IND vs AUS Team India Reunion Video: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની શ્રેણી માટે રવાના થઈ ગઈ છે. આ શ્રેણી 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન રમાશે. બધા ચાહકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે ફરી એકવાર રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ બધા સાથે જોવા મળશે. આ સિરીઝ માટે રવાના થતા પહેલા તમામ ખેલાડીઓનું ખાસ રિયૂનિયન થયું હતું અને બીસીસીઆઈએ તેનો એક શાનદાર વીડિયો શેર કર્યો હતો.
આ વીડિયોમાં તમામ ખેલાડીઓ એકબીજાને મળીને ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ એ જ ખેલાડીઓ છે જે વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં એક સાથે પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ સાથે મળીને ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યા હતા. હવે આ ખેલાડીઓ મહત્વની વન ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે. આ વીડિયો એક્સ હેન્ડલ પર શેર કરતી વખતે બીસીસીઆઈએ આની ઝલક બતાવી હતી. આ વીડિયોમાં એવી કેટલીયે પળો હતી, જે ભારતીય ક્રિકેટ ચાહકોના દિલને ખૂબ જ શાંતિ મળે હશે.
શુભમન ગિલે રોહિત શર્માને ગળે લગાવ્યો
ભારતીય વન ડે ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે રોહિત શર્માને જોતાં જ ગળે લગાવી દીધો હતો. નોંધપાત્ર છે કે ગિલે રોહિતની કેપ્ટન્સી હેઠળ વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેની શરૂઆતની સદી, બેવડી સદી બધી રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન બન્યા બાદ પણ ભારતીય યુવા ખેલાડી તેના સિનિયરનું સન્માન કરવાનું ભૂલ્યો નથી. ભૂતપૂર્વ કેપ્ટનને જોઈને તે હસીને જોરથી ભેટી પડયો હતો. આ વીડિયોમાં શ્રેયસ ઐયર પણ જોવા મળ્યો હતો, જેને આ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તુટશે 3 દિગ્ગજોના રેકોર્ડ, રોહિત શર્મા અને વિરાટ કોહલી રચશે ઇતિહાસ?
રોહિત શર્મા વિરાટને આવી રીતે મળ્યો
વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ લાંબા સમય પછી એકબીજા સાથે મુલાકાત થઈ હતી. ભારત તરફથી ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યા બાદ બંને આઇપીએલમાં આમને-સામને હતા. જે પછી પહેલીવાર બંને ટીમ ઈન્ડિયા તરફથી રમશે. આવી સ્થિતિમાં જ્યારે રોહિતે વિરાટને બહારથી બસમાં બેઠેલો જોયો ત્યારે તેણે તેની સામે માથું ઝુકાવ્યું હતું. આ પછી રોહિત બસમાં ચઢ્યો ત્યારે વિરાટે તેને ગળે લગાવી દીધો હતો. અગાઉ બંનેએ સાથે મળીને ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની વન-ડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.