IND vs SA Pitch Report : ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ : ભારત વિ. દક્ષિણ આફ્રિકા મેચમાં કેવી રહેશે પીચ, કેવું છે હવામાન, જાણો

India vs South Africa, Pitch Report & Weather Report: ભારત વિ. દક્ષિણ આફ્રિકા ફાઇનલ મેચનું પરિણામ મેળવવા માટે 10-10ની ઓવરની મેચ રમાવવી જરૂરી છે. જોકે ફાઇનલ માટે રિઝર્વ ડે પણ છે

India vs South Africa, Pitch Report & Weather Report: ભારત વિ. દક્ષિણ આફ્રિકા ફાઇનલ મેચનું પરિણામ મેળવવા માટે 10-10ની ઓવરની મેચ રમાવવી જરૂરી છે. જોકે ફાઇનલ માટે રિઝર્વ ડે પણ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs South Africa Final, Pitch Report & Weather Report, ટી 20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ, ભારત વિ. દક્ષિણ આફ્રિકા પીચ અને વેધર રિપોર્ટ

IND vs SA Pitch Report, ICC T20 World Cup 2024 Final: ભારત અને દક્ષિણ આફ્રિકાની ફાઇનલ મેચમાં વરસાદની સંભાવના છે (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

IND vs SA Final, Barbados Weather and Pitch Report, ભારત વિ. દક્ષિણ આફ્રિકા ફાઇનલ વેધર, પીચ રિપોર્ટ : ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ શનિવારે (29 જૂન) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઈનલની જેમ આ મેચ પર પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ફાઇનલના દિવસે વરસાદની 78 ટકા સંભાવના છે. શનિવારે મેચ પુરી કરવા માટે 190 મિનિટનો વધારાનો સમય છે.

Advertisment

મેચના પરિણામ માટે 10-10 ઓવર રમવી જરૂરી

મેચનું પરિણામ મેળવવા માટે 10-10ની ઓવરની મેચ રમાવવી જરૂરી છે. જોકે ફાઇનલ માટે રિઝર્વ ડે પણ છે. 30 જૂનના રોજ રિઝર્વ ડે છે. આ દિવસે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગે ગુરુવારે (27 જૂન) એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શનિવારે તોફાનથી ટાપુ પ્રભાવિત થઈ શકે છે. હવામાન રિપોર્ટ મુજબ 29 જૂને બાર્બાડોસમાં દિવસભર વરસાદની સંભાવના છે. જોકે જેમ જેમ મેચ નજીક આવશે તેમ તેમ વાતાવરણ સાફ થઈ જશે તેમ મનાય છે.

વેધર અંડરગ્રાઉન્ડના સમાચાર મુજબ આજે 70 ટકા વરસાદની સંભાવના છે. દિવસ દરમિયાન સૂર્ય દેખાવવાની સંભાવના પણ ઓછી છે. આવી સ્થિતિમાં મેચમાં વરસાદને ખલેલ પહોંચે તે લગભગ નક્કી છે.

બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ પીચ

બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમની પીચ પર બોલિંગ અને બેટિંગ બંનેને સમાન તકો મળે છે. આ પીચ પર ફાસ્ટ બોલરોને મદદ મળે છે અને બાઉન્સ પણ જોવા મળે છે. મિડલ ઓવરોમાં સ્પિનરો પોતાનો જાદુ બતાવી શકે છે. પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 153 રન રહ્યો છે.

Advertisment

આ પણ વાંચો - 17 વર્ષમાં પ્રથમ વખત અજેય રહેલી ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે, આવી રહી છે ભારત-દક્ષિણ આફ્રિકાની સફર

આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ મેદાન પર કુલ 32 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં 19 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે, જ્યારે 11 વખત ટાર્ગેટનો પીછો કરતી ટીમ જીતવામાં સફળ રહી છે. બે મેચમાં અનિર્ણિત રહી હતી. 172 રન આ મેદાન પર સૌથી વધુ રન ચેઝ છે.

ભારત વિ. દક્ષિણ આફ્રિકા લાઇવ સ્ટ્રીમિંગ

29 જૂનને શનિવારે રાત્રે 8.00 વાગ્યાથી ભારત વિ. દક્ષિણ આફ્રિકા ટી 20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોટસ્ટાર એપ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ભારત 2013 બાદ કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી

ભારત 2013 બાદ કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. આ સાથે જ દક્ષિણ આફ્રિકા પણ પ્રથમ વર્લ્ડ કપ જીતવાની રાહ જોઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમે સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ભારતીય ટીમે બીજી સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વેધર ન્યૂઝ વરસાદ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ