World Cup 2023 Trophy: વર્લ્ડ કપની ટ્રોફીની કિંમત કેટલી છે, તે કોણે બનાવી છે, શું વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી મળે છે? જાણો તમામ પ્રશ્નો જવાબ

Ind vs Aus World Cup 2023 Final: વર્લ્ડ કપ ક્રિકેટના વિજેતાની વાત કરીયે તો ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ અત્યાર સુધી પાંચ વખત અને ભારત બે વખત વર્લ્ડ કપ ટ્રોફીના વિજેતા બનાવામાં સફળ થયા છે

Written by Ajay Saroya
November 19, 2023 16:23 IST
World Cup 2023 Trophy: વર્લ્ડ કપની ટ્રોફીની કિંમત કેટલી છે, તે કોણે બનાવી છે, શું વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી મળે છે? જાણો તમામ પ્રશ્નો જવાબ
વર્લ્ડ કપ ક્રિકેટની ટ્રોફી ગાર્રાડ એન્ડ કંપનીના કારીગરો દ્વારા 2 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. (Photo - Jansatta)

India vs Australia World Cup 2023 Trophy Price : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમો વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાનમાં મહેનત કરી રહી છે. વિજેતા ટીમને શાઈનીંગ ટ્રોફી આપવામાં આવશે. તમે વર્લ્ડ કપ વિશે બધું જ જાણો છો પરંતુ તેની ટ્રોફી વિશે ઘણું બધું છે જે કદાચ તમે નહીં જાણતા હોવ.

વર્લ્ડ કપની 48 વર્ષ પહેલા શરૂઆત થઇ

વર્લ્ડ કપની શરૂઆત 48 વર્ષ પહેલા થઇ હતી. 1999 સુધી તેના અલગ અલગ નામ હતા. અગાઉ વર્લ્ડ કપમાં તેને પ્રુડેન્શિયલ કપ કહેવામાં આવતું હતું. 1987માં રિલાયન્સ વર્લ્ડ કપ ખેલાયો. 1992માં બેન્સન એન્ડ હેજેસ અને 1996માં વિલ્સ વર્લ્ડ કપ કહેવાય છે.

Team India For World Cup 2023 | World Cup 2023 final | Indian Cricket Team | Rohit Sharma | Virat Kohli | India vs Australia World Cup 2023 fincal
વર્લ્ડ કપ 2023 ટાઈટલ જીતવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે. (Photo – @BCCI)

વર્લ્ડ કપ ટ્રોફીની કિંમત કેટલી છે

વર્લ્ડ કપની ટ્રોફી 60 સેન્ટિમીટર લાંબી છે અને તે સોના અને ચાંદીની બનેલી છે. ટ્રોફીની ટોચ પર સોનાનો બનેલો ગ્લોબ છે. આ ગ્લોબમાંથી ત્રણ સ્ટીક છે જેને બેલ્સ અને સ્ટમ્પ તરીકે બનાવવામાં આવે છે. ટોફીનો નીચેનો ભાગ હાર્ડવુડમાંથી બનાવાયો છે, જેના પર વિજેતાઓના નામ લખેલા હતા. આ ટ્રોફીનું વજન 11 કિલો છે. કિંમતની વાત કરીએ તો વર્લ્ડ કપ ટ્રોફીની કિંમત 30000 યુએસ ડોલર એટલે કે અંદાજે 25 લાખ રૂપિયા છે. આ ટ્રોફીને ગાર્રાડ એન્ડ કંપનીના કારીગરો દ્વારા 2 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ કંપનીની રચના 1722માં થઈ હતી.

શું વિજેતા ટીમને વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવે છે?

સામાન્ય રીતે લોકો એવું માને છે કે, જે ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતે છે તેને વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવે છે. જો કે આ વાત સાચી નથી. વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફી વિજેતા ટીમ પાસે જાય છે પરંતુ અસલી ટ્રોફી દુબઈના મ્યુઝિયમમાં જ રહે છે. અસલી ટ્રોફી જેવી દેખાતી બીજી ટ્રોફી વિજેતા ટીમને આપવામાં આવે છે અને તેમના દેશમાં આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા રવિવારે આ ટ્રોફી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા ટીમ આ ટ્રોફી પાંચ વખત જીત્યું છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ બે વખત વર્લ્ડ કપ વિનર બનવામાં સફળ રહ્યું છે.

Rohit sharma | Pat Cummins | India vs Australia final | Australian cricketer | World Cup 2023 Final | Australian Cricket team | Indian Cricket Team
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન પેટ કમિન્સ (Photo – @BCCI)

રોહિત શર્માએ કેન વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો હતો

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રોહિત શર્માએ 47 રન બનાવ્યા હતા, પરંતુ આ ઇનિંગમાં 29 રન બનાવતાની સાથે જ તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો હતો. રોહિત શર્મા હવે વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં રોહિત શર્માએ 597 રન બનાવ્યા છે, જે એક કેપ્ટન તરીકે વર્લ્ડ કપની કોઈપણ સિઝનમાં સૌથી વધુ રન છે. રોહિત શર્મા પહેલા આ રેકોર્ડ કેન વિલિયમસનના નામે હતો જેણે 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 578 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ, ક્રિસ ગેલ અને કેન વિલિયમસનને પાછળ છોડ્યા

વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટ

597 રન – રોહિત શર્મા (2023)578 રન – કેન વિલિયમસન (2019)548 રન – મહેલા જયવર્દને (2007)539 રન – રિકી પોન્ટિંગ (2007)507 રન – એરોન ફિન્ચ (2019)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ