India vs Australia 4th Test : ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સેમ કોન્સટાસ મેદાન પર ટકરાયા હતા. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની દસમી ઓવર બાદ જ્યારે ખેલાડીઓ એકબીજાની સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોહલી અને કોન્ટાટાસના ખભા ટકરાયા હતા. બંને ખેલાડીઓ ફરીને એકબીજા સામે ઘુરીને જોતા રહ્યા અને કંઈક બોલ્યા પણ હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ આવીને બંનેને અલગ કર્યા હતા. મેદાન પરના અમ્પાયરોએ પણ બંને સાથે વાત કરી હતી.
કોહલી પર મેચ ફી નો 20 ટકા દંડ
કોહલીને તેની વર્તુણત બદલ આઈસીસી દ્વારા સજા પણ સંભળાવવામાં આવી છે. કોહલી પર મેચ ફી નો 20 ટકા દંડ ફટકાર્યો છે. સાથે કોહલીની માર્કશીટમાં ડિમેરિટ પોઇન્ટ નોંધાયો છે.
જસ્ટિન લેંગર અને રિકી પોન્ટિંગે કોહલીને મુશ્કેલીમાં મુક્યો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ અને કેપ્ટન જસ્ટિન લેંગરે સેવન નેટવર્કને કહ્યું કે અમને આ બધું ક્રિકેટમાં જોવું પસંદ નથી. આ વિશે ઘણી વાતો થશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે કોહલી આ વર્તુણક માટે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મને એ વાતમાં કોઈ શંકા નથી કે રેફરી આ બાબતની તપાસ કરશે. આપણે ઘણા એેંગલથી જોયું છે. ફિલ્ડર બેટ્સમેનના સ્ટેજ પાસે જઇ શકતા નથી. દરેક ફિલ્ડર જાણે છે કે બેટ્સમેન ક્યાં જશે. કોન્સટાન્સે પછીથી ઉપર જોયું હતું. તેને ખબર ન હતી કે તેની સામે કોઈ છે.
સિમોન ટફલ પણ કોહલીની વિરુદ્ધ
પાંચ વખત અમ્પાયર ઓફ ધ યર રહી ચૂકેલા સાયમન ટફલે પણ માન્યું કે કોહલી જાણી જોઈને ટકરાયો હતો. તેમણે કહ્યું કે એવું લાગે છે કે વિરાટ કોહલીએ પોતાની લાઇન બદલીને કોન્સટાસના પર્સનલ સ્પેસમાં એન્ટ્રી કરી હતી. તેમણે કહ્યું કે આઇસીસીની આચારસંહિતાને અનુરૂપ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે.
આ પણ વાંચો – મેલબોર્નમાં 10 વર્ષથી અજેય છે ટીમ ઇન્ડિયા, આવો છે રેકોર્ડ
માઇકલ વોને કોહલી પર ઉઠાવ્યા સવાલ
માઇકલ વોને પણ વિરાટ કોહલીને જવાબદાર ઠેરવ્યો હતો. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે કોહલીએ એકદમ ખોટું કર્યું છે. મને ખબર નથી કે આટલા વર્ષોથી રમી રહેલા કોહલીએ આવું કેમ કર્યું, તે કિંગ છે 19 વર્ષના બાળકથી આટલો બધો પરેશાન કેવી રીતે થઈ ગયો. સેમે કંઈ ખોટું કર્યું નથી, કોહલી તેની પાસે ગયો હતો. તમને તેમ કરવાની મંજૂરી નથી.
વિરાટ કોહલી ઘમંડી છે
કેરી ઓ કેફીએ વિરાટ કોહલીને ઘમંડી ગણાવ્યો હતો. તેણે કહ્યું કે વિરાટ કોહલીની આખી કારકિર્દી ઘમંડ પર બની છે. અચાનક તેણે તે વસ્તુ એક નવોદિત ખેલાડીમાં જોઈ અને તે તે સહન કરી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની પત્ની અને કેપ્ટન એલિસા હિલીએ કહ્યું કે આ ખૂબ જ નિરાશાજનક છે. તમારો સૌથી અનુભવી ખેલાડી, તમારા દેશના સૌથી ઉત્કૃષ્ટ ખેલાડીઓમાંથી એક, તે વિરોધી ટીમના સૌથી યુવા ખેલાડીની સામે જાય છે. તે તમારી ટીમ માટે યોગ્ય નથી. સેમ પર તેની કોઈ અસર થઈ નહીં.