Jasprit Bumrah Record In IND vs AUS Test Match: જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારત વાપસી કરી છે. ચોથા દિવસે લંચ બાદ 2 ઓવરની અંદર જ 3 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. બુમરાહે ટ્રેવિસ હેડને આઉટ કરતાં ટેસ્ટ ક્રિકેટમાં તેની 200 વિકેટ પુરી કરી હતી. આ સાથે જ તેણે ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ માલ્કમ માર્શલ, જોએલ ગાર્નર અને કર્ટલી એમ્બ્રોઝ કરતાં પણ ભારતીય બોલરની એવરેજ સારી છે. બોલિંગ એવરેજ જણાવે છે કે બોલર વિકેટ દીઠ કેટલા રન આપી રહ્યો છે.
જસપ્રીત બુમરાહ સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બોલર
જસપ્રીત બુમરાહ ભારત માટે મેચની દ્રષ્ટિએ સંયુક્ત રીતે સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનારો બીજો બોલર હોઈ શકે છે, પરંતુ બોલના મામલે કોઈ પણ ભારતીય બોલર તેની આગળ નથી. તે સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપી લેનારો ભારતીય બોલર છે. બુમરાહે 8484માં બોલ પર પોતાની 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ 9896માં બોલ પર 200મી વિકેટ લીધી હતી.
શ્રેષ્ઠ સરેરાશ સાથે 200 વિકેટ લેનાર બોલર
- જસપ્રીત બુમરાહ – 19.5
- માલ્કમ માર્સટન – 20.9
- જોએલ ગાર્નર – 21.0
- કર્ટલી એમ્બ્રોઝ – 21.0
કમિન્સ અને રબાડાએ પણ 44 મેચમાં 200 વિકેટ ઝડપી હતી
પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ જસપ્રીત બુમરાહે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં બીજી વિકેટ લઇ 200 વિકેટનો માઈલસ્ટોન બનાવ્યો છે. બુમરાહે ટ્રેવિસ હેડને 1 રને આઉટ કરતાં તેની 44મી ટેસ્ટમાં 200મી વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ અને કાગિસો રબાડાએ પણ 44 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બોલર
જસપ્રીત બુમરાહ એ 8484માં બોલ પર 200મી ટેસ્ટ વિકેટ ઝડપી છે. આ કારણે તે બોલિંગના મામલે સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનારો ભારતીય ખેલાડી બની ગયો હતો. તેણે 200માં બોલ પર 9896મી વિકેટ ઝડપનાર મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો હતો. ઓવરઓલ બુમરાહ વકાર યુનુસ, ડેલ સ્ટેન અને કાગિસો રબાડા બાદ સૌથી વધુ 200 વિકેટ ઝડપનારો ચોથો બોલર છે.
સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડીઓ
- વકાર યુનુસ – 7725
- ડેલ સ્ટેન – 7848
- કાગિસો રબાડા – 8154
- જસપ્રિત બુમરાહ – 8484
- માલ્કમ માર્શલ – 9234
20 થી ઓછી બોલિંગ એવરેજ સાથે 200 વિકેટ મેળવનાર પ્રથમ બોલર
જાન્યુઆરી 2018માં ડેબ્યૂ કરનાર બુમરાહ 20થી ઓછી બોલિંગ એવરેજ સાથે 200 વિકેટ મેળવનારો પ્રથમ બોલર છે. બુમરાહ કરતાં વધુ સારી બોલિંગ એવરેજ સાથે કોઈ બોલરે વધુ વિકેટ લીધી નથી. એક્ટિવ ખેલાડીઓમાં રબાડા સૌથી નજીકનો ખેલાડી છે. 200 કલબના બોલરોમાં બુમરાહનો સ્ટ્રાઈક રેટ પણ રબાડા અને સ્ટેન કરતાં ચડિયાતો છે.
આ અશ્વિન થી પાછળ
મેચની રીતે ભારતીય બોલરોમાં માત્ર ઓફ સ્પિનર આર અશ્વિને (38 મેચ) એ જસપ્રીત બુમરાહ થી ઝડપી 200 વિકેટ ઝડપી છે. જાડેજાએ પણ જસપ્રીત બુમરાહની મેચમાં 200 વિકેટ પણ પુરી કરી હતી. ઈનિંગની પહેલી વિકેટ સાથે જ બુમરાહ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક બાદ 2019થી લઈને અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 150 ટેસ્ટ વિકેટ પુરી કરનારો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બની ગયો છે. ત્રણેય ફોર્મેટમાં ભારતીય બોલરોમાં બુમરાહ (151) થી વધુ અશ્વિને જ (195) વધુ વિકેટ ઝડપી છે.
ભારત માટે સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડીઓ
- જસપ્રીત બુમરાહ – 8484
- મોહમ્મદ શમી – 9896
- આર અશ્વિન – 10248
- કપિલ દેવ – 11066
- રવિન્દ્ર જાડેજા – 11989