ભારતને મોટો ફટકો, કેપ્ટન બુમરાહ મેદાનની બહાર, સિડની ટેસ્ટમાં આગળ રમવા પર સસ્પેન્સ

IND vs AUS Test : સિડની ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે (4 જાન્યુઆરી) લંચ પછી, તેણે એક ઓવર ફેંકી અને મેદાનની બહાર નીકળી ગયો. તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Written by Ankit Patel
January 04, 2025 10:09 IST
ભારતને મોટો ફટકો, કેપ્ટન બુમરાહ મેદાનની બહાર, સિડની ટેસ્ટમાં આગળ રમવા પર સસ્પેન્સ
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ (Photo: @jaspritb1)

Jasprit Bumrah india captain out from Sydney test : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર અને કેપ્ટન જસપ્રીત બુમરાહ ફિટ નથી. ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે (4 જાન્યુઆરી) લંચ પછી, તેણે એક ઓવર ફેંકી અને મેદાનની બહાર નીકળી ગયો. તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સિડની ટેસ્ટમાં તેના વધુ રમવા પર સસ્પેન્સ છે. સ્કેન કર્યા બાદ જ ખબર પડશે કે ઈજા કેટલી ગંભીર છે. શું તે આગળની ટેસ્ટ મેચોમાં ભાગ લઈ શકશે કે નહીં?

જસપ્રીત બુમરાહે એકલા હાથે ભારતીય ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જાળવી રાખી છે. રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ તે ટીમનો કેપ્ટન પણ છે. આવી સ્થિતિમાં બુમરાહની ગેરહાજરી ભારત માટે મોટો ફટકો છે. ભારતીય ટીમે બુમરાહની કેપ્ટન્સીમાં પર્થમાં રમાયેલી મેચમાં જીત મેળવી હતી. આ પછી તેને 3માંથી 2 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

વિરાટ કોહલીએ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી

બોક્સિંગ ડે ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. આ પછી સિડની ટેસ્ટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રોહિત શર્મા રમ્યો નહોતો. જસપ્રિત બુમરાહે મેદાન છોડ્યા બાદ વિરાટ કોહલી કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળ્યો હતો. સિડની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી.

બુમરાહે 32 વિકેટ લીધી હતી

જસપ્રીત બુમરાહને ટીવી પર ડ્રેસિંગ રૂમ અને પછી સ્ટેડિયમમાંથી બહાર આવતો દેખાડવામાં આવ્યો હતો. બુમરાહની સાથે ભારતીય ટીમના ડૉક્ટર અને સુરક્ષા-સંપર્ક અધિકારી પણ હતા. તે ભારતીય ટેસ્ટ ટીમની જર્સીમાં નહોતો. તે ટ્રેનિંગ ડ્રેસમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ પ્રસારણમાં સમાચાર આવ્યા કે બુમરાહ સ્કેન માટે ગયો છે.

આ પણ વાંચોઃ- રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી ખતમ! ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી કોહલી અને જાડેજાનું શું થશે? જાણો

બુમરાહે આ સિરીઝમાં અત્યાર સુધી 32 વિકેટ ઝડપી છે. તેણે ત્રણ વખત પાંચ વિકેટ લીધી છે. તેણે શ્રેણીમાં 153.2 ઓવર ફેંકી છે, જે ભારતીય બોલર દ્વારા સૌથી વધુ છે. આ દરમિયાન રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી બહાર બેસવા પર પ્રતિક્રિયા આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ