મહિલા ટી-20 વર્લ્ડ કપની ઈનામી રકમમાં 134 ટકાનો વધારો, હવે વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

ICC Women T20 World Cup 2024 Prize Money : આઈસીસીએ મંગળવારે કહ્યું કે મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 આઈસીસીની પહેલી ટૂર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરુષોની બરાબર ઈનામી રકમ મળશે

Written by Ashish Goyal
September 17, 2024 21:53 IST
મહિલા ટી-20 વર્લ્ડ કપની ઈનામી રકમમાં 134 ટકાનો વધારો,  હવે વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ
icc women t20 world cup 2024 prize money : આઈસીસીએ મહિલા ટી-20 વર્લ્ડ કપની ઈનામી રકમમાં વધારો કર્યો. (તસવીર - બીસીસીઆઈ)

ICC Women T20 World Cup 2024 Prize Money : બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ આઇસીસીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી તે પહેલા જ પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈસીસીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. આઇસીસીએ કહ્યું કે આવતા મહિને યુએઈમાં યોજાનારા વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની ઈનામી રકમ આ વર્ષે રમાયેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપ જેટલી જ હશે. આ રકમ ગયા વર્ષે મહિલા વર્લ્ડ કપ કરતા ડબલ છે. આ બન્ને વર્ગ વચ્ચે સમાનતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

મહિલા ટી-20 વર્લ્ડ કપની ઈનામી રકમમાં વધારો

વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં હારનારી ટીમ પણ માલામાલ બનશે. આઇસીસીની જાહેરાત અનુસાર હવે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની રનર્સ અપ ટીમને 17 લાખ અમેરિકન ડોલર (આશરે 14.24 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ગત વખતે રનર્સ અપને 500,000 અમેરિકન ડોલર (લગભગ 4.18 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા હતા.

134 ટકાનો વધારો

આઈસીસી અનુસાર મહિલા ટી-20 વિશ્વકપમાં ચેમ્પિયન બનનાર ટીમને આ વખતે લગભગ 19 કરોડ 60 લાખ રૂપિયા મળશે. ગત વર્ષે સાઉથ આફ્રિકામાં રમાયેલા વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવા બદલ આશરે 8 કરોડ 37 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. આ રીતે વિજેતાઓની ઈનામી રકમમાં 134 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમ કાર્યક્રમ અહીં જુઓ

આઈસીસીની પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત

આઈસીસીએ મંગળવારે કહ્યું કે મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 આઈસીસીની પહેલી ટૂર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરુષોની બરાબર ઈનામી રકમ મળશે. આ રમતના ઇતિહાસમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બની રહેશે. જુલાઈ 2023માં આઇસીસીની વાર્ષિક કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે પછી આઇસીસી બોર્ડે ઇનામી રકમમાં સમાનતાનું લક્ષ્ય 2030 સુધીમાં પહોંચવાના સાત વર્ષ પહેલાં હાંસલ કરી લીધું છે. આઇસીસીએ વર્લ્ડ કપમાં પુરુષો અને મહિલાઓને સમાન રકમ આપવાનો નિર્ણય લીધો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ