IND vs AUS Score : રોહિત શર્માની સદી, ત્રીજી વન ડે માં ભારતનો 9 વિકેટે વિજય

IND vs AUS 3rd ODI match : રોહિત શર્માના 125 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 121 રન. વિરાટ કોહલીના 81 બોલમાં 7 ફોર સાથે અણનમ 74 રન, હર્ષિત રાણાની 4 વિકેટ. 3 મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો 2-1થી વિજય

Written by Ankit Patel
Updated : October 25, 2025 15:52 IST
IND vs AUS Score : રોહિત શર્માની સદી, ત્રીજી વન ડે માં ભારતનો 9 વિકેટે વિજય
ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી વમ ડે મેચનો લાઈવ સ્કોર - photo- jansatta

India (IND) vs Australia (AUS) 3rd ODI Score,(ભારત વિ.ઓસ્ટ્રેલિયા ODI મેચ) : હર્ષિત રાણાની 4 વિકેટ પછી રોહિત શર્માની અણનમ સદી અને વિરાટ કોહલીની અણનમ અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં 9 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 46.4 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 38.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારત 3 વન-ડેની શ્રેણી 2-1થી ગુમાવી દીધી છે.

રોહિત શર્મા 125 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે 121 રને અને વિરાટ કોહલી 81 બોલમાં 7 ફોર સાથે 74 રને અણનમ રહ્યો હતો. બન્નેએ બીજી વિકેટ માટે 168 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.

Live Updates

IND vs AUS LIVE Score : ત્રીજી વન ડેમાં ભારતનો 9 વિકેટે વિજય

હર્ષિત રાણાની 4 વિકેટ પછી રોહિત શર્માની અણનમ સદી (121) અને વિરાટ કોહલીની અણનમ અડધી સદી (74)ની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં 9 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 46.4 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 38.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારત 3 વન-ડેની શ્રેણી 2-1થી ગુમાવી દીધી છે.

IND vs AUS LIVE Score : રોહિત અને કોહલી વચ્ચે 168 રનની અતૂટ ભાગીદારી

રોહિત શર્મા 125 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે 121 રન. વિરાટ કોહલી 81 બોલમાં 7 ફોર સાથે અણનમ 74 રન. બન્નેએ બીજી વિકેટ માટે 168 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.

IND vs AUS LIVE Score : રોહિત શર્માની સદી

રોહિત શર્માએ 105 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી. ભારતે 33 ઓવરમાં 200 રન પુરા કર્યા. આ પહેલા વિરાટ કોહલીએ 56 બોલમાં 4 ફોર સાથે અડધી સદી ફટકારી હતી.

IND vs AUS LIVE Score : રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 63 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. શુભમન ગિલ 26 બોલમા 2 ફોર અનો 1 સિક્સર સાથે 24 રન બનાવી હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો.

IND vs AUS LIVE Score : ટીમ ઈન્ડિયાને 237 રનનો લક્ષ્યાંક

ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 237 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે મેચ ખૂબ જ ઝડપથી શરૂ કરી હતી, પરંતુ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાને 46.4 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ સમયગાળા દરમિયાન હર્ષિત રાણાએ ચાર વિકેટ લીધી.

IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150 ને પાર

29મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150 પર પહોંચી ગયો છે. રેનશો અને એલેક્સ કેરી બેટિંગ કરી રહ્યા છે. કેરીએ 7 રન બનાવવા માટે 21બોલનો સામનો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 152 રન છે. રેનશો 37 બોલમાં 37 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

IND vs AUS LIVE Score : ટીમ ઈન્ડિયાની બીજી સફળતા

અક્ષર પટેલે ભારતીય ટીમને બીજી સફળતા અપાવી. તેણે ખતરનાક બેટિંગ કરી રહેલા મિશેલ માર્શને આઉટ કર્યો. માર્શે મેચમાં 41 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા.

IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શ ક્રીઝ પર સંઘર્ષ કરી રહ્યા છે. મોહમ્મદ સિરાજે પહેલી ઓવરમાં મેડન ઓવર નાખી. જોકે, ટ્રેવિસ હેડનું બેટ જોરથી બોલતું રહે છે. જ્યારે પણ તક મળે છે ત્યારે તે બાઉન્ડ્રી ફટકારી રહ્યો છે. માર્શે 19 બોલમાં ફક્ત 7 રન બનાવ્યા છે, જ્યારે હેડે 17 રન બનાવ્યા છે. 6 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 31 છે.

IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11

મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિશેલ ઓવેન, નાથન એલિસ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

IND vs AUS LIVE Score : ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ

IND vs AUS LIVE Score : ભારત શ્રેણી 1-2થી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખશે

ભારત પર્થ અને એડિલેડમાં શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગયું. કેપ્ટન શુભમન ગિલની પ્રતિષ્ઠા ત્રીજી મેચમાં પણ દાવ પર લાગી છે. તે પણ કેપ્ટન તરીકેની તેની પ્રથમ વનડે શ્રેણીમાં 0-3થી હારવા માંગશે નહીં. તેથી, ભારત શ્રેણી 1-2થી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખશે. દરમિયાન, મિશેલ માર્શની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ પાછળ હટવાની નથી. તેઓ ચોક્કસપણે ક્લીન સ્વીપ પર નજર રાખશે.

IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો ત્રીજો અને અંતિમ મેચ સિડનીમાં રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 20મો વનડે રમી રહી છે. શુભમન ગિલ ફરી એકવાર ટોસ હારી ગયો અને ઓસ્ટ્રેલિયન કેપ્ટને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેણીમાં 0-2થી પાછળ રહીને, ભારત પાસે હવે સન્માન બચાવવાની છેલ્લી તક છે.

IND vs AUS LIVE Score : આ મેચ કેપ્ટન શુભમન ગિલ માટે પણ મહત્વપૂર્ણ રહેશે

આ મેચ કેપ્ટન શુભમન ગિલ માટે પણ મહત્વપૂર્ણ રહેશે. આ તેની પહેલી ODI કેપ્ટનશીપ છે. તે પોતાની પહેલી શ્રેણીમાં વ્હાઇટવોશ થવા માંગશે નહીં. તેથી, ભારતે આ મેચ જીતવી જ જોઈએ. દરમિયાન, વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, તેથી ટીમ મેનેજમેન્ટ સહિત દરેકની નજર ભવિષ્ય માટે તેના પર રહેશે. કેપ્ટન ગિલની બેટિંગ કુશળતા પણ હજુ સુધી જોવા મળી નથી.

IND vs AUS LIVE Score : આજે ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની આ ત્રીજી અને અંતિમ ODI છે. પહેલી અને બીજી મેચમાં જીત મેળવીને, યજમાન ટીમે શ્રેણી સુરક્ષિત કરી. હવે, ભારતીય ટીમ ત્રીજી મેચમાં પોતાનું સન્માન બચાવવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમનો સિડનીમાં ખાસ પ્રભાવશાળી રેકોર્ડ નથી, કારણ કે તેણે અહીં ઓસ્ટ્રેલિયા સામે 19 મેચોમાંથી ફક્ત બે જ જીતી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ