શુભમન ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ, ભારત માટે શું રહેશે સૌથી મોટો પડકાર? અમિત મિશ્રાએ કહી આવી વાત

India vs Australia ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે., વન-ડે શ્રેણીની પહેલી બે મેચમાં ટીમનો રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા નહીં હોય અને તેની જગ્યાએ ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે

India vs Australia ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે., વન-ડે શ્રેણીની પહેલી બે મેચમાં ટીમનો રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા નહીં હોય અને તેની જગ્યાએ ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs Australia ODI Series | shubman gill

શુભમન ગિલ અને રોહિત શર્મા (BCCI/Twitter)

India vs Australia 1st ODI : એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યા બાદ ભારત હવે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડેની શ્રેણીમાં ભાગ લેશે. વન-ડે વર્લ્ડ કપ 2023 પહેલા જ ખૂબ જ મજબૂત કાંગારૂ ટીમ સામેની આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ શ્રેણી દ્વારા ટીમ ઇન્ડિયાના બેન્ચ સ્ટ્રેન્થની કસોટી થશે અને તૈયારીઓની સંપૂર્ણ ચકાસણી પણ કરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે.

Advertisment

આ વન-ડે શ્રેણીની પહેલી બે મેચમાં ટીમનો રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા નહીં હોય અને તેની જગ્યાએ ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે. આ સ્થિતિમાં કાંગારૂ ટીમ સામે શુભમન ગિલ સાથે ભારતીય ઇનિંગની શરૂઆત કોણ કરશે અને આ વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો ખતરો કોણ હોઇ શકે છે. આ વિશે ભારતના વરિષ્ઠ સ્પિનર અને જિયો સિનેમા એક્સપર્ટ અમિત મિશ્રાએ જનસત્તા.કોમ સાથે વાત કરી હતી.

કેએલ રાહુલ શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે

અમિત મિશ્રાને પૂછવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ પોતે રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે કે પછી ઇશાન કિશનને તક આપવામાં આવશે. આ વિશે તેમણે કહ્યું કે મને લાગે છે કે કેએલ રાહુલ આ વનડે શ્રેણીમાં ગિલની સાથે ભારત માટે ઓપનિંગ કરશે કારણ કે ઇશાન કિશનની સૌથી સારી વાત એ છે કે તે કોઈપણ નંબર પર રમી શકે છે અને તેથી જ તે ટીમમાં છે. અમે તેને ઉપર રમાડી શકીએ છીએ કારણ કે આઈપીએલમાં તે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ કરે છે. જ્યારે રાજ્યની ટીમ માટે મિડલ ઓર્ડર (નંબર 3 કે 4)માં બેટિંગ કરે છે. તેની શરૂઆત મિડલ ઓર્ડરથી થઇ હતી અને હજુ પણ તે ભારતીય ટીમ માટે ઓપનિંગમાં નહીં પણ મિડલ ઓર્ડરમાં રમી રહ્યો છે.

આ પણ વાંચો - અક્ષર પટેલ પાસે 9 દિવસનો સમય, જો ફિટ ના થયો તો વર્લ્ડ કપની ટીમમાંથી થઇ જશે બહાર!

Advertisment

અમિત મિશ્રાએ કહ્યું કે કેએલ રાહુલ ઓપનિંગ કરશે કારણ કે તેણે ઓપનર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ એક વાત ખૂબ જ સારી છે કે તે પણ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ફ્લેક્સિબલ છે. તે ચોથા કે પાંચમા ક્રમે પણ રમે છે કારણ કે તમે એશિયા કપમાં હમણાં જ જોયું કે ઈજામાંથી પાછા ફર્યા બાદ તેણે સદી ફટકારી હતી અને તેને જોઈને હું ખૂબ જ ખુશ હતો.ઈજામાંથી પરત ફર્યા પછી સદી ફટકારી હતી, જે ભારતીય ટીમ માટે ખૂબ જ સારું છે. તે ફોર્મમાં છે અને હાલના સમયે તેનો આત્મવિશ્વાસ પણ ઘણો ઊંચો છે.

ઓસ્ટ્રેલિયાની બોલિંગ ભારત માટે સૌથી મોટો ખતરો

ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ભારત માટે સૌથી મોટો ખતરો કોણ હશે એવા સવાલના જવાબમાં અમિત મિશ્રાએ કહ્યું હતું કે બેટિંગમાં કોઇ નથી પણ તેમની ફાસ્ટ બોલિંગ ઘણી સારી છે અને જેથી ભારતે થોડી સાવચેતી રાખવી પડશે. કારણ કે શરૂઆતમાં તેના ફાસ્ટ બોલરો વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે તેમજ તેમના ફાસ્ટ બોલરોમાં જૂના બોલથી પણ વિકેટ લેવાની ક્ષમતા છે. આ ઉપરાંત મને લાગે છે કે ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી શકે તેવી તેમની બેસ્ટ બાબત એ છે કે તેઓ આખરી બોલ સુધી લડવાની ક્ષમતા ધરાવે છે.

અમિત મિશ્રાએ કહ્યું કે ભારતને મળેલી આ શ્રેણી ખૂબ જ શાનદાર શ્રેણી છે કારણ કે તે તમને વારંવાર એવી યાદીમાં મુકશે જે તમને વર્લ્ડ કપમાં પરિસ્થિતિ મળવાની છે. ભારત માટે આ ટાઇમપાસ સિરીઝ નથી, પરંતુ આ એક એવી સિરીઝ છે જેમાં તમને વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરવાની તક મળશે અને ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલિંગ ભારત ટીમ માટે સૌથી મોટો ખતરો છે.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ