Rohit Sharma Record : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરતા વન ડે ક્રિકેટ કારકિર્દીની 33મી સદી ફટકારી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 50મી સદી પણ હતી. આ સદી સાથે જ તેણે કોહલી અને સંગાકારાનો રેકોર્ડ એક સાથે તોડી નાખ્યો છે. રોહિતે આ મેચમાં 125 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 121 રન બનાવ્યા હતા.
રોહિતે કોહલી-સંગાકારાને પાછળ છોડી દીધા
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં વન ડે ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી હતી અને તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારનારો વિદેશી બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી વન ડેમાં 5-5 સદી ફટકારનારા વિરાટ કોહલી અને કુમાર સંગાકારાને પાછળ છોડી દીધા છે. રોહિતે માત્ર 33 ઇનિંગ્સમાં છઠ્ઠી સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વન-ડે સદી ફટકારનારા વિદેશી બેટ્સમેન
- 6 – રોહિત શર્મા (33 ઇનિંગ્સ)
- 5 – વિરાટ કોહલી (32 ઇનિંગ્સ)
- 5 – કુમાર સંગાકારા (49 ઇનિંગ્સ)
રોહિત શર્માએ સચિન તેંડુલકરની બરોબરી કરી
વન ડેમાં ટાર્ગેટનો પીછો કરતા સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સચિન તેંડુલકરની સાથે રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિતે વન-ડેમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે 17 સદી ફટકારી છે અને સચિને પણ ટાર્ગેટનો પીછો કરતા 17 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ વન-ડેમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સૌથી વધુ 28 સદી ફટકારી છે.
વન-ડેમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
- 28 – વિરાટ કોહલી (161 ઇનિંગ્સ)
- 17 – રોહિત શર્મા (232 ઇનિંગ્સ)
- 17 – સચિન તેંડુલકર (153 ઇનિંગ્સ)
- 12 – ક્રિસ ગેલ (152 ઇનિંગ્સ)
- 11 – તિલકરત્ને દિલશાન (116 ઇનિંગ્સ)
રોહિત શર્માએ સુનીલ ગાવસ્કરને પાછળ રાખ્યા
રોહિત શર્માએ 38 વર્ષ અને 178 દિવસની ઉંમરે વન ડે કારકિર્દીની 33મી સદી ફટકારી હતી અને તે ભારત તરફથી વન ડેમાં સદી ફટકારનારો બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહિતે 38 વર્ષ અને 113 દિવસની ઉંમરે ભારત તરફથી વન ડેમાં સદી ફટકારનારા ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. સચિન તેંડુલકર ભારત તરફથી વન ડે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના પ્લેયર છે. જેણે 38 વર્ષ અને 327 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયાની 2 મહિલા ક્રિકેટર સાથે ઇન્દોરમાં છેડતી, વર્લ્ડ કપની મેચ પહેલા બની ઘટના
વન-ડે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડી
38 વર્ષ 327 દિવસ – સચિન તેંડુલકર38 વર્ષ 178 દિવસ – રોહિત શર્મા38 વર્ષ 113 દિવસ – સુનીલ ગાવસ્કર
રોહિત શર્માએ 268મી ઇનિંગમાં 33મી વન-ડે સદી ફટકારી
રોહિત શર્માએ 268મી ઇનિંગમાં 33મી વન-ડે સદી ફટકારી હતી અને તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ રાખ્યો છે. સચિને 286મી ઇનિંગમાં 33મી વન-ડે સદી ફટકારી હતી. આ યાદીમાં વિરાટ કોહલી ટોચ પર છે, જેણે માત્ર 195 ઇનિંગમાં 33મી વન-ડે સદી ફટકારી હતી.
વન-ડેમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 33 સદી ફટકારનાર ભારતીયો
- 195 ઇનિંગ્સ – વિરાટ કોહલી
- 268 ઇનિંગ્સ – રોહિત શર્મા
- 286 ઇનિંગ્સ – સચિન તેંડુલકર
ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્લેયર
- 9 – રોહિત શર્મા
- 9 – સચિન તેંડુલકર
- 8 – વિરાટ કોહલી
- 6 – ડેસમન્ડ હેન્સ





