IND vs AUS 2nd Test : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે (7 ડિસેમ્બર) ફરી એકવાર ખરાબ અમ્પાયરિંગ જોવા મળ્યું હતું. આ મામલો ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સની 58મી ઓવરનો છે. મિચેલ માર્શને રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. ત્રીજા બોલ પર એલબીડબલ્યુ માટે અપીલ કરવામાં આવી હતી. ઓનફિલ્ડ અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થે આઉટ આપ્યો ન હતો. ભારતીય ટીમે આ નિર્ણયની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો.
રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટની ખૂબ જ નજીક હતો. થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ ઓનફિલ્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતુ કે બોલ પહેલા પેડ સાથે ટકરાયો કે બેટ સાથે તેનું કોઇ પ્રમાણ નથી. તેના થોડા સમય બાદ જ બીજો રિપ્લે બતાવવામાં આવ્યો હતો. તે સ્પષ્ટ હતું કે બોલ પહેલા પેડને અથડાયો હતો. જોકે એલબીડબલ્યુ ચેક હોત તો પણ માર્શને આઉટ ન આપ્યો હોત કારણ કે ઇમ્પેક્ટ અમ્પાયરોએ કોલ થયો હતો. પણ સવાલ એ છે કે અમ્પાયરો શા માટે ‘ડબલ સ્ટાન્ડર્ડ’ અપનાવી રહ્યા છે ?
કેએલ રાહુલને આઉટ કેમ આપવામાં આવ્યો?
કેએલ રાહુલને પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કેમ આઉટ આપવામાં આવ્યો? ત્યારે પણ ખબર ન પડી રહી હતી કે બોલ પહેલા બેટ સાથે અથડાયો કે પછી પેડ સાથે? મેદાન પરના અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો. થર્ડ અમ્પાયરે આ નિર્ણયને પલટીને આઉટ આપ્યો હતો. પર્થમાં રિચર્ડ ઇલિંગવર્થ અમ્પાયર હતા. તેમણે રિચર્ડ કેટલબોરોના નિર્ણયને પલટાવી દીધો હતો. આ મેચમાં મેદાન પરના અમ્પાયર તરીકે રિચર્ડ ઇલિંગવર્થ છે. તેના આ નિર્ણયને થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ પલટાવ્યો નથી.
આ પણ વાંચો – બોર્ડર ગાવસ્કર ટ્રોફી ડ્રો થાય તો પણ WTC ફાઇનલમાં પહોંચી શકે છે ભારત, જાણો સંપૂર્ણ સમીકરણ
રિવ્યૂ ગુમાવ્યો ન હોત
મિશેલ માર્શ કેસની વાત કરીએ તો મિશેલ માર્શ ડાઉન ધ ટ્રેક આવ્યો અને બોલ પહેલા પેડ સાથે અથડાયો હતો. થર્ડ અમ્પાયરે સ્નિકોની મદદ લીધી હતી. આ પછી નોટ આઉટ આપ્યો હતો. આ પછી બ્રોડકાસ્ટરે ઝૂમ આઉટ વર્ઝન બતાવ્યું હતું. તે બતાવે છે કે બોલ પહેલા પેડ પર અથડાયો હતો. ઓન-એર કોમેન્ટેટર્સ ચકિત થયા હતા છે કે બોલ-ટ્રેકિંગ શા માટે બતાવવામાં આવ્યું ન હતું. માર્શ આઉટ થયો ન હતો કારણ કે ઇમ્પેક્ટ અમ્પાયર્સ કોલ હતો, જે નોટઆઉટ હતો. બોલ સ્ટમ્પ પર જઇ રહ્યો હતો. ભારતે રિવ્યૂ ગુમાવ્યો ન હોત.





