MCG માં સુરક્ષામાં ચુક, પ્રશંસક મેદાનમાં ઘુસ્યો, વિરાટ કોહલીના ખભા પર રાખ્યો હાથ, જુઓ વીડિયો

IND vs AUS 4th Test : મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં એક દર્શક સુરક્ષા જવાનોને ચકમો આપીને મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. તે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી પસાર થયો હતો. વિરાટ કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો

IND vs AUS 4th Test : મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં એક દર્શક સુરક્ષા જવાનોને ચકમો આપીને મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. તે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી પસાર થયો હતો. વિરાટ કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Fan breaches MCG security, IND vs AUS 4th Test

IND vs AUS 4th Test : એક દર્શક સુરક્ષા જવાનોને ચકમો આપીને મેદાનમાં પ્રવેશ્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

IND vs AUS 4th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે પ્રથમ સેશન દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)ની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. એક દર્શક સુરક્ષા જવાનોને ચકમો આપીને મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. તે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી પસાર થયો હતો. વિરાટ કોહલીના ખભે હાથ રાખ્યો હતો અને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisment

જોકે આ ઘટનાને કારણે મેચ પર કોઈ અસર પડી ન હતી. સુરક્ષાકર્મીઓ તરત જ મેદાન પર પહોંચી ગયા અને તે વ્યક્તિને સ્ટેડિયમની બહાર લઈ ગયા હતા. કોહલી આ ઘટનાથી નારાજ જોવા મળ્યો હતો. એમસીજી પર પ્રેક્ષકો દ્વારા કોહલીના સતત નારા લગાવ્યા હતા. કદાચ આવું પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન નવોદિત ખેલાડી સેમ કોનસ્ટાસ સાથે મેદાન પર ખભો ટકરાવવાના કારણે થયું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ ઘટના બદલ કોહલીને તેની મેચ ફીની 20 ટકા રકમનો દંડ ફટકાર્યો હતો અને તેને બે ડિમેરિટ પોઈન્ટ્સ પણ આપ્યા હતા.

https://twitter.com/ryandesa_7/status/1872436809650917447

આ પણ વાંચો - કોહલી-કોન્સટાસ વિવાદ પર દિગ્ગજોએ શું કહ્યું

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ભારતીય ક્રિકેટરો કાળી પટ્ટી પહેરી ઉતર્યા

ભારતીય ક્રિકેટરોએ બીજા દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરવા મેદાન પર કાળી પટ્ટી પહેરીને ઉતર્યા હતા. બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે ભારતીય ટીમે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે કાળી પટ્ટી પહેરી ઉતર્યા હતા. મનમોહન સિંહ 2004થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા હતા અને 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

Advertisment
https://twitter.com/gavaskar_theman/status/1872440290147221761

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 474 રનમાં ઓલ આઉટ

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 474 રનમાં ઓલઆઉટ થયું હતું. સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર ઈનિંગ રમી હતી. માર્નસ લાબુશેનેએ 72 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. આકાશદીપે 2 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી. જેના જવાબમાં બીજા દિવસના અંતે ભારતે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવી લીધા છે. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા 4 ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલે 82, વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ