IND vs AUS 4th Test Live Cricket Score Day 5: બોર્ડર ગાવસ્કર ટ્રોફીના બોક્સિંગ ડે ટેસ્ટમાં સોમવારે 30 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું છે. મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાંચમાં દિવસે ભારતીય ટીમને 340 રનના ટાર્ગેટ સામે 155 રન બનાવી ટીમ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના 8 બેટ્સમેનો સાથે મળીને બીજા દાવની 80 ઓવર પણ ન રમી શક્યા. 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે. છેલ્લી મેચ સિડનીમાં 3 જાન્યુઆરીએ રમાશે.
ઓસ્ટ્રેલિયાએ ભારતે 184 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું છે. નાથન લિયોને મોહમ્મદ સિરાઝને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે ખાતું ખોલાવ્યા વગર જ વિકેટ ગુમાવી છે. છેલ્લા સત્રમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી છે. બીજા દાવમાં ભારત 155 રન બનાવી આઉટ થયું છે. વોશિંગટન સુદર 5 રન બનાવી અણનમ રહ્યો.
યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારી
યશસ્વી જયસ્વાલે ફિફ્ટી પટકારી છે. તેણે 127 બોલમાં 50 રન બનાવ્યા છે હજી ક્રિઝ પર રમી રહ્યો છે. ઋષભ પંચ 14 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 53 રનની ભાગીદારી છે. ભારતનો સ્કોર 39.5 ઓવરમાં 3 વિકેટ પર 86 રન છે. ભારતને જીતવા માટે 254 રન જોઈએ છે.
બોક્સિંગ ડે ટેસ્ટના છેલ્લા દિવસનો લંચ બ્રેક
બોક્સિંગ ડે ટેસ્ટના છેલ્લા દિવસનો લંચ બ્રેક પડ્યો છે. ભારતે 26.1 ઓવરમાં ત્રણ વિકેટ પર 33 રન બનાવ્યા છે. જીતવા માટે 307 રન જોઈએ છે. વિરાટ કોહલી 5 રન બનાવી આઉટ થયો છે. યશસ્વી જયસ્વાલ 14 રન બનાવી ક્રિઝ પર છે. રોહિત શર્મા 9 રન અને કેએલ રાહુલ ખાતું ખોલાયા વગર આઉટ થયો છે. પેટ કમિંસે 2 વિકેટ અને સ્ટાર્કે 1 વિકેટ લીધી છે. હજી દિવસની 65.5 ઓવર રમવાની બાકી છે. ભારતીય ટીમ દબાણમાં છે જ્યારે ઓસ્ટ્રેલિયાની જીતની સંભાવના વધી છે.
ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 83.4 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ
ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 83.4 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 339 રનની લીડ મેળવી હતી. ભારતને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જસપ્રીત બુમરાહે નાથન લિયોનને બોલ્ડ કર્યો હતો. તેણે 41 રન બનાવ્યા હતા. સ્કોટ બોલેન્ડ 15 રન બનાવીને અણનમ રહ્યો હતો. બુમરાહની આ 5મી વિકેટ હતી જે ઓસ્ટ્રેલિયાના નંબર 8, 10 અને 11 બેટ્સમેનોએ લગભગ 35 ઓવર રમી હતી. પેટ કમિન્સે 90 બોલમાં 41 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 70 રન બનાવ્યા હતા.





