IND vs AUS Semi final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિ ઓસ્ટ્રેલિયા વરુણ ચક્રવર્તી ટીમ ઇન્ડિયાનું ટ્રમ્પ કાર્ડ

Champions trophy 2025 India vs Australia semi final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિ ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલ મેચમાં મંગળવારે દુબઇમાં ટકરાશે. ટીમ ઇન્ડિયા જીતની ફોર્મ્યુલા લઇને મેદાનમાં ઉતરશે. વરુણ ચક્રવર્તી ઓસ્ટ્રેલિયા સામે ટ્રમ્પ કાર્ડ બની શકે એમ છે. અહીં જાણો ભારત કેવી રીતે ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરી શકે છે.

Written by Haresh Suthar
Updated : March 04, 2025 11:54 IST
IND vs AUS Semi final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિ ઓસ્ટ્રેલિયા વરુણ ચક્રવર્તી ટીમ ઇન્ડિયાનું ટ્રમ્પ કાર્ડ
IND vs AUS Semi final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિ ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલ ટક્કર

Champions Trophy 2025 IND vs AUS Semi Final: ચેમ્પિયન્સ ટ્રોફી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચની આગાહી વિશે વાત કરીએ. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે તૈયાર છે. આ મેચ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 2023ના વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ અત્યાર સુધી અપરાજિત છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવીને પોતાનું મનોબળ વધાર્યું છે. હવે 9 માર્ચે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે.

ટુર્નામેન્ટની છેલ્લી મેચ રમવા માટે, ભારતીય ટીમ સ્ટીવ સ્મિથના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે જીતના ફોર્મ્યુલા સાથે ઉતરશે. મુશ્કેલ મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન પણ મહત્વની બની રહેશે.

ટીમ ઇન્ડિયા જીતના ફોર્મ્યુલા સાથે ઉતરશે

દુબઈની પિચ સ્પિનરો માટે યોગ્ય લાગે છે. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની સાથે, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા પણ ખૂબ ખતરનાક બની શકે છે. ન્યૂઝીલેન્ડ સામે સ્પિનરોએ 10 માંથી 9 વિકેટ લીધી. આવી સ્થિતિમાં, ભારતની પ્લેઇંગ 11 માં ફેરફારની શક્યતા ઓછી છે.

કોઈ ખેલાડી અનફિટ કે ઈજાગ્રસ્ત હોય તો જ ફેરફાર થઈ શકે છે. ભારતીય ટીમ ફરી એકવાર 2 નિષ્ણાત સ્પિનર ​​અને 1 નિષ્ણાત ઝડપી બોલરને મેદાનમાં ઉતારી શકે છે. આ ઉપરાંત, એક સ્પિન ઓલરાઉન્ડર અને એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર હશે.

ઓસ્ટ્રેલિયા સામે વરુણ ચક્રવર્તી ટ્રમ્પ કાર્ડ

બંને ટીમો છેલ્લે 19 નવેમ્બર 2013 ના રોજ વનડેમાં એકબીજા સામે ટકરાયા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. તેમ છતાં ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અપરાજિત રહી.

આ વખતે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ 19 નવેમ્બરની હારનો બદલો લેવા માંગશે. આ માટે, તેણે નક્કી કરવું પડશે કે તેણે પ્લેઇંગ 11 માં 4 સ્પિનરોને મેદાનમાં ઉતારવા જોઈએ કે હર્ષિત રાણાને તક આપવી જોઈએ.

ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં, રોહિત શર્મા 4 સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોહિત શર્માએ હર્ષિત રાણાની જગ્યાએ વરુણ ચક્રવર્તીને તક આપી હતી.

તેમનો માસ્ટરસ્ટ્રોક કામ કરી ગયો. વરુણે આ તકનો બંને હાથે લાભ લીધો અને 5 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયા સામે પણ પ્લેઇંગ 11 માં 4 સ્પિનર ​​હોઈ શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ 11 ટીમ

ભારત

કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, વિકેટકીપર કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી

ઓસ્ટ્રેલિયા

કેપ્ટન સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, વિકેટકીપર જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, એડમ ઝામ્પા અને સ્પેન્સર જોહ્ન્સન.

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ODI રેકોર્ડ કેવો છે?

કુલ મેચ – 151

ઓસ્ટ્રેલિયા જીત્યું – 84

ભારતીય જીત – 57

અનિર્ણિત – 10

ICC ODI વર્લ્ડ કપ

કુલ 14 મેચ

ઓસ્ટ્રેલિયા જીત્યું -9

ભારતની જીત – 5

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી – ભારત વિ ઓસ્ટ્રેલિયા

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચ રમાઈ છે. જેમાંથી ભારતે બે મેચ જીતી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમે એક મેચ જીતી હતી. બંને ટીમો વચ્ચેની એક મેચ ડ્રો રહી હતી. 1998 માં ઢાકામાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. બે વર્ષ પછી, 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં, ભારતે નૈરોબીમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું. આ સ્તરની ટુર્નામેન્ટમાં, મંગળવાર, 4 માર્ચે, ભારતીય ટીમ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચ રમશે.

IND vs AUS સેમિફાઇનલ: સેમિફાઇનલ ક્યાં અને ક્યારે રમાશે

  • તારીખ: 4 માર્ચ, 2025
  • સ્થળ: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
  • સમય: બપોરે 2:30 વાગ્યે (ભારતીય સમય)
  • ટોસ: બપોરે 2:00 વાગ્યે IST (ભારતીય સમય)

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલ લાઇવ સ્ટ્રિમીંગ તમે મેચ ક્યાં જોઈ શકો છો?

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સેમી ફાઇનલ લાઇવ બ્લોગ અહીં જોઇ શકો છો. આ મેચ લાઇવ સ્ટ્રિમિંગ જોવા માંગતા હો, તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઈવ જોઈ શકો છો. આ ઉપરાંત, તમે JioHotstar વેબસાઇટ પર પણ આ મેચ લાઈવ જોઈ શકશો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ