીઓ ઇનિંગ્સમાં 80 ઓવર માટે માન્ય રહેશે. આ નિયમ 2025-27ના વર્લ્ડ ટેસ્ટ ચક્રની શરૂઆતથી અમલમાં છે.

જો થૂંકનો ઇરાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો બોલને બદલવો ફરજિયાત નથી

બોલ પર થૂંકના ઉપયોગ પરનો પ્રતિબંધ તો ચાલુ જ રહે છે, પણ જો બોલ પર થૂંક જોવા મળે તો બોલને રિપ્લેસ કરવો ફરજીયાત નથી. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ઘણી વખત ટીમો જાણી જોઈને બોલને બદલવા માટે થૂંક લગાવતી હોય છે. હવે અમ્પાયરો ત્યારે જ બોલને ચેન્જ કરશે જ્યારે તેમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો હોય. જેમ કે તે ઘણો ભીનો દેખાય કે તેમાં વધારે ચમક હોય. તે સંપૂર્ણપણે અમ્પાયરની વિવેકબુદ્ધિ પર છોડી દેવામાં આવે છે.

જો અમ્પાયર એવું માનતા હોય કે થૂંકના ઉપયોગને કારણે બોલની કન્ડિશનમાં કોઈ ફેરફાર થયો નથી અને તે હરકત કરે તો તેને બદલવામાં આવશે નહીં. જોકે બેટિંગ કરનારી ટીમને પાંચ રન આપવામાં આવશે.

આઉટ આપ્યા પછી રિવ્યૂને લઇને ડીઆરએસ પ્રોટોકોલ

ધારો કે કોઈ બેટ્સમેનને કેચ આઉટ આપવામાં આવ્યો છે અને તે રિવ્યુ લે છે. અલ્ટ્રાએજ બતાવે છે કે બોલ બેટને નહીં પણ પેડને અથડાયો છે. કેચ આઉટ ચેક કર્યા બાદ ટીવી અમ્પાયર એલબીડબલ્યુને ચેક કરવા માટે બોલ-ટ્રેકિંગનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ પ્રકારના રિવ્યુ દરમિયાન પ્રોટોકોલ એવો હતો કે એક વખત નક્કી થઈ જાય કે બેટ્સમેન કેચઆઉટ થયો નથી, તો એલબીડબલ્યુ માટેનો ડિફોલ્ટ નિર્ણય નોટઆઉટ રહેતો હતો.

આનો અર્થ એ થયો કે જો બોલ-ટ્રેકિંગને કારણે અમ્પાયર કોલ હોય તો બેટ્સમેન નોટઆઉટ રહે છે. પરંતુ અપડેટ કરેલા નિયમમાં જ્યારે એલબીડબ્લ્યુ માટે બોલ ટ્રેકિંગ ગ્રાફિક પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે તેના પર “ઓરિજિનલ ડિસિઝન” લેબલ “આઉટ” લખેલું હશે. અમ્પાયર કોલ થવા પર બેટ્સમેન આઉટ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ