Australia vs India Match Border Gavaskar Trophy: ભારત ઓસ્ટ્રેલિય સામે પરાજય થયું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી હતી. 10 વર્ષ બાદ તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી મળી હતી. આ પહેલા તેણે 2014-15માં આ ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (ડબલ્યુટીસી ફાઇનલ)માં પ્રવેશવાની શક્યતાઓ પણ સમાપ્ત થઇ ગઇ હતી. ભારત માટે સૌથી ખરાબ સમાચાર એ છે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. તેને પીઠમાં તકલીફ છે.
સિડનીમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું
બોક્સિંગ ડે ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ સિડની ટેસ્ટમાં એવી આશા સાથે આવી હતી કે, તેઓ મેચ જીતીને સીરિઝ 2-2થી બરોબરી પર લાવી દેશે. જસપ્રિત બુમરાહે ટીમની કપ્તાની કરી હતી જ્યારે આઉટ ઓફ ફોર્મ રોહિત શર્મા મેચમાંથી બહાર થઈ ગયો હતો. પ્રથમ ઈનિંગમાં 185 રનમાં ખખડી ગયા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલઆઉટ કરી દીધું હતુ. રિષભ પંતની તોફાની બેટીંગ સિવાય કોઈ બેટ્સમેન ચાલ્યો નહતો. ભારત પોતાની બીજી ઇનિંગમાં 157 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
ઓસ્ટ્રેલિયાની તોફાની બેટિંગ
ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ સ્કોરને સિડનીની પીચ પર લડી શકાયો હોત, પરંતુ જસપ્રિત બુમરાહની ગેરહાજરીને કારણે આ કામ આસાન નહોતું. તે મોહમ્મદ સિરાજની પહેલી જ ઓવરમાં બતાવ્યું હતું. પહેલી ઓવરમાં 13 રન બનાવ્યા હતા. 3 ઓવરમાં 35 રન બનાવ્યા હતા. ચોથી ઓવરમાં સેમ કોન્સ્ટાસે 22 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 39 રન બનાવ્યા હતા. આ પછી માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ પણ વહેલા આઉટ થઈ ગયા હતા, પણ ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડે 46 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 104 રન થયો ત્યારે ખ્વાજા 41 રન બનાવી આઉટ થયો હતો.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી
ભારતીય ટીમ 2016-17થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો જમાવી રહી હતી. ભારતે વર્ષ 2018-19માં ચાર મેચની સીરિઝ 2-1થી જીતી હતી. 2020-21માં પણ ભારતે 4 મેચની સિરીઝ 2-1થી જીતી હતી. બંને સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. જ્યારે વર્ષ 2014-15માં ઓસ્ટ્રેલિયાએ તેની જ ભૂમિ પર 2-0થી વિજય મેળવ્યો.
ડબલ્યુટીસી ફાઈનલ માંથી બહાર
સીડનીમાં મળેલી હાર સાથે જ ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (ડબલ્યુટીસી ફાઈનલ) સુધી પહોંચવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. 2021 અને 2023માં ફાઇનલ રમનારી ટીમ લાંબા સમય સુધી 2025ની ફાઇનલ રમવાની રેસમાં રહી હતી. ઓક્ટોબર-નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી હતી. તેણે આ શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ત્યારથી સમીકરણ બદલાયું છે. ભારતીય ટીમને પોતાના દમ પર ક્વોલિફાય થવા માટે ઓસ્ટ્રેલિયામાં 3-1થી શ્રેણી જીતવી પડી હતી, પરંતુ શ્રેણી 1-3થી હારી ગઈ હતી અને તે રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
જસપ્રિત બુમરાહની ઈજા ભારત માટે આંચકો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રિત બુમરાહે એકલા હાથે ભારતને ટકાવી રાખ્યું હતું. રોહિત શર્માની ગેરહાજરીમાં પર્થ ટેસ્ટમાં ભારતની કેપ્ટન્સી સંભાળનારા જસપ્રિત બુમરાહે ભારતને જીત તરફ અગ્રેસર કર્યું હતુ. પછી રોહિત શર્મા આવ્યો. એલાઇડ ટેસ્ટમાં હારી ગયા. ગાબ્બા ટેસ્ટ ડ્રો થઇ. બોક્સિંગ ડે ટેસ્ટમાં હાર મળી હતી. આ તમામ ટેસ્ટ મેચમાં બુમરાહે શાનદાર બોલીંગ કરી હતી. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં તેણે એક જ દિવસે 9 સ્પેલ નાંખ્યા હતા. ત્યારે પણ તે પીડા સહન કરતો દેખાયો હતો.
જસપ્રીત બુમરાહની જૂની ઈજા બહાર આવી નથી?
સિડની ટેસ્ટમાં કેપ્ટન જસપ્રીત બુમરાહ પર જવાબદારી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરી હતી. મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. નીતિશ રેડ્ડીએ 2 વિકેટ લીધી હતી. બુમરાહ બીજી ટેસ્ટના બીજા દિવસે લંચ બાદ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેની પીઠમાં તકલીફ હતી. તે સ્કેન માટે હોસ્પિટલમાં ગયો. પ્રસિધ કૃષ્ણાએ મેચ બાદ જણાવ્યું હતું કે બુમરાહને પીઠમાં દુખાવો છે. બુમરાહ અગાઉ પણ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે તે વાત કોઈથી છૂપી નથી. પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજાના કારણે તે 2022થી 2023 ની વચ્ચે લગભગ એક વર્ષ સુધી મેદાનની બહાર રહ્યો હતો. કદાચ તે જ ઇજા ફરી દુખાવો આપી રહી છે? ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને તેની ઈજા ભારત માટે ચિંતાનો વિષય છે.





