IND vs AUS 4th Test, Day 3 : ત્રીજો દિવસ પુરો, નીતિશ રેડ્ડીની શદી, ભારતનો સ્કોર 358/9, ઓસ્ટ્રેલિયા પાસે 116 રનની લીડ

India vs Australia 4th test day 3 Live Score : બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે (28 ડિસેમ્બર) ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટે 164 રનથી રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ સેશનમાં ઋષભ પંત 28 રન બનાવીને આઉટ થયો હતો.

India vs Australia 4th test day 3 Live Score : બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે (28 ડિસેમ્બર) ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટે 164 રનથી રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ સેશનમાં ઋષભ પંત 28 રન બનાવીને આઉટ થયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
India vs Australia, IND vs AUS 4th Test

ભારત ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ મેચ photo - jansatta

IND vs AUS 4th Test Live Cricket Score Day 3 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ ગુરુવાર (26 ડિસેમ્બર)થી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. ત્રીજા દિવસે શનિવારે (28 ડિસેમ્બર) ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટે 164 રનથી રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ સેશનમાં ઋષભ પંત 28 રન બનાવીને આઉટ થયો હતો અને રવિન્દ્ર જાડેજા 17 રન બનાવીને આઉટ થયો હતો. સ્કોટ બોલેન્ડ અને નાથન લિયોનને વિકેટ મળી હતી. જોકે, ત્યારબાદ નીતિશ રાણા અને વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળીને ભારતની વાપસી કરાવી હતી.

Advertisment

ત્રીજા દિવસની રમત પુરી

બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે મેલબોર્નમાં વરસાદના કારણે મેચ ઝડપી સમાપ્ત થઈ ગઈ છે. ભારતે 116 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 358 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે હજી પણ 116 રનની લીડ છે. નીતિશ કુમાર રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાઝ 2 રન બનાવીને ક્રીઝ પર છે. વોશિંગ્ટન સુંદર 50 રન અને જસપ્રીત બુમરાહ ખાતું ખોલાયા વગર આઉટ થયો હતો.

બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે ટી બ્રેક પડ્યો

મેલબોર્નમાં ખરાબ રોશનીના કારણે બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસનો ટી બ્રેક વહેલા પડી ગયો છે. વરસાદના છાંટા પડી રહ્યા છે. ભારતે 97 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 326 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે હજી 148 રનની બઢત છે. વોશિંગટન સુંદર 40 અને નિતીશ રેડ્ડી 85 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 105 રનની ભાગીદારી છે. આ સત્રમાં ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી.

બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી ભારતે 73 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 230 રનથી આગળ છે. ફોલોઓન બચાવવા માટે 31 રનની જરૂર હતી. વોશિંગ્ટન સુંદર 5 અને નીતિશ રેડ્ડી 40 રન બનાવીને ક્રીઝ પર છે. યશસ્વી જયસ્વાલ 82, વિરાટ કોહલી 36 અને કેએલ રાહુલ 24 રન બનાવીને આઉટ થયા હતા. રોહિત શર્મા 3 અને નાઈટવોચમેન આકાશદીપ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે 3 અને પેટ કમિન્સે 2 વિકેટ ઝડપી હતી. નાથન લિયોને 1 વિકેટ લીધી હતી.

Advertisment
  • Dec 28, 2024 12:45 IST

    IND vs AUS 4th Test Live : ત્રીજા દિવસની રમત પુરી

    બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે મેલબોર્નમાં વરસાદના કારણે મેચ ઝડપી સમાપ્ત થઈ ગઈ છે. ભારતે 116 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 358 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે હજી પણ 116 રનની લીડ છે. નીતિશ કુમાર રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાઝ 2 રન બનાવીને ક્રીઝ પર છે. વોશિંગ્ટન સુંદર 50 રન અને જસપ્રીત બુમરાહ ખાતું ખોલાયા વગર આઉટ થયો હતો.



  • Dec 28, 2024 12:28 IST

    IND vs AUS 4th Test Live : મેલબોર્નમાં વરસાદ

    મેલબોર્નમાં વરસાદ પડવા લાગ્યા છો. પીચને કવર ઢાંકવામાં આવી. ભારતે 116 ઓવરમાં 9 વિકેટ પર 358 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 116 રનની બઢત છે. નીતિશ કુમાર રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાઝ 2 રન બનાવી ક્રીઝ પર છે.



  • Dec 28, 2024 12:06 IST

    IND vs AUS 4th Test Live : મેલબોર્નમાં ખરાબ રોશનીના કારણે મેચ રોકાઈ

    મેલબોર્નમાં ખરાબ રોશનીના કારણે મેચ રોકાઈ છે. ભારતે 116 ઓવરમાં 9 વિકેટ પર 358 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 116 રનની બઢત છે. નીતિશ કુમાર રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાઝ 2 રન બનાવી ક્રિઝ પર છે.



  • Dec 28, 2024 12:04 IST

    IND vs AUS 4th Test Live : નિતીશ કુમાર રેડ્ડીની ટેસ્ટ કરિયરની પહેલી સદી

    નિતીશ કુમાર રેડ્ડીએ ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી છે. તેણે 173 બોલમાં 104 રન બનાવ્યા છે. ભારનો સ્કોર 115.2 ઓલરમાં 9 વિકેટ પર 355 રન, ઓસ્ટ્રેલિયા પાસે 119 રનની બઢત છે.



  • Dec 28, 2024 11:08 IST

    IND vs AUS 4th Test Live : ભારતની સારી બેટિંગ

    ભારતે 101 ઓવરમાં 7 વિકેટ પર 328 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 146 રનની લીડ છે. વોશિંગટન સુંદર 40 અને નિતીશ રેડ્ડી 87 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Dec 28, 2024 09:45 IST

    IND vs AUS 4th Test Live : બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે ટી બ્રેક પડ્યો

    મેલબોર્નમાં ખરાબ રોશનીના કારણે બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસનો ટી બ્રેક વહેલા પડી ગયો છે. વરસાદના છાંટા પડી રહ્યા છે. ભારતે 97 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 326 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે હજી 148 રનની બઢત છે. વોશિંગટન સુંદર 40 અને નિતીશ રેડ્ડી 85 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 105 રનની ભાગીદારી છે. આ સત્રમાં ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી.



  • Dec 28, 2024 09:06 IST

    IND vs AUS 4th Test Live : નિતિશ રેડ્ડીએ ફિફ્ટી ફટકારી

    નિતીશ રેડ્ડીએ ફિફ્ટી ફટકારી છે. આ તેની ટેસ્ટ કરિયરની પહેલી ફિફ્ટી છે. તેણે 82 બોલ પર 53 રન બનાવ્યા ક્રિઝ પર છે. વોશિંગટન સુંદર 18 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતે 86 ઓવરમાં 7 વિકેટ પર 270 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 204 રન આગળ છે. ભારતને ફોલોઓનથી બચવા માટે 5 રન જોઈએ છે.



  • Dec 28, 2024 07:59 IST

    IND vs AUS 4th Test Live : ફોલોઓનથી બચવા માટે ભારતને હવે 22 રનની જરૂર

    ભારતે 76 ઓવરમાં 7 વિકેટ પર 253 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 221 રનથી આગળ છે. નીતિશ કુમાર રેડ્ડી 41 રન અને વોશિંગ્ટ સુંદર 13 રન બનાવીને ક્રિઝ પર છે. ફોલોઓનથી બચવા માટે વધુ 22 રન જોઈએ.



  • Dec 28, 2024 07:28 IST

    IND vs AUS 4th Test Live : લંચ બ્રેક સુધી ભારતે 73 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા

    બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી ભારતે 73 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 230 રનથી આગળ છે. ફોલોઓન બચાવવા માટે 31 રનની જરૂર હતી. વોશિંગ્ટન સુંદર 5 અને નીતિશ રેડ્ડી 40 રન બનાવીને ક્રીઝ પર છે.



  • Dec 28, 2024 07:28 IST

    IND vs AUS 4th Test Live : નાથન લિયોને વિન્દ્ર જાડેજાને પેવેલિયન મોકલ્યો

    રવિન્દ્ર જાડેજાને નાથન લિયોને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 17 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી 22 રન સાથે અને વોશિંગ્ટન સુંદર 1 રન સાથે ક્રીઝ પર છે. ભારતે 65 ઓવરમાં 7 વિકેટે 222 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પાસે 252 રનની લીડ છે. ફોલોઓન બચાવવા માટે 53 રનની જરૂર હતી.



  • Dec 28, 2024 07:27 IST

    IND vs AUS 4th Test Live : ભારતે 200 રન પૂરા કર્યા

    ભારતે પ્રથમ 1 કલાકમાં માત્ર 1 વિકેટ ગુમાવી હતી, પરંતુ એક મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી. રિષભ પંતની. ભારતે 200 રન બનાવ્યા છે. ફોલોઓન બચાવવા માટે વધુ 72 રનની જરૂર હતી. ભારતનો સ્કોર 6 વિકેટે 203 રન છે. ઓસ્ટ્રેલિયા પાસે 271 રનની લીડ છે. રવિન્દ્ર જાડેજા 10 રન બનાવીને અને નીતીશ રેડ્ડી 11 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Dec 28, 2024 07:26 IST

    IND vs AUS 4th Test Live : સ્કોટ બોલેન્ડે રિષભ પંતને પેવેલિયનમાં મોકલ્યો

    રિષભ પંતને સ્કોટ બોલેન્ડે પેવેલિયન મોકલ્યો હતો. તેણે 28 રન બનાવ્યા હતા. જાડેજા સાથે 32 રનની ભાગીદારી કરી હતી. નીતિશ કુમાર નવા બેટ્સમેન છે. રવિન્દ્ર જાડેજા 9 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 56 ઓવરમાં 6 વિકેટે 192 રન છે. ઓસ્ટ્રેલિયા 282 રનથી આગળ છે.



  • Dec 28, 2024 07:26 IST

    IND vs AUS 4th Test Live : ઓસ્ટ્રેલિયાએ બોલિંગમાં કર્યો ફેરફાર

    ઓસ્ટ્રેલિયાએ બોલિંગમાં ફેરફાર કર્યા છે. નાથન લિયોન બોલિંગ કરવા આવ્યો છે. ઋષભ પંત 25 રન અને રવિન્દ્ર જાડેજા 9 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 54.2 ઓવરમાં 5 વિકેટે 189 રન છે. ઓસ્ટ્રેલિયા 285 રનથી આગળ છે.



  • Dec 28, 2024 07:26 IST

    IND vs AUS 4th Test Live : ભારત ફોલોઓન બચાવવાથી 95 રન દૂર

    ભારતે 52 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 294 રનથી આગળ છે. ફોલોઓન બચાવવાથી 95 રન દૂર છે. ઋષભ પંત 22 અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવીને ક્રિઝ પર છે.



  • Dec 28, 2024 07:26 IST

    IND vs AUS 4th Test Live : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રમત શરૂ

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર. ભારતે 49 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવ્યા છે. ઋષભ પંત 15 રન અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવીને ક્રિઝ પર છે. પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડ બોલિંગ કરી રહ્યા છે.



ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ