Live

ICC Women’s World Cup 2025, IND-W vs SL-W Live : મહિલા વન-ડે વર્લ્ડ કપ, શ્રીલંકાને આઠમો ફટકો

Ind Women vs SL Women ICC Women’s World Cup 2025 live score update : આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025, અમનજોત કૌરના 56 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 57 રન. દિપ્તી શર્માના 53 બોલમાં 3 ફોર સાથે 53 રન

Written by Ashish Goyal
Updated : September 30, 2025 23:08 IST
ICC Women’s World Cup 2025, IND-W vs SL-W Live : મહિલા વન-ડે વર્લ્ડ કપ, શ્રીલંકાને આઠમો ફટકો
India W vs Sri Lanka W Live Score Updates, Women’s ICC World Cup : મહિલા વર્લ્ડ કપ, ભારત વિ શ્રીલંકા મેચ અપડેટ્સ

Ind W vs SL W World Cup 2025, India Women vs Sri Lanka Women Live Score Updates today : આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ની પ્રથમ મેચમાં ભારતે આપેલા 271 રનના પડકાર સામે શ્રીલંકાએ 38 ઓવરમાં 8 વિકેટે 189 રન બનાવી લીધા છે. આ મેચ ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

ભારત અન શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન

ભારત : સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચારાણી.

શ્રીલંકા : ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), હસીની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, વિશ્મી ગુણારત્ને, કવિશા દિલહારી, નીલાસિકા સિલ્વા, અનુષ્કા સંજીવાની, સુગંદિકા કુમારી, અચીની કુલસૂર્યા, ઉદેશિકા પ્રબોધની, ઈનોકા રણવીરા.

Live Updates

IND-W vs SL-W Live : હર્ષિતા સમરવિક્રમા આઉટ

હર્ષિતા સમરવિક્રમા 45 બોલમાં 3 ફોર સાથે 29 અને વિશ્મી ગુણારત્ને 28 બોલમાં 11 રને આઉટ થઇ. શ્રીલંકાએ 105 રને ચોથી વિકેટ ગુમાવી.

IND-W vs SL-W Live : ચમારી અટાપટ્ટુ 43 રને આઉટ

ચમારી અટાપટ્ટુ 47 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 43 રને દિપ્તી શર્માની ઓવરમાં બોલ્ડ થઇ. શ્રીલંકાએ 82 રને બીજી વિકેટ ગુમાવી.

IND-W vs SL-W Live : હસીની પરેરા બોલ્ડ

હસીની પરેરા 20 બોલમાં 2 ફોર સાથે 14 રને ક્રાંતિ ગૌડની ઓવરમાં બોલ્ડ થઇ. શ્રીલંકાએ 30 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IND-W vs SL-W Live : દિપ્તી શર્માના 53 રન

દિપ્તી શર્મા 53 બોલમાં 3 ફોર સાથે 53 રને અચીની કુલસૂર્યાની ઓવરમાં કેચ આઉટ થઇ. ભારતે 269 રને આઠમી વિકેટ ગુમાવી.

IND-W vs SL-W Live : અમનજોત કૌર 57 રને આઉટ

અમનજોત કૌર 56 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 57 રન બનાવી કેચ આઉટ થઇ. ભારતે 227 રને સાતમી વિકેટ ગુમાવી.

IND-W vs SL-W Live : અમનજોત કૌરની અડધી સદી

અમનજોત કૌરે 45 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 38.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

IND-W vs SL-W Live : હરમનપ્રીત કૌર આઉટ

કેપ્ટન હરમનપ્રીત કૌર સારી શરુઆતને મોટા સ્કોરમાં ફેરવી શકી ન હતી અને 19 બોલમાં 2 ફોર સાથે 21 રને આઉટ થઇ હતી. રીષા ઘોષ પણ ખાસ કમાલ કરી શકી ન હતી અને 2 રને કેચ આઉટ થઇ હતી. ભારતે 124 રને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

IND-W vs SL-W Live : હરલીન દેઓલ 48 રને આઉટ

હરલીન દેઓલ 64 બોલમાં 6 ફોર સાથે 48 રને રણવીરાની ઓવરમાં કેચ આઉટ થઇ. પ્રથમ બોલે જેમિમાહ રોડ્રિગ્સ રણવીરાનો બીજો શિકાર બની. ભારતે 120 રને ચોથી વિકેટ ગુમાવી દીધી.

IND-W vs SL-W Live : પ્રતિકા રાવલ 37 રને આઉટ

પ્રતિકા રાવલ 59 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 37 રને કેચ આઉટ થઇ. ભારતે 81 રને બીજી વિકેટ ગુમાવી હતી.

IND-W vs SL-W Live : વરસાદે મેચ અટકાવી

મહિલા વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ભારતે 10 ઓવરમાં 1 વિકેટે 43 રન બનાવી લીધા છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. પ્રતિકા રાવલ 18 અને હરલીન દેઓલ 15 રને રમતમાં છે.

IND-W vs SL-W Live : સ્મૃતિ મંધાના આઉટ

સ્મૃતિ મંધાના 10 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી પ્રબોધનીની ઓવરમાં કેચ આઉટ થઇ હતી. ભારતે 14 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી.

IND-W vs SL-W Live : શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન

ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), હસીની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, વિશ્મી ગુણારત્ને, કવિશા દિલહારી, નીલાસિકા સિલ્વા, અનુષ્કા સંજીવાની, સુગંદિકા કુમારી, અચીની કુલસૂર્યા, ઉદેશિકા પ્રબોધની, ઈનોકા રણવીરા.

IND-W vs SL-W Live : ભારતની પ્લેઇંગ ઇલેવન

સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચારાણી.

IND-W vs SL-W Live : શ્રીલંકાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપની પ્રથમ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

IND-W vs SL-W Live : આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપમાં 8 ટીમો ભાગ લઇ રહી છે

આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાતી રહી છે. કુલ આઠ ટીમો તેમાં ભાગ લઇ રહી છે. વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા પણ સામેલ છે. લીગ સ્ટેજમાં તમામ ટીમો આમને-સામને ટકરાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની મહિલા વર્લ્ડ કપ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને જિયો હોટસ્ટાર એપ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

IND-W vs SL-W Live : આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ આજથી શરૂ

આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ આજથી શરૂ થયો છે. આ ટૂર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા કરી રહ્યા છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની આ 13મી સિઝન છે. આ ટૂર્નામેન્ટ છેલ્લે 2022માં યોજાઈ હતી. ઓસ્ટ્રેલિયા 7 વખત વન ડે વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે અને તે વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ