Pink Ball Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની શ્રેણીની બીજી ટેસ્ટ 6 થી 10 ડિસેમ્બર 2024 દરમિયાન રમાવાની છે. બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ મુકાબલો રમાશે અને ગુલાબી બોલથી (પિંક બોલ) રમાશે. પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર છે. તે અત્યાર સુધી 12 પિંક બોલ ટેસ્ટ રમી ચૂક્યું છે, જેમાંથી 11માં જીત મળી છે, જ્યારે એકમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારત અત્યાર સુધીમાં 4 પિંક બોલ ટેસ્ટ રમ્યું છે. જેમાં તેણે 3માં જીત મેળવી છે, જ્યારે એકમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એક પિંક બોલ ટેસ્ટ રમાઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી એક પિંક બોલ ટેસ્ટ રમાઇ છે. ડિસેમ્બર 2020માં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 36 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. તે મેચમાં ટીમ ઇન્ડિયાનો 8 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારનારા બેટ્સમેનોની વાત કરવામાં આવે તો અહીં ઓસ્ટ્રેલિયાનો પણ હાથ ઉપર છે. પિંક બોલ ટેસ્ટમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા તરફથી 7 બેટ્સમેનોએ સદી ફટકારી છે.
પાકિસ્તાનના અઝહર અલીએ પહેલી સદી ફટકારી
પિંક બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના અઝહર અલીના નામે છે. અઝહર અલીએ ઓક્ટોબર, 2016માં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિન્ડિઝ સામે અણનમ 302 રન ફટકાર્યા હતા. પિંક બોલ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી માત્ર 2 બેટ્સમેન જ ત્રેવડી સદી ફટકારી શક્યા છે. જેમાં પ્રથમ છે અઝહર અલી, જ્યારે બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. ડેવિડ વોર્નરે નવેમ્બર 2019માં એડિલેડમાં પાકિસ્તાન સામે અણનમ 335 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – ટી-20 ક્રિકેટમાં રચાયો અનોખો ઇતિહાસ, મણિપુર સામે દિલ્હીના બધા 11 ખેલાડીઓએ બોલિંગ કરી
પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્લેયર
પ્લેયર મેચ ઇનિંગ્સ અણનમ રન હાઇએસ્ટ સ્કોર એવરેજ સ્ટ્રાઇક રેટ 100 50 શૂન્ય 4s 6s અઝહર અલી (પાકિસ્તાન) 1 1 1 302 302* – 64.39 1 0 0 23 2 ડેરેન બ્રાવો (વેસ્ટ ઈન્ડિઝ) 1 1 0 116 116 116 46.58 1 0 0 10 1 સ્ટીફન કુક (દક્ષિણ આફ્રિકા) 1 1 0 104 104 104 43.33 1 0 0 8 0 ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા) 1 1 1 118 118* – 71.95 1 0 0 17 0 ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયા) 1 1 0 145 145 145 47.07 1 0 0 12 0 અસદ શફીક (પાકિસ્તાન) 2 2 0 249 137 124.5 65.01 2 0 0 23 1 પીટર હેન્ડ્સકોમ્બ (ઓસ્ટ્રેલિયા) 1 1 0 105 105 105 43.75 1 0 0 10 1 સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) 1 1 0 130 130 130 58.55 1 0 0 19 0 એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ) 1 1 0 243 243 243 59.7 1 0 0 33 0 જો રુટ (ઇંગ્લેન્ડ) 1 1 0 136 136 136 71.95 1 0 0 22 0 દિમુથ કરુણારત્ને (શ્રીલંકા) 2 2 0 303 196 151.5 52.33 2 0 0 34 1 શોન માર્શ (ઓસ્ટ્રેલિયા) 1 1 1 126 126* – 54.54 1 0 0 15 1 એડેન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) 1 1 0 125 125 125 61.27 1 0 0 14 2 હેનરી નિકોલ્સ (ન્યૂઝીલેન્ડ) 1 1 1 145 145* – 54.1 1 0 0 18 0 કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) 1 1 0 102 102 102 46.36 1 0 0 11 1 વિરાટ કોહલી (ભારત) 1 1 0 136 136 136 70.1 1 0 0 18 0 માર્નસ લાબુસેન (ઓસ્ટ્રેલિયા) 4 4 0 571 163 142.75 52.48 4 0 0 62 1 ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) 1 1 1 335 335* – 80.14 1 0 0 39 1 યાસિર શાહ (પાકિસ્તાન) 1 1 0 113 113 113 53.05 1 0 0 13 0 ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) 2 2 0 276 175 138 83.13 2 0 0 32 0 ટોમ બ્લન્ડેલ (ન્યૂઝીલેન્ડ) 1 1 0 138 138 138 76.24 1 0 0 19 1
S





