આઈસીસી ટી 20 રેન્કિંગ : હાર્દિક પંડ્યા બન્યો ફરી નંબર-1 ઓલરાઉન્ડર, તિલક વર્માનો જલવો

ICC T-20i Rankings : આઈસીસીએ લેટેસ્ટ ટી 20 રેન્કિંગ જાહેર કર્યા છે. તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચની ટી-20 શ્રેણીમાં સતત બે સદી ફટકારી હતી. જેનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં થયો છે

ICC T-20i Rankings : આઈસીસીએ લેટેસ્ટ ટી 20 રેન્કિંગ જાહેર કર્યા છે. તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચની ટી-20 શ્રેણીમાં સતત બે સદી ફટકારી હતી. જેનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
tilak varma, hardik pandya

હાર્દિક પંડ્યા અને તિલક વર્મા (તસવીર - સોશિયલ મીડિયા)

ICC T-20i Rankings : આઈસીસીએ લેટેસ્ટ ટી 20 રેન્કિંગ જાહેર કર્યા છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ફાયદો થયો છે. તે ટી-20માં ફરી નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પાછળ રાખી દીધા છે. હાર્દિકના હાલ 244 રેટિંગ પોઇન્ટ છે. લિવિંગસ્ટોન 230 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે આવી ગયો છે. દીપેન્દ્ર સિંહ એરી 23દ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.

Advertisment

તિલક વર્મા ભારતનો નંબર વન બેટ્સમેન

તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચની ટી-20 શ્રેણીમાં સતત બે સદી ફટકારી હતી. જેનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં થયો છે. તાજા રેન્કિંગમાં તે 69 સ્થાનની છલાંગ લગાવી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તિલક વર્મા પ્રથમ વખત ટોપ-10 ખેલાડીઓમાં સ્થાન બનાવવા સફળ રહ્યો છે.

તિલક વર્મા હાલ ભારત તરફથી સૌથી વધારે રેન્કિંગવાળો પ્લેયર બની ગયો છે. ભારતીય ટી 20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર તેનાથી એક સ્થાન પાછળ ચોથા સ્થાને છે. આ સિવાય ટોપ 10માં ભારતનો યશસ્વી જયસ્વાલ છે. તે આઠમાં સ્થાને છે.

આ પણ વાંચો - ભારત વિ ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ : જાણો કેવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

Advertisment

ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાને

ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાને છે. હેડે 855 રેટિંગ સાથે આ સ્થાન પર કબજો જમાવ્યો છે. ઇંગ્લેન્ડનો ફિલિપ સોલ્ટ 828 રેટિંગ સાથે બીજા સ્થાને છે.

બોલરોમાં રવિ બિશ્નોઇ અને અર્શદીપ ટોપ 10માં

બોલરોની વાત કરવામાં આવે તો ભારતના રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ આઈસીસી ટોપ 10 બોલરોના રેન્કિંગમાં સ્થાન બનાવવા સફળ રહ્યા છે. રવિ બિશ્નોઇ આઠમાં અને અર્શદીપ નવમાં સ્થાને છે. ઇંગ્લેન્ડનો આદિલ રાશિદ નંબર વન બોલર છે.

આઈસીસી રેન્કિંગ - ટોપ 5 બેટ્સમેન

  • ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) - 855 રેટિંગ
  • ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ)- 828 રેટિંગ
  • તિલક વર્મા (ભારત)- 806 રેટિંગ
  • સૂર્યકુમાર યાદવ (ભારત) - 788 રેટિંગ
  • બાબર આઝમ (પાકિસ્તાન) - 742 રેટિંગ
ભારત ક્રિકેટ ટીમ હાર્દિક સૂર્યકુમાર યાદવ આઇસીસી ક્રિકેટ સ્પોર્ટ્સ