Ind vs Aus World Cup 2023 Final: વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 81 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારીને બાજી સંભાળી હતી. વિરાટે 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી સેમિ ફાઈનલ મેચ દરમિયાન વન ડે વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.
વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો
વન-ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. પરંતુ કોહલીએ હવે તેને પાછળ રાખી દીધો છે. વન ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં હવે કોહલી બીજા ક્રમે આવી ગયો છે. પોન્ટિંગ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.
વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. તેણે 2278 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 1762 રન (સમાચાર લખતા સમયે) આ યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. જ્યારે રિકી પોન્ટિંગ 1743 રન સાથે ત્રીજા ક્રમે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 1575 રન સાથે ચોથા નંબર પર છે જ્યારે કુમાર સંગાકારા 1532 રન સાથે પાંચમાં નંબર પર છે.
વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
2278 રન – સચિન તેંડુલકર1762 રન – વિરાટ કોહલી (સમાચાર લખતા સમયે)1743 રન – રિકી પોન્ટિંગ1575 રન – રોહિત શર્મા1532 રન – કુમાર સંગાકારા1520 રન – ડેવિડ વોર્નર