વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે લેશે નિવૃત્તિ? ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો

Ind vs Aus ODI Series : ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય અંગે પોતાના વિચારો શેર કર્યા છે

Written by Ashish Goyal
Updated : October 16, 2025 14:49 IST
વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે લેશે નિવૃત્તિ? ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો
ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય અંગે પોતાના વિચારો શેર કર્યા (તસવીર - X/@cricketcomau)

Ind vs Aus ODI Series : ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય અંગે પોતાના વિચારો શેર કર્યા છે. તેમણે એ પણ કહ્યું કે બંને 2027ના વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં. ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરુ થઈ રહેલી ત્રણ વન ડેની શ્રેણીમાં રમતા જોવા મળશે. બંને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ પહેલીવાર ભારત માટે રમતા જોવા મળશે.

આ પહેલા ફોક્સ સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગે છે કે તેઓ અત્યારે ઘણું ક્રિકેટ રમી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓની લાંબા સમય સુધી બની રહેવા માટે ઘણા પરિબળો પર નિર્ભર છે. શાસ્ત્રીએ એ પણ કહ્યું હતું કે રોહિત અને વિરાટ ક્યારે નિવૃત્ત થશે અને કેમ થશે?

રવિ શાસ્ત્રીએ શું કહ્યું?

રવિ શાસ્ત્રીએ કહ્યું કે વિરાટ કોહલી ટાર્ગેટનો પીછો કરવામાં માહેર છે અને રોહિત ટોપ ઓર્ડરનો વિસ્ફોટક બેટ્સમેન છે. તેમને લાગે છે કે તેમનામાં ઘણું ક્રિકેટ છે. તે તેના પર નિર્ભર છે કે તમે કેટલા ભૂખ્યા છો, તમે કેટલા ફિટ છો અને રમત પ્રત્યેનો તમારો જુસ્સો હજુ પણ અકબંધ છે કે નહીં. તેમના અનુભવ સાથે આ ખૂબ જ કામમાં આવશે.

આ પણ વાંચો – શુભમન ગિલે રોહિત શર્માને લગાવ્યો ગળે, જુઓ ટીમ ઇન્ડિયાના રિયૂનિયનનો Video

શું રોહિત અને વિરાટ કોહલી 2027ના વર્લ્ડ કપમાં રમી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027માં દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ રમી શકશે કે કેમ તે અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું કે હું કહીશ કે એક સમયે એક શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરો. હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. આવું જ કંઈક ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે પણ કહ્યું હતું. ભારત અને વિન્ડિઝ વચ્ચેની દિલ્હી ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.

રોહિત અને કોહલી જાતે જ નક્કી કરશે કે ક્યારે નિવૃત્તિ લેવી

રવિ શાસ્ત્રીએ કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જાતે જ નક્કી કરશે કે ક્યારે નિવૃત્તિ લેવી છે. આવું ત્યારે થશે જ્યારે તેમને લાગે કે તેઓ રમતનો આનંદ માણી શકતા નથી અને ફોર્મ નબળું છે. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને રોહિતે પણ સંન્યાસ લીધો છે. તેમને નિવૃત્ત થવા માટે કહેવામાં આવ્યું ન હતું. તેઓ પોતાની મરજીથી ગયા. મને લાગે છે કે આવું જ થશે. જો તેઓ તેનો આનંદ માણી શકતા ન હોય તો. જો તેમનું ફોર્મ સારું ન હોય તો કશું કહી શકાય તેમ નથી. બને શકે કે તે જાતે જ નિવૃત્તિ જાહેર કરી દે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ