ICC Ranking: આઈસીસી રેન્કિંગમાં શુભમન ગિલનો હાઈ જમ્પ, જો રૂટ 9મી વખત નંબર 1 ટેસ્ટ બેટ્સમેન

Shubman Gill In ICC Ranking: આઈસીસી રેન્કિંગમાં ટી20માં ટોચના 4 ખેલાડીમાં 2 ભારતીય ક્રિકેટર છે. જો રૂટે ઓગસ્ટ 2015માં પ્રથમ વખત ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

Shubman Gill In ICC Ranking: આઈસીસી રેન્કિંગમાં ટી20માં ટોચના 4 ખેલાડીમાં 2 ભારતીય ક્રિકેટર છે. જો રૂટે ઓગસ્ટ 2015માં પ્રથમ વખત ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPL 2025: આઈપીએલ 2025 ઓક્શન માં ગુજરાત ટાઇટન્સ રિટેન કરી શકે છે આ 3 ખેલાડી, જાણો કારણ

Shubman Gill: શુભમન ગિલ ભારતીય ક્રિકેટ છે અને આઈપીએલમાં ગુજરાત ટાયટન્સ ટીમનો કેપ્ટન છે. (Photo:

Shubman Gill In ICC Ranking: ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે નવમી વખત ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમણે કેન વિલિયમસનને પાછળ છોડી આઈસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. મેન્સ ટી-20 રેન્કિંગમાં ભારતની ઓપનર યશસ્વી જયસ્વાલની ચોથા ક્રમે વાપસી થઈ ગઈ છે. ટોપ 4માં ભારતના બે ખેલાડી સ્થાન મેળવવામાં સફળ થયા છે. શુબમન ગિલ 16 ક્રમની છલાંગ લગાવી ક્રિકેટ કરિયરના બેસ્ટ રેન્કિંગ પર પહોંચી ગયો છે.

Advertisment

વેસ્ટઇન્ડિઝ સામે બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 87 રન ફટકાર્યા હતા. આ કારણે તેને ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવવામાં મદદ મળી હતી. ટોચના છ ખેલાડીઓમાં તે એકમાત્ર એવો ખેલાડી હતો કે જેણે 20થી વધુ રન ફટકાર્યા હોય. જો કે ઈંગ્લેન્ડના લોઅર ઓર્ડરમાં રન બન્યા હતા. તેમા જેમી સ્મિથ સદી ચૂકી ગયો હતો. યુવા વિકેટકિપર-બેટ્સમેન પણ 31 ક્રમની મોટી છલાંગ લગાવી 64માં ક્રમે પહોંચ્યો.

જો રુટ એ બ્રાયન લારાને પાછળ છોડ્યો

રૂટે આ ટેસ્ટ દરમિયાન જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ બ્રાયન લારાના ટેસ્ટ મેચોમાં 11,953 રનને પાછળ રાખી આ ફોર્મેટના ઈતિહાસમાં સાતમા સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી બની ગયા છે. 12,207 રન સાથે રુટ એક્ટિવ ટેસ્ટ ક્રિકેટરોમાં સૌથી વધુ રન ફટકારવામાં સફળ રહ્યો છે. તેની પછીના ક્રમે સ્ટીવ સ્મિથ (9685) અને વિરાટ કોહલી (8848) છે. તે ઓગસ્ટ 2015માં પ્રથમ વખત ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો. છેલ્લે જૂન 2023માં એશિઝ સીરીઝની શરૂઆતની મેચમાં શાનદાર પ્રદર્શન બાદ તે ટોપ પર પહોંચ્યો હતો.

માર્ક વુડે પ્રથમ વખત ટોચના 20માં સામેલ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડને 92 રનમાં 7 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેણે ક્રિકેટ કરિયરમાં પહેલી વખત બોલિંગ રેન્કિંગમાં ટોપ 20માં સ્થાન મેળવ્યું હતુ. મેન્સ ટી-20 રેન્કિંગમાં ભારતનો ઓપનર યશસ્વી જયસ્વાલ શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 178ના સ્ટ્રાઇક રેટથી 80 રન ફટકારીને ચોથા ક્રમે પાછો ફર્યો છે. આમાં તેની ટીમે 3-0થી જીત મેળવી હતી.

Advertisment

શુબમન ગિલ ક્રિકેટ કરિયરના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર (Shubman Gill Career High Ranking)

આ પણ વાંચો | કોણ છે પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર સરબજોત સિંહ? 22 વર્ષની ઉંમરે મેળવી ખાસ સિદ્ધિ

શુબમન ગિલ 16 ક્રમની છલાંગ લગાવી પોતાના ક્રિકેટ કરિયરના બેસ્ટ 21મા સ્થાન પર પહોંચી ગયો છે. આ સીરીઝમાં સૌથી વધુ બે સ્કોરર, શ્રીલંકાની જોડી પથુમ નિસાન્કા (11 સ્થાનના સુધારા સાથે 15મા ક્રમે) અને કુસલ પરેરા (40 સ્થાનના સુધારા સાથે ટાઈ-63મા ક્રમે) બેટિંગ રેન્કિંગમાં આગળ જનાર અન્ય ખેલાડી છે. ભારતના લેગ સ્પિનર રવિ બિશ્નોઈ, જે અગાઉ નંબર 1 ટી -20 બોલર હતો, તેણે ટોપ 10માં વાપસી કરી છે.

shubman gill ક્રિકેટ Team India સ્પોર્ટ્સ