IND vs AUS World Cup 2023 Final: વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતની 8મી વિકેટ પડતા જ તૂટ્યો 16 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ, જાણો કોણે કર્યું આ પરાક્રમ

Adam Aampa In Ind vs Aus World Cup 2023 Final: ભારત - ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં એડમ જમ્પાએ માત્ર એક જ વિકેટ ઝડપીને ક્રિકેટ જગતમાં પોતાનો નામે એક નવો રેકોર્ડ બનાવ્યો

Written by Ajay Saroya
November 19, 2023 21:33 IST
IND vs AUS World Cup 2023 Final: વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતની 8મી વિકેટ પડતા જ તૂટ્યો 16 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ, જાણો કોણે કર્યું આ પરાક્રમ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ (Photo - cc-cricket.com)

Adam Aampa Record In Ind vs Aus World Cup 2023 Final: વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 240 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ઘાતક બોલિંગ કરી હતી. ભારતીય બેટ્સમેનોએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેઓ અમદાવાદમાં તેમનો બેસ્ટ પર્ફોમન્સ દેખાડી શક્યા નહીં. ભારતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમ મેચમાં 8મી વિકેટ ગુમાવતા જ શ્રીલંકાના બોલર મુથૈયા મુરલીધરનનો 16 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો હતો.

જમ્પાએ મુથૈયા મુરલીધરનને પાછળ છોડ્યો

આ અગાઉ શ્રીલંકાના ક્રિકેટર મુથૈયા મુરીધરન વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર હતા. વર્ષ 2007માં તેણે 22 વિકેટ ઝડપી હતી. એડમ જમ્પાએ ભારત સામે આ રેકોર્ડ તોડ્યો હતો. જમ્પાએ એક રનના સ્કોર પર જસપ્રિત બુમરાહને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. આ વર્લ્ડ કપમાં આ તેની 23મી વિકેટ હતી. આ સાથે તે મુથૈયા મુરલીધરન કરતા આગળ નીકળી ગયા.

જમ્પાએ મોહમ્મદ શમીની પણ બરાબરી કરી

આ વિકેટ સાથે જમ્પા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો છે. તેણે ભારતીય બોલર મોહમ્મદ શમીની બરાબરી કરી હતી. જોકે, મોહમ્મદ શમીએ આ મેચની તેની પહેલા જ બોલ પર ડેવિડ વોર્નરને આઉટ કરીને ફરી એકવાર પોતાનું પ્રથમ સ્થાન પાછું મેળવ્યું હતું. શમીનું નંબર વન પર રહેવું નિશ્ચિત છે.

વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતે માત્ર 240 રન બનાવ્યા

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારતને 240 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી કેએલ રાહુલે 66 રન અને વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 47 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 55 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે બે-બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો | વર્લ્ડ કપની ટ્રોફીની કિંમત કેટલી છે, તે કોણે બનાવી છે, શું વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી મળે છે? જાણો તમામ પ્રશ્નો જવાબ

અજાણી વ્યક્તિ મેદાનમાં ધૂસી વિરાટ કોહલી પાસે પહોંચી ગયો

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટોચ જીત ઓસ્ટ્રેલયાએ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતીય ક્રિકેટ ટીમ બેટિંગ કરી રહી હતી. ક્રિકેટ મેચની 14મી ઓવર ચાલી રહી હતી અને એડમ ઝમ્પા બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પછી અચાનક એક વ્યક્તિ સિક્યોરિટી કોર્ડન તોડીને મેદાનમાં દોડી આવ્યો. આ અજાણી વ્યક્તિ વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેને પાછળથી પકડી લીધો પરંતુ કોહલી જલ્દી જ તેનાથી દૂર થઈ ગયો. સુરક્ષાકર્મીઓએ તરત જ પોલીસકર્મી સહિત તે અજાણી વ્યક્તિને પકડી લીધો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ