IND vs AUS 5th Test Day 1 Live Score : ભારત 185 રન પર આઉટ, ઓસ્ટ્રેલિયાની ખરાબ શરુઆત

India vs Australia 5th test day 1 Live Score : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ શુક્રવાર (3 જાન્યુઆરી)થી સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IND vs AUS 5th Test

ભારત વિ. ઓસ્ટ્રેલિયા સિડની ટેસ્ટ - photo - jansatta

IND vs AUS 5th Test Live Cricket Score Day 1 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ શુક્રવાર (3 જાન્યુઆરી)થી સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિડની ટેસ્ટમાં પણ ભારતીય ખેલાડીઓ ઘૂંટણીએ પડી ગયા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતીય ક્રિકેટરોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. ખાસ કરીને વિરાટ કોહલીએ તો જાણે હથિયાર હેઠા મૂક્યા હોય એવો ઘાટ થયો હતો. જોકે, કેપ્ટન જસપ્રિત બુમરાહનું પ્રદર્શન સારું રહ્યું હતું.

Advertisment

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરુઆત

ઓસ્ટ્રેલિયાની શરુઆત ખરાબ રહી છે. ઉસ્માન ખ્વાજા આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે વિકેટ લીધી છે. તે 2 રન બનાવી આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 ઓવરમાં 1 વિકેટ પર 9 રન બનાવ્યા છે. સેમ કોનસ્ટાસ 7 રન બનાવી ક્રિઝ પર છે. છેલ્લી ઓવરમાં ખુબ જ ગરમાગરમી જોવા મળી હતી. કોનસ્ટાર અને બુમરાહ વચ્ચે લડાઈ જોવા મળી હતી.

સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારત 185 રન પર આઉટ

સિડની ટેસ્ટના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ 72.2 ઓવરમાં 185 રન ઉપર આઉટ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ 10 રન, કેએલ રાહુલ 4 રન, શુભમન ગિલ 20 રન, વિરાટ કોહલી17 રન, ઋષભ પંત સૌથી વધારે 40 રન, રવિન્દ્ર જાડેજા 26 રન, નિતીશ રેડ્ડી ખાતું ખોલાયા વગર આઉટ થયો, વોશિંગટન સુંદર 14 રન, પ્રસિદ્ધ કૃષ્ણા 2 રન બનાવી આઉટ થયો હતો.

આ ઉપરાંત કેપ્ટન જસપ્રીત બુમરાહે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. બુમરાહે 3 ફોર અને એક સિક્સ લગાવી હતી. મોહમ્મદ સિરાઝ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેંડે 4 વિકેટ, મિચેલ સ્ટાકે 3 વિકેટ, પેટ કમિંસે 2 વિકેટ અને નાથન લિયોને 1 વિકેટ લીધી હતી.

Advertisment

સિડની ટેસ્ટના પહેલા દિવસનો ટી બ્રેક

સિડની ટેસ્ટ પહેલા દિવસનો ટી બ્રેક સુધી ભારતે 50 ઓવરમાં 4 વિકેટ પર 107 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 11 અને ઋષભ પંત 32 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 35 રનની ભાગીદારી છે. બીજા સત્રમાં 50 રન બન્યા અને એક વિકેટ પડી.

ભારતીય ટીમના પ્લેઈંગ 11માં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ અને આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી છે. ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં 1 ફેરફાર કરવામાં આવ્યો છે. મિશેલ માર્શના સ્થાને બ્યુ વેબસ્ટરને તક મળી.

ભારતની પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: સેમ કોન્સ્ટન્સ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ભારતીય ટીમ માટે પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાનો

ભારતીય ટીમ માટે પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાનો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ)ની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ મેચ હારે છે અથવા ડ્રો કરે છે તો તે WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ છે.

  • Jan 03, 2025 13:32 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ઓસ્ટ્રેલિયાની ખરાબ શરુઆત

    ઓસ્ટ્રેલિયાની શરુઆત ખરાબ રહી છે. ઉસ્માન ખ્વાજા આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે વિકેટ લીધી છે. તે 2 રન બનાવી આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 ઓવરમાં 1 વિકેટ પર 9 રન બનાવ્યા છે. સેમ કોનસ્ટાસ 7 રન બનાવી ક્રિઝ પર છે. છેલ્લી ઓવરમાં ખુબ જ ગરમાગરમી જોવા મળી હતી. કોનસ્ટાર અને બુમરાહ વચ્ચે લડાઈ જોવા મળી હતી.

  • Jan 03, 2025 12:32 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરુ

    ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરુ થઈ ગઈ છે. સેમ કોનસ્ટાસ અને ઉસ્માન ખ્વાજા ક્રીઝ પર છે. જસપ્રીત બુમરાહે ભારત માટે બોલિંગની શરુઆત કરી હતી. કોનસ્ટાસે પેહલા જ બોલમાં ફોર ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. ખ્વાજાને આંગળી ઉપર ઈજા પહોંચી છે.

  • Jan 03, 2025 12:24 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ત્રીજા સત્રમાં ભારત 185 રન પર આઉટ

    સિડની ટેસ્ટના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ 72.2 ઓવરમાં 185 રન ઉપર આઉટ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ 10 રન, કેએલ રાહુલ 4 રન, શુભમન ગિલ 20 રન, વિરાટ કોહલી17 રન, ઋષભ પંત સૌથી વધારે 40 રન, રવિન્દ્ર જાડેજા 26 રન, નિતીશ રેડ્ડી ખાતું ખોલાયા વગર આઉટ થયો, વોશિંગટન સુંદર 14 રન, પ્રસિદ્ધ કૃષ્ણા 2 રન બનાવી આઉટ થયો હતો.

    આ ઉપરાંત કેપ્ટન જસપ્રીત બુમરાહે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. બુમરાહે 3 ફોર અને એક સિક્સ લગાવી હતી. મોહમ્મદ સિરાઝ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેંડે 4 વિકેટ, મિચેલ સ્ટાકે 3 વિકેટ, પેટ કમિંસે 2 વિકેટ અને નાથન લિયોને 1 વિકેટ લીધી હતી.

  • Jan 03, 2025 12:15 IST

    IND vs AUS 5th Test Day 1 Live : સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારત 185 રન પર આઉટ

    સિડની ટેસ્ટના પહેલા દાવમાં ભારતીય ટીમ 72.2 ઓવરમાં 185 રન ઉપર આઉટ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહે 17 બોલ પર 22 રન બનાવી આઉટ થયો હતો. પેટ કમિંસને આ વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાઝ 17 રન બનાવી અણનમ રહી હતી. બુમહારે ત્રણ ચોક્કા અને એક સિક્સ લગાવી હતી.

  • Jan 03, 2025 11:16 IST

    IND vs AUS 5th Test Day 1 Live : સિડનીમાં પણ ભારતીય બેસ્ટમેનો ઘૂંટણીયે, રવિન્દ્ર જાડેજા આઉટ

    સિડનીમાં ભારતીય ટીમ બેકફૂટ પર છે. રવિન્દ્ર જાડેજાને મિચેલ સ્ટાર્કે પેવેલિયન ભેગો કરી દીધો છે. તેમણે 26 બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર ખાતું ખોલાયા વગર ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 62.4 ઓવરમાં 7 વિકેટ 134 રન છે.

  • Jan 03, 2025 10:28 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ટી બ્રેક બાદ ભારતની બેટિંગ શરુ

    સિડની ટેસ્ટના પહેલા દિવસે ટી બ્રેક બાદ ભારતની બેટિંગ શરુ થઈ છે. ભારતે 51 ઓવરમાં 4 વિકેટ પર 108 રન બનાવી છે. રવિન્દ્ર જાડેજા 11 અને ઋષભ પંત 32 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 36 રનની ભાગીદારી છે.

  • Jan 03, 2025 09:57 IST

    IND vs AUS 5th Test Day 1 Live : સિડની ટેસ્ટના પહેલા દિવસનો ટી બ્રેક

    સિડની ટેસ્ટ પહેલા દિવસનો ટી બ્રેક સુધી ભારતે 50 ઓવરમાં 4 વિકેટ પર 107 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 11 અને ઋષભ પંત 32 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 35 રનની ભાગીદારી છે. બીજા સત્રમાં 50 રન બન્યા અને એક વિકેટ પડી.

  • Jan 03, 2025 09:37 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ભારતીય ટીમ દબાણમાં

    ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયાના બોલરો હાવી થયા છે. ભારતીય ટીમ દબાણમાં છે. ભારતે 44 ઓવરમાં 4 વિકેટ પર 87 રન બનાવ્યા છે. જ્યારે ઋષભ પંત 19 રન અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 15 રનની ભાગીદારી છે.

  • Jan 03, 2025 08:35 IST

    IND vs AUS 5th Test Day 1 Live : વિરાટ કોહલીને સ્કોટ બોલેંડે પેવેલિયન ભેગો કર્યો

    વિરાટ કોહલીને સ્કોટ બોલેન્ડે પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 17 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા ત્રણ રન અને ઋષભ પંત 10 રન બનાવી ક્રિઝ પર છે.ભારતનો સ્કોર 4 વિકેટ પર 74 રન છે.

  • Jan 03, 2025 08:33 IST

    IND vs AUS 5th Test Day 1 Live : સિડની ટેસ્ટના પહેલા દિવસના લંચ બાદ રમત શરુ

    સિડની ટેસ્ટના પહેલા દિવસે લંચ બાદ રમત શરુ થઈ છે. વિરાટ કોહલી 12 રન બનાવી અને ઋષભ પંત ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 3 વિકેટ સાથે 59 રન છે.

  • Jan 03, 2025 08:31 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ભારતીય ટીમ માટે પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાનો

    ભારતીય ટીમ માટે પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાનો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ)ની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ મેચ હારે છે અથવા ડ્રો કરે છે તો તે WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ છે.

  • Jan 03, 2025 08:31 IST

    IND vs AUS 5th Test Day 1 Live : લંચ પહેલા જ ભારતને આંચકો, શુભમન ગિલ આઉટ

    સિડની ટેસ્ટના પહેલા દિવસે લંચ પહેલા જ ભારતને આંચકો લાગ્યો હતો. શુભમન ગિલ 20 રન બનાવીને આઉટ થયો હતો.

  • Jan 03, 2025 08:30 IST

    IND vs AUS 5th Test Day 1 Live : ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ શુક્રવાર (3 જાન્યુઆરી)થી સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Jan 03, 2025 08:29 IST

    IND vs AUS 5th Test Day 1 Live : સિડનીમાં પાંચમી ટેસ્ટ મેચ

    આજે 3 જાન્યુઆરી 2025ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચ છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ