ICC World Cup 2023 Song : આઇસીસી વર્લ્ડ કપ 2023નું થીમ સોંગ રિલિઝ, રણવીર સિંહનો ક્રિકેટર પત્ની ધનશ્રી વર્મા સાથેના ડાન્સ પર ફેન્સ ફિદા પણ ક્રિકેટ ચાહકો એ વાંધો ઉઠાવ્યો, જાણો કેમ

ICC World Cup 2023 Anthem Song Release : આઇસીસી વર્લ્ડ કપ 2023નું થીમ સોંગ રિલિઝ કરાયુ છે, જેમાં રણવીર સિંહ સાથે ક્રિકેટર પત્ની ધનશ્રી વર્માએ ઠુમકા લગાવ્યા છે. આ થીમ સોંગ એક્ટરના ફેન્સને ગમ્યો છે પરંતુ ક્રિકેટ ચાહકોએ વાંધો ઉઠાવ્યો છે, જાણો કેમ...

Written by Ajay Saroya
Updated : November 09, 2023 13:14 IST
ICC World Cup 2023 Song : આઇસીસી વર્લ્ડ કપ 2023નું થીમ સોંગ રિલિઝ, રણવીર સિંહનો ક્રિકેટર પત્ની ધનશ્રી વર્મા સાથેના ડાન્સ પર ફેન્સ ફિદા પણ ક્રિકેટ ચાહકો એ વાંધો ઉઠાવ્યો, જાણો કેમ
આઇસીસી વર્લ્ડ કપ 2023નું થીમ સોંગ રિલિઝ કરાયુ છે, જેમાં રણવીર સિંહ સાથે ધનશ્રી વર્માએ ડાન્સ કર્યો છે. (Photo: ICC)

ICC World Cup 2023 Anthem Song Release : આઇસીસી વર્લ્ડ કપ 2023ની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વખતે વર્લ્ડ કપ 2023ની શરૂઆત અને ફાઇનલ મેચ ભારતના અમદાવાદ શહેરમાં રમાશે, જેને લઇને ક્રિકેટ રસિયાઓમાં બહુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાં વધારવો કરવા આઇસીસી વર્લ્ડ કપ 2023નું થીમ સોંગ રિલિઝ રિલિઝ કરવામાં આવ્યુ છે. વર્લ્ડ કપ 2023 થીમ સોંગમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહે મજેદાર ડાન્સ પર ફેન્સ ફિદા થઇ ગયા છે. આ થીમ સોંગના શબ્દો છે ‘દિલ જશ્ન બોલે’. વર્લ્ડ કપ 2023 થીમ સોંગ કોણે તૈયાર કર્યુ છે, ક્યા એક્ટર છે? જાણો બધુ

આઇસીસી વર્લ્ડ કપ 2023 એન્થમ સોંગના લેખક, સંગીતકાર અને ગાયક કોણ છે? (World Cup 2023 Anthem Song Dil Jashn Bole)

આઇસીસી વર્લ્ડ કપ 2023નો થીમ ગીત શ્લોક લાલ અને સાવેરી વર્માએ લખ્યુ છે અને સંગીત બોલીવુડ મ્યુઝિક કમ્પોઝર પ્રીતમે આપ્યું છે. આ ગીત સંગીતકાર પ્રીતમ, નકાશ અઝીઝ, શ્રીરમા ચંદ્રા, અમિત મિશ્રા, જોનીતા ગાંધી, અકાશા અને ચરણે ગાયુ છે. આ ગીતના રેપના શબ્દો ચરણે લખ્યા છે અને તેણે પર્ફોર્મ કર્યુ છે.

આઇસીસી વર્લ્ડ કપ 2023 થીમ સોંગમાં રણવીર સિંહ સાથે ધનશ્રી વર્માનો ડાન્સ (Ranveer Singh dance with dhanashree verma in World Cup 2023 Song)

આઇસીસી વર્લ્ડ કપ 2023ના એન્થમ સોંગમાં બોલીવુડના વર્સેટાઇલ એક્ટર રણવીર સિંહે મજેદાર ડાન્સ કર્યો છે અને તેની સાથે મ્યુઝિકના તાલથી તાલ મીલવ્યા છે ધનશ્રી વર્માએ. તમને જણાવી દઇયે કે ધનશ્રી વર્મા ટીમ ઇન્ડિયાના ક્રિકેટ યુજવેન્દ્ર ચહલની પત્ની છે. આ સંપૂર્ણ સોંગની શુટિંગ એક જૂની ટ્રેનમાં કરવામાં આવી છે. આ ગીતમાં ધનશ્રી વર્મા એક્ટર રણવીર સિંહ સાથે ડાન્સ કરી રહી છે જે ફેન્સને બહુ ગમ્યો છે.

વર્લ્ડ કપ 2023ના થીમ સોંગમાં એક્ટર રણવીર સિંહ બ્લૂ શર્ટ, મરુન કલરના બ્લેઝર અને મેચિંગ કેપ પહેરેલો દેખાય છે. આ વિડીયોમાં વર્લ્ડ કપમાં હિસ્સો લેાર તમામ 10 દેશની જર્સી પહેરેલા ફેન્સ દેખાય છે.

વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં યુજવેન્દ્ર ચહલે સ્થાન ન મળ્યું પણ પત્ની ધનશ્રી વર્મા છવાઇ ગઇ (dhanashree verma in World Cup 2023 Song)

નોંધનિય છે કે, વર્લ્ડ કપ 2023 માટેની ટીમ ઇન્ડિયામાં ક્રિકેટ યુજવેન્દ્ર ચહલનો સમાવેશ કરાયો નથી પરંતુ તેની પત્ની ધનશ્રી વર્મા અન્ય રીતે વર્લ્ડ કપનો હિસ્સો બનવામાં સફળ રહી છે.

વર્લ્ડ કપ 2023 થીમ સોંગ સામે વિવાદ (World Cup 2023 Song Video)

આઇસીસી વર્લ્ડકપ 2023નું થીમ સોંગ રિલિઝ થવાની સાથે વિવાદ થયો છે. આ થીમ સોંગ અમુક ક્રિકેટ ચાહકોને ગમ્યો છે જ્યારે કેટલાકને નથી ગમ્યો. વર્લ્ડ કપ 2023ના થીમ સોંગ રણવીર સિંહ અને ધનશ્રી વર્મા પર શુટ કરવામાં આવ્યો છે, તેમાં એક પણ ક્રિકેટનો સમાવેશ કરાયો નથી. આ બાબત ક્રિકેટ ચાહકોને ગમી નથી. ક્રિકેટ ફેન્સ વર્લ્ડ કપ 2011 અને વર્લ્ડ કપ 2015ના થીમ સોંગ શેર કરીને જણાવી રહ્યા છે કે, આ ગીત એકદમ યોગ્ય હતુ અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો | ભારત – ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની ઘોષણા, જાણો ભારતીય ક્રિકેટ ટીમમાં કોને કોને સ્થાન મળ્યું

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર (World Cup 2023 Team india Cricket List)

આઇસીસી વર્લ્ડ કપ 2023 માટેની ટીમ ઇન્ડિયામાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ