IND vs AUS 3rd T20I Match Update Cricket News In Gujarati : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીની ત્રીજી મેચ 2 નવેમ્બરના રોજ હોબાર્ટના બેલેરીવ ઓવલ ખાતે રમાઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે શ્રેણી હવે 1-1 થી બરાબરી કરી લીધી છે.
કેનબેરામાં રમાયેલી પ્રથમ ટી-20 ધોવાઈ ગઈ હતી. મેલબોર્નમાં રમાયેલી બીજી ટી-20માં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર જોશ હેઝલવૂડની સામે ઘૂંટણિયે પડયો હતો. માત્ર અભિષેક શર્માએ જ સારો દેખાવ કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઈસ કેપ્ટન શુભમન ગીલ ફરી એકવાર હોબાર્ટમાં જોવા મળશે.
IND vs AUS 3rd T20I LIVE Score: ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ XI
શુભમન ગીલ અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્ષમા, જિતેશ શર્મા (વિકેટ કીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
IND vs AUS 3rd T20I LIVE Score: ઓસ્ટ્રેલિયા ટીમ પ્લેઇંગ XI
મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રાવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), ટિમ ટેવિડ, મિચેલ ઓવેન, માર્ક્સ સ્ટોઇનિસ, મેન્યૂ શોર્ટ, સીન એબટ, જેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેન્યૂ કુહનેમન





