વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ભાગીદારીનો રેકોર્ડ ક્રિસ ગેઇલ અને સેમ્યુઅલ્સના નામે, જાણો ટોપ-10ની યાદી

World Cup Records : વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં જ ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ 273 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. કોનવેએ 152 અને રચિને 123 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટીએ ચોથી બેસ્ટ ભાગીદારી બની હતી

World Cup Records : વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં જ ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ 273 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. કોનવેએ 152 અને રચિને 123 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટીએ ચોથી બેસ્ટ ભાગીદારી બની હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World Cup Highest Partnerships | World Cup | Chris Gayle | Marlon Samuels

વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ભાગીદારીનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના મર્લોન સેમ્યુઅલ્સ અને ક્રિસ ગેઇલના નામે છે (Pics - ICC)

World Cup Highest Partnerships by Runs : વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ ગઇ છે. અત્યાર સુધી 8 મુકાબલા રમાયા છે. જેમાં ઘણા રન જોવા મળ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ 273 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. કોનવેએ 152 અને રચિને 123 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટીએ ચોથી બેસ્ટ ભાગીદારી બની હતી.

Advertisment

વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ભાગીદારીની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના મર્લોન સેમ્યુઅલ્સ અને ક્રિસ ગેઇલના નામે છે. બન્નેએ 2015ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 372 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્રિસ ગેઇલે 215 અને સેમ્યુઅલ્સે 133 રન બનાવ્યા હતા.

આ યાદીમાં ભારતના રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીની ભાગીદારી બીજા નંબરે છે. ગાંગુલી અને દ્રવિડે 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે બીજી વિકેટ માટે 318 રનની ભાગીદારી નોંધાવી હતી. મેચમાં સૌરવ ગાંગુલીએ 183 અને રાહુલ દ્રવિડે 145 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - વર્લ્ડ કપ કવર કરવા આવેલી પાકિસ્તાનની એેન્કર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢી, જાણો કેમ

Advertisment

વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટીએ હાઇએસ્ટ પાર્ટનરશિપ

ક્રમપ્લેયરરનટીમહરીફવર્ષ
1મર્લોન સેમ્યુઅલ્સ-ક્રિસ ગેઇલ372વેસ્ટ ઇન્ડીઝઝિમ્બાબ્વે2015
2સૌરવ ગાંગુલી-રાહુલ દ્રવિડ318ભારતશ્રીલંકા1999
3ઉપુલ થરંગા-દિલશાન282શ્રીલંકાઝિમ્બાબ્વે2011
4રચિન રવિન્દ્ર-ડેવોન કોનવે273ન્યૂઝીલેન્ડઇંગ્લેન્ડ2023
5ડેવિડ વોર્નર - સ્ટિવ સ્મિથ 260ઓસ્ટ્રેલિયાઅફઘાનિસ્તાન2015
6ડેવિડ મિલર-જેપી ડુમિની256દક્ષિણ આફ્રિકાઝિમ્બાબ્વે2015
7પ્લેસિસ-અમલા 247દક્ષિણ આફ્રિકાઆયરલેન્ડ2015
8સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી244ભારતનામીબિયા2003
9સચિન તેંડુલકર-રાહુલ દ્રવિડ237ભારતકેન્યા1999
10રિકી પોન્ટિંગ-ડેમિયન માર્ટીન234ઓસ્ટ્રેલિયાભારત2003

વર્લ્ડ કપમાં વિકેટની દ્રષ્ટીએ હાઇએસ્ટ પાર્ટનરશિપ

વિકેટરનપ્લેયરટીમહરીફવર્ષ
પ્રથમ282ઉપુલ થરંગા-દિલશાનશ્રીલંકાઝિમ્બાબ્વે2011
બીજી372મર્લોન સેમ્યુઅલ્સ-ક્રિસ ગેઇલવેસ્ટ ઇન્ડીઝઝિમ્બાબ્વે2015
ત્રીજી237સચિન તેંડુલકર-રાહુલ દ્રવિડભારતકેન્યા1999
ચોથી204બ્રેડ હોજ-માઇકલ ક્લાર્કઓસ્ટ્રેલિયાનેધરલેન્ડ્સ2007
પાંચમી256ડેવિડ મિલર-જેપી ડુમિનીદક્ષિણ આફ્રિકાઝિમ્બાબ્વે2015
છઠ્ઠી162કેવિન ઓબ્રાયન-કુશાકઆયરલેન્ડઇંગ્લેન્ડ2011
સાતમી 116એમએસ ધોની-રવિન્દ્ર જાડેજાભારતન્યૂઝીલેન્ડ2019
આઠમી 117ડેવ હ્યુગટોન-ઇયાન બુટચાર્ટઝિમ્બાબ્વે ન્યૂઝીલેન્ડ1987
નવમી126કપિલ દેવ-સૈયદ કિરમાણીભારતઝિમ્બાબ્વે1983
દશમી71એન્ડી રોબર્ટ્સ-જોઇલ ગાર્નરવેસ્ટ ઇન્ડીઝભારત1983
World Cup 2023 ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ