IND vs BAN : ભારતમાં 9 વર્ષ પછી ટેસ્ટનો આખો દિવસ ધોવાયો, જાણો શું આવ્યું હતું તે મેચનું પરિણામ

IND vs BAN 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટનો બીજો દિવસ શનિવારે (28 સપ્ટેમ્બર) આખો ધોવાઈ ગયો છે. વરસાદના કારણે બીજા દિવસે એક પણ બોલ રમી શકાયો ન હતો. આ પહેલા પ્રથમ દિવસે 35 ઓવરની રમત શક્ય બની હતી

Written by Ashish Goyal
September 28, 2024 17:08 IST
IND vs BAN : ભારતમાં 9 વર્ષ પછી ટેસ્ટનો આખો દિવસ ધોવાયો, જાણો શું આવ્યું હતું તે મેચનું પરિણામ
IND vs BAN 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટનો બીજો દિવસ શનિવારે (28 સપ્ટેમ્બર) આખો ધોવાઈ ગયો (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

IND vs BAN 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટનો બીજો દિવસ શનિવારે (28 સપ્ટેમ્બર) આખો ધોવાઈ ગયો છે. વરસાદના કારણે પહેલા દિવસે 35 ઓવરની રમત શક્ય બની હતી. બીજા દિવસે એક પણ બોલ રમી શકાયો ન હતો. ભારતમાં 9 વર્ષ બાદ ટેસ્ટ મેચના દિવસે એક પણ બોલ રમાયો ન હોય તેવી ઘટના બની છે. આ પહેલા નવેમ્બર 2015માં આવી ઘટના બની હતી. તે મેચમાં પણ ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.આ મેચ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગલુરુમાં રમાઈ હતી.

બેંગલુરુમાં વરસાદને કારણે સતત 4 દિવસ સુધી મેચ રમાઇ ન હતી.

બેંગલુરુમાં વરસાદને કારણે સતત 4 દિવસ સુધી મેચ રમાઇ ન હતી. તે ટેસ્ટ પાંચમા દિવસે બપોર પહેલાં જ પૂરી થઈ ગઈ હતી. તે ટેસ્ટ ઈતિહાસની 9મી સૌથી ટૂંકી મેચ હતી. ભારતમાં રમાયેલી આ ટેસ્ટમાં 81 ઓવરથી પણ ઓછી ઓવર ફેંકવામાં આવી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને પહેલા બેટિંગ કરવા માટે કહ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ 214 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

એબી ડી વિલિયર્સની 100મી ટેસ્ટ હતી

પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા એબી ડી વિલિયર્સે 85 રન બનાવ્યા અને પોતાના સાથી ખેલાડીઓને બતાવ્યું કે ભારતમાં કેવી રીતે સ્પિન સામે રમવું. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 4-4 વિકેટ ઝડપી હતી. વરુણ એરોને 1 વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે 22 ઓવરમાં વિના વિકેટે 80 રન બનાવી લીધા હતા. મુરલી વિજય 28 રન અને શિખર ધવન 45 રને અણનમ રહીને ક્રિઝ પર હતા.

આ પણ વાંચો – જ્યારે ગર્લફ્રેન્ડે યુવરાજ સિંહને ગુલાબી રંગના ચંપલ પહેરીને ટીમ બસમાં જવા કહ્યું

વિરાટ કોહલી કેપ્ટન હતો

ભારતે 4 મેચની ટેસ્ટ શ્રેણી 3-0થી જીતી હતી. વિરાટ કોહલી કેપ્ટન હતો. તેના સિવાય રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તે મેચ રમી હતી. આ ત્રણેય હાલની ભારતીય ટીમનો ભાગ છે, જે કાનપુર ટેસ્ટ રમી રહ્યા છે. કેએલ રાહુલ અને રોહિત શર્મા 15 માં હતા પરંતુ તે બેંગલુરુ ટેસ્ટમાં રમ્યા ન હતા. હવે ડર છે કે કાનપુર ટેસ્ટ પણ બેંગલુરુની જેમ ધોવાઈ ન જાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ