IND vs AUS 4th Test Live Cricket Score Day 2: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ગુરુવાર (26 ડિસેમ્બર)થી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આજે 27 ડિસેમ્બર 2024ના રોજ બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસની રમત પુરી થઈ ગઈ છે. ભારતે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા હજી 310 રન આગળ છે. ઋષભ પંત 6 રન અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવી ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલે 82 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા છે. કેએલ રાહુલે 24 રન બનાવ્યા છે. રોહિત શર્મા 3 રન બનાવ્યા હતા. આકાશદીપ ખાતું ખોલાયા વગર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલરોમાં પેટ કમિંસ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ લીધી છે. ભારતને ફોલોઓથી બચવા માટે 275 રન બનાવવા પડશે. ફોલઓનથી બચવા માટે ભારતને હજી 110 રન જોઈએ છે.
ટી બ્રેક સુધી ભારતને બે વિકેટનું નુકસાન
બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ટી બ્રેક સુધી ભારતે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પાસ 423 રનની બઢત હતી. યશસ્વી જયસ્વાલ 23 રન બનાવીને ક્રિઝ પર છે. કેએલ રાહુલ ટી બ્રેકના ઠીક પહેલા જ આઉટ થયો છે. તેણે 24 રન બનાવ્યા છે. રોહિત શર્મા ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. તેણે 3 રન બનાવ્યા હતા. પેટ કમિંસે રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 474 રન પર આઉટ
બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 122.4 ઓવરમાં 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ નાથન લિયોનની પડી. ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 474 રન પર આઉટ થયું છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે સૌથી વધારે 140 રન બનાવ્યા છે. મિચેલ સ્ટાર્કે 15 રન બનાવ્યા છે. પેટ કમિંસે 49 રન, ઉસ્માન ખ્વાઝા 57 રન, માર્નસ લાબુશેન 72 રન બનાવી આઉટ થયા હતા. તેમજ ડેબ્યુટેંટ સૈમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. ટ્રેવિસ ખાતું ખાલાવ્યા વગર આઉટ થયો હતો. મિચેલ માર્શ 4 રન બનાવી આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 3 વિકેશટ અને આકાશદીપ અને વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનું પહેલું સત્ર સમાપ્ત થયું છે. ઓસ્ટ્રેલિયાએ 113 ઓવરમાં 7 વિકેટ પર 454 રન બનાવ્યા હતા. પહેલા સત્રમાં પેટ કમિંસ 49 રન બનાવી આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાઝા 57 રન અને માર્નસ લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો છે. ડેબ્વ્યુટેંટ સેમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા છે. ટ્રેવિસ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. મિચેલ માર્શ 4 રન બનાવીને આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન બનાવ્યા છે. ભારતીય બોલરોએ જસપ્રત બુમરાહે ત્રણ વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ તેમજ આકાશદીપ અને વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી છે.
ભારતીય ટીમે પ્લેઇંગ 11માં 1 ફેરફાર કર્યો છે. શુભમન ગિલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી છે. રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તે ઓપનિંગ કરશે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી હતી. નાથન મેકસ્વિનીના સ્થાને સેમ કોન્સ્ટાસને તક મળી અને ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને તક મળી.
સિરીઝ 1-1 થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. બ્રિસ્બેનમાં વરસાદથી પ્રભાવિત ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ આ પ્રથમ ટેસ્ટ છે.





