World Cup 2023 : વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખવાના મુદ્દે મિશેલ માર્શે પ્રથમ વખત તોડી ચુપ્પી, કહ્યું – મને કોઈ ફરક પડતો નથી

world cup 2023 trophy : મિશેલ માર્શની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને બેઠો જોવા મળ્યો હતો. ભારતીય ચાહકોએ મિશેલ માર્શની ઘણી ટિકા કરી હતી

Written by Ashish Goyal
December 01, 2023 15:32 IST
World Cup 2023 : વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખવાના મુદ્દે મિશેલ માર્શે પ્રથમ વખત તોડી ચુપ્પી, કહ્યું – મને કોઈ ફરક પડતો નથી
મિચેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેસેલો જોવા મળ્યો હતો. આ તસવીર વિવાદનું કારણ બની હતી

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને તેના જ ઘરઆંગણે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ જીતની જોરદાર ઉજવણી કરી હતી. આ ઉજવણીની એક તસવીર મિશેલ માર્શે શેર કરી હતી જે વિવાદનું કારણ બની હતી. આ તસવીરમાં મિચેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેસેલો જોવા મળ્યો હતો. ભારતીય ચાહકોએ મિશેલ માર્શની ઘણી ટિકા કરી હતી. ટિકા કરનારાઓમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પણ સમાવેશ થાય છે.

મિચેલ માર્શની તસવીર વાયરલ થઈ હતી

વર્લ્ડ કપ જીત્યા બાદ માર્શે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મુકીને બેઠો હતો. તેના હાથમાં બીયરની બોટલ હતી. ચાહકો અને શમીએ કહ્યું કે માર્શે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકીને તેનું અપમાન કર્યું છે. જોકે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરનો વિચાર તેનાથી સાવ અલગ છે.

માર્શે સ્પષ્ટતા કરી

આ તસવીર વિશે ઓસ્ટ્રેલિયા સેન સાથે વાત કરતી વખતે માર્શે કહ્યું કે તે તસવીરમાં કોઈ અનાદર ન હતો. મેં તેના પર બહુ વધારે ધ્યાન આપ્યું નથી. મેં વધારે સોશિયલ મીડિયા જોયું નથી. તેમાં એવું કંઈ ન હતું અને મને તેનો કોઇ ફરક પડતો નથી.

આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લેશે, જાણો કેવું રહેશે આ વખતે ફોર્મેટ

માર્શ સામે ફરિયાદ

માર્શની આ તસવીર વાયરલ થયા બાદ પંડિત કેશવ દેવ નામના વ્યક્તિએ અલીગઢના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એસપી મૃંગાંક શેખરે કહ્યું કે સાયબર સેલનો રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ નિર્ણય લેશે. વર્લ્ડ કપ જીત્યા બાદ માર્શ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. ભારત સામેની ટી-20 સિરીઝ માટે તેને આરામ આપવામાં આવ્યો છે. પોતાના ખરાબ ફોર્મથી નિરાશ માર્શ ટૂર્નામેન્ટની વચ્ચે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. આ પછી તે પાછો આવ્યો અને ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ