WTC 2023 Final, India vs Australia Score : ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ટીમ બની છે. એટલે કે તેની પાસે દરેક આઈસીસી ટ્રોફી છે. ટીમ ઇન્ડિયાનો સતત બીજી વખત આ ટૂર્નામેન્ટમાં પરાજય થયો છે.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 444 રનના પડકાર સામે ટીમ ઇન્ડિયા પાંચમાં દિવસે 63.3 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ : રોહિત શર્મા શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા ટીમ : ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટિવન સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, પીટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.





