IND vs AUS: વિરાટ કોહલીને ખોટી રીતે આઉટ આપ્યો? પૂર્વ ઓપનરે લખ્યું – નિર્ણય ખૂબ જ શંકાસ્પદ

IND vs AUS test match : ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની સિરીઝ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલી (Virat Kohli) ને LBW આપવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા (Social Media0 માં લોકોની નારાજગી સાથે પૂર્વ ક્રિકેટરોએ પણ પોતાના અભિપ્રાય આપ્યા.

Written by Kiran Mehta
Updated : February 18, 2023 20:26 IST
IND vs AUS: વિરાટ કોહલીને ખોટી રીતે આઉટ આપ્યો? પૂર્વ ઓપનરે લખ્યું – નિર્ણય ખૂબ જ શંકાસ્પદ
ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની સિરીઝ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલીને LBW આપવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો. (સ્રોત- ટ્વિટર વિડિયો સ્ક્રીનશોટ)

India vs Australia, 2nd Test Match, Day 2: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલી 44 રનના અંગત સ્કોર પર કેચ આઉટ થયો હતો. મેથ્યુ કુહનેમેને તેની વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કુહનેમેનની આ પ્રથમ (ડેબ્યૂ) વિકેટ પણ છે. જો કે, સોશિયલ મીડિયા પર ચાહકો કોહલીને આઉટ આપવાના નિર્ણયથી ભડકી ગયા હતા. જ્યારે તેને આઉટ આપવામાં આવ્યો ત્યારે કોહલી પણ ખુશ નહોતો.

ભારતીય ટીમને પણ લાગ્યું કે, વિરાટ કોહલીને આઉટ ન આપવો જોઈએ. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે પણ મેદાન પરના અમ્પાયર નીતિન મેનન અને થર્ડ અમ્પાયરના નિર્ણય પર શંકા વ્યક્ત કરી હતી.

વસીમ જાફરે વિરાટ કોહલીના ટીવી રિપ્લેના સ્ક્રીનશોટ સાથે ટ્વિટ કર્યું. વસીમ જાફરે ટ્વીટમાં લખ્યું કે, મારા મતે તે નોટ આઉટ હતો. આ નિર્ણયમાં ઘણી શંકા છે. જાફરે તેની ટ્વીટ #INDvAUS #ViratKohli ને પણ ટેગ કર્યું.

માત્ર વસીમ જાફર જ નહીં, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવનાર અભિનવ મુકુંદે પણ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. અભિનવ મુકુંદે ટ્વીટ કરીને લખ્યું, શું વિરાટને ગયા વર્ષે શ્રીલંકા (SL) સામે ઘરઆંગણે આ રીતે આઉટ કરવામાં આવ્યો ન હતો? બંને વખત મને લાગ્યું કે તે આઉટ નથી. સૌથી પહેલા તે બેટને ટકરાયો. ચાલો આપણે વધુ ઊંડાણમાં ન જઈએ, તો પણ અમ્પાયરોના કોલ સાથે આ કેટલું કમનસીબ છે. વિરાટ કોહલી ઇનિંગ્સને સારી રીતે આગળ ધપાવતો હતો. ભારત થોડી મુશ્કેલીમાં છે. અભિનવે તેની ટ્વીટને #INDvsAUS પર પણ ટેગ કરી છે.

MCC નિયમ શું કહે છે

મેરીલેબોન ક્રિકેટ ક્લબના નિયમો અનુસાર, જો બોલ બેટ અને પેડ સાથે એક સાથે અથડાય છે, તો તે પ્રથમ બેટને અથડાયો હોવાનું માનવામાં આવે છે અને સ્ટ્રાઇક ટેકર આઉટ નથી થતો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય કે, શું ગ્રાઉન્ડ અને થર્ડ અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ આપીને ભૂલ કરી?

ગૌતમ ગંભીરે થર્ડ અમ્પાયર વિશે આ વાત કહી

સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી દરમિયાન પણ વિરાટ કોહલીને આઉટ આપવા અંગે ઘણી ચર્ચા થઈ હતી. ગૌતમ ગંભીરે આ નિર્ણય માટે થર્ડ અમ્પાયરને જવાબદાર ગણાવ્યો હતો. તે કહે છે કે, તે એટલું નજીકનો મામલો હતો કે નીતિન મેનન ન્યાય કરી શક્યા નહી.

આ પણ વાંચોભારતીય ક્રિકેટર પૃથ્વી શો એ સેલ્ફી લેવાની ના પાડી તો કાર પર કર્યો હુમલો, મહિલાએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી

તો, મોહમ્મદ કૈફે કહ્યું કે, આવા કિસ્સામાં નીતિન મેનને બેટ્સમેનને શંકાનો લાભ આપવો જોઈતો હતો. સોશિયલ મીડિયા પર પણ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે, વિરાટ કોહલીને આઉટ ન આપવો જોઈએ. તેણે એમ પણ લખ્યું કે, વિરાટ કોહલી સાથે આવું પહેલીવાર નથી બન્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ