/indian-express-gujarati/media/media_files/2026/02/17/imran-khan-2026-02-17-17-42-51.jpg)
Imran Khan : ઇમરાન ખાન પાકિસ્તાનના ક્રિકેટર અને પૂર્વ વડાપ્રધાન છે. Photograph: (Express FIle Photo)
Imran Khan News : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર અને કપિલ દેવે જેલમાં બંધ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી ઈમરાન ખાન સાથે માનવીય વ્યવહાર કરવાની અપીલ કરી છે. ગાવસ્કર અને કપિલ સહિત દુનિયાના કુલ 14 ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ ઇમરાન ખાનની બગડતી તબિયત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. તમામ ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સાથે માનવીય વર્તન કરવાની અપીલ કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે, દિગ્ગજ ક્રિકેટરો એ ઈમરાન ખાનની બગડતી તબિયત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં પાકિસ્તાન સરકારને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ તેમને યોગ્ય તબીબી સંભાળ અને સન્માનજનક પરિસ્થિતિ પૂરી પાડવા વિનંતી કરી છે.
1992ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન ઇમરાન ખાને રાવલપિંડીની અડિયાલા જેલમાં યોગ્ય તબીબી સંભાળના અભાવને કારણે તેમની જમણી આંખની લગભગ 85 ટકા દ્રષ્ટિ ગુમાવી દીધી હોવાના અહેવાલો હતા.
આ પત્ર પર કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર ઉપરાંત માઇકલ એથરટન, એલન બોર્ડર, માઇકલ બ્રેયર્લી, ગ્રેગ ચેપલ, ઇયાન ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, ડેવિડ ગોવર, કિમ હ્યુજીસ, નાસિર હુસૈન, ક્લાઇવ લોયડ, સ્ટીવ વો અને જ્હોન રાઈટના પણ હસ્તાક્ષર છે. તમામ 14 પૂર્વ કેપ્ટનોએ 'ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોની અપીલ' લખેલા પત્રનો વિષય મૂકીને પાકિસ્તાન સરકારને મોકલી આપ્યો હતો અને ઇમરાન ખાન સાથે ન્યાયી વર્તન કરવાની માંગ કરી હતી.
પત્રમાં લખ્યું છે કે, અમે અમારી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ઇમરાન ખાન સાથે કથિત વર્તન અને જેલની સ્થિતિ પર અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરવા માટે પત્ર લખી રહ્યા છીએ. તેમની તબિયત વિશેના તાજેતરના અહેવાલો, ખાસ કરીને જેલમાં હતા ત્યારે તેમની આંખોની દ્રષ્ટિ ઓછી થવાના અને છેલ્લા અઢી વર્ષમાં તેમની જેલની સ્થિતિએ અમને ખૂબ ચિંતિત કરી દીધા છે. ”
અમારું માનવું છે કે ઇમરાન ખાન જેવા વ્યક્તિને પૂર્વ રાષ્ટ્રીય નેતા અને વૈશ્વિક રમતગમતના આઇકોન તરીકે સન્માન અને માનવીય ગૌરવ સાથે વર્તવું જોઈએ. અમે પાકિસ્તાન સરકારને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તે સુનિશ્ચિત કરે કે ઇમરાન ખાનની કથિત સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે તેમની પસંદગીના લાયક નિષ્ણાતો પાસેથી તાત્કાલિક, પૂરતી અને સતત તબીબી સંભાળ પૂરી પાડવામાં આવે. ”
Sunil Gavaskar, Michael Atherton, Ian Chappell and Clive Lloyd are among 14 former international captains that have written a letter to Pakistan's prime minister expressing concern for the health of Imran Khan
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026
Full story: https://t.co/5XDIAO9zdVpic.twitter.com/d5p7CEFicJ
આ પત્રમાં અધિકારીઓને "શિષ્ટાચાર અને ન્યાય" ના સિદ્ધાંતોને જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. પૂર્વ કેપ્ટનોએ કહ્યું કે, આ અપીલ ખેલદિલી અને માનવતાની ભાવનાથી પ્રેરિત છે અને કાયદાકીય કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. આ પત્રમાં ક્રિકેટર અને રાજકારણી તરીકે ઇમરાન ખાનના યોગદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો | કોણ છે કેનેડાનો યુવરાજ સમરા? જેણે ન્યૂઝીલેન્ડ સામે 65 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને 2023માં ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પત્રમાં ક્રિકેટ જગતના ભૂતપૂર્વ કેપ્ટનોએ તેમના માટે યોગ્ય ચિકિત્સા, પારદર્શક કાનૂની પ્રક્રિયાઓ અને સન્માનજનક સારવારની માગણી કરી છે. થોડા દિવસો પહેલા ઇમરાનના પરિવારે પણ તેને મળવા માટે ધરણા કર્યા હતા, ત્યાં ભારે પ્રદર્શન થયું હતું અને આખરે તેને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us